________________
ચારિસંજીવનીનું દૃષ્ટાંત
૩૨૯
ન્યાયદર્શન એ પદાર્થને તોડે છે. તોડી તોડીને એનું સૂક્ષ્મતમ સ્વરૂપ સમજાવે છે. સામાના તર્કને કેમ તોડવા અને પોતાના તર્કને કેમ દેઢ કરવા એ ન્યાયનું કાર્ય છે. આ ન્યાયશૈલી છે. ન્યાય વિના બુદ્ધિ સૂક્ષ્મ બનતી નથી. માધ્યસ્થ બુદ્ધિ માટે, ધર્મની પરીક્ષા માટે, પદાર્થનું યથાર્થ સ્વરૂપ જાણવા માટે ન્યાયદર્શન ઉપકારક છે. ન્યાયદર્શનથી પદાર્થના તલસ્પર્શી સ્વરૂપને જણાવતો જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થાય છે. પણ એ પદાર્થના યથાર્થ સ્વરૂપને જાણ્યા પછી પદાર્થ ઉપર વિરાગી બનવાનું છે. જેને મોહનીય કર્મનો ક્ષયોપશમ છે તે વૈરાગી બની શકે છે. દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમ વગર વૈરાગ્ય આવી શકતો નથી.
અભવ્ય જીવો નવપૂર્વ જેટલા વિપુલ શાસ્ત્રજ્ઞાનના બળે પદાર્થો બીજાને સમજાવી શકે છે. વિષયો કેટલા ખરાબ છે ? કેવા ભયંકર છે ? એવું વિશ્લેષણ કરી શકે છે. અનેકને ઘરબાર છોડાવીને ચારિત્રના માર્ગે ચડાવે છે. કેટલાકને મોક્ષે પણ પહોંચાડે છે પણ એને પોતાને દર્શનમોહનીય કર્મનો ક્ષયોપશમ નથી થયો તેથી કોઈ શ્રદ્ધા નથી, વૈરાગ્ય નથી.
સમ્યકત્વની પૂર્વે પ્રથમની ચાર દૃષ્ટિમાં અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વની મંદતા છે. ગ્રન્થિભેદ વખતે અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વનો ક્ષયોપશમ કહેવાય છે. આમ કેમ ? ગ્રન્થિભેદ પહેલાં પ્રન્થિ ઊભી છે એટલે જીવને વિષયો-પદાર્થો સાથે ચોંટવાપણું છે. આત્મસ્વરૂપનો અનુભવ નથી થયો માટે પદાર્થો ઉપરથી ઉપયોગ ઊખડી શકતો નથી. પરમાં ચોંટવું એ સંસાર છે. પરમાંથી ઉપયોગનું ઊખેડવું એ મોક્ષમાર્ગ છે. ગ્રન્યિભેદ પહેલા રસની હાનિ થાય છે માટે ચોટવાપણું ઘટે છે. પણ ઊખડવો જોઈએ તેટલો ઉપયોગ ઉખડ્યો નથી.
પ્રશ્ન : ઉપયોગ વાસ્તવિક ઊખડ્યો ક્યારે કહેવાય ?
ઉત્તર : એક વાંસ છે. ઢીલા કાદવમાં ઊભો નાંખો તો કેટલો બધો ખૂંપી જાય છે ? અને વાંસ આડો ઊભો કરો તો તેને કાદવનો સ્પર્શ છે. પણ તે કાદવમાં ખૂંપેલો નથી. આ લોકવ્યવહારનું દૃષ્ટાંત છે. સમ્યક્ત્વ પામ્યા પછી પણ રોગ થાય છે પણ તે રાગ આડા વાંસ જેવો છે. સમકિતી કષાયોને સ્પર્શે છે. પણ કષાયોને ચોંટતો નથી, તે ભોગને ભોગવે ખરો પણ ભોગમાં પીગળતો નથી. સંસારી આત્મા ભોગમાં પીગળી જાય છે અને આ પીગળવું તે અનંતાનુબંધી કષાય છે. ભોગને સ્પર્શવું તે અવિરતિનો ઉદય છે. ધીરે ધીરે આગળ વધતાં દેશવિરતિને ભોગ અલ્પ સ્પર્શે છે. સર્વવિરતિ આવે ત્યારે ભોગ સ્પર્શતા પણ નથી. સર્વવિરતિધરોને વિષયોનો ઉપભોગ છે ખરો, તેઓ પણ ખાય છે, પીએ છે, ઊંઘે છે ભોગવે છે પણ તેમનો ઉપયોગ સ્વરૂપમાં હોય છે. ભોગો કાયા દ્વારા ભોગવાય છે,
Jain Education International 2010_05
For Private & Personal. Use Only
www.jainelibrary.org