________________
ઉપબૃહણા એ સમ્યકત્વનો આચાર છે
૩૨૧
છે. નિષ્કારણ બોલવામાં અસત્ય વચન આવી જાય છે. હાસ્ય-કુતૂહલથી બોલાયેલાં વચનો પણ હિતકારી બનતાં ન હોય તો અસત્ય જ સમજવાં. સત્ય શબ્દમાં સભ્યો હિત ઇતિ સત્ય-હિત અર્થમાં “એ” પ્રત્યય આવ્યો છે.
મૈત્રી આદિ પરિણતિમાં ઉપશમ આવે છે. જે મૈત્રી વગેરે ભાવોમાં ઠરે છે તેને ગંભીરતા, ઉદારતા વગેરે ગુણોની પ્રાપ્તિ સહેલી બને છે.
શ્રી અરિહંત પ્રભુના અનાદિ સિદ્ધ દસ ગુણો (૧) પરાર્થવ્યસની, પરાર્થરસિક શબ્દ ન વાપરતાં પરાર્થવ્યસની શબ્દ મુક્યો છે તે જણાવે છે કે શ્રી તીર્થકરના આત્માઓને બધા ભવોમાં બીજાનું ભલું કર્યા વિના ચેન ન પડે.
(૨) સ્વાર્થને ગૌણ કરે. જ્યાં ભલું ન થઈ શકે ત્યાં પણ સ્વાર્થને ગૌણ કરનારા આત્માઓ જ તીર્થંકર થવાને યોગ્ય છે.
() ઉચિતક્રિયાવાળા આ જીવો હોય છે. પ્રભુ મહાવીરનો જીવ, નયસારના ભાવમાં જાતે અતિથિને શોધવા નીકળે છે, અને જાતે જ ભક્તિ કરેછે અને પોતે જાતે જ મુનિને માર્ગે ચઢાવે છે અને તેના પ્રભાવે સમક્તિ પામે છે. અતિથિને યાદ કર્યા વિના જમી લેવાની ને પૂજ્યોનું કામ નોકરને ભળાવી દેવાની અનુચિત ક્રિયા તેમણે કરી નથી. ઔચિત્ય વિનાનું જીવન એ પશુ જીવન છે. પ્રભુના માર્ગનું આલંબન લઈ સાધકે ઔચિત્યનું પાલન ફરવું જોઈએ.
(૪) અદનમન - આત્માની મૂળભૂત યોગ્યતાના કારણે સંસારમાં પડતી અને ચડતી વખતે પણ મનની સમાધિ રાખી શકનારા તીર્થકરના આત્માઓ હોય છે.
(૫) સફલારંભી - સંયોગ, શક્તિ, પુણ્યની બલાબલતા વિચારીને કાર્ય કરનારા સલારંભી બની શકતા હોય છે.
(૬) અદ્રઢ અનુશય - એટલે અપકારી પ્રત્યે પણ બદલો લેવાની વૃત્તિનો અભાવ. અને અનુશયનો બીજો અર્થ છે સંતાપ. સંતાપથી શોક થાય છે અને શોક એ નરકની. ખાણ છે. તીર્થકરના આત્માઓમાં આ બધા ગુણો અનાદિકાળથી વિધમાન હોય છે
ક્યારેક ઔદયિક ભાવોની તાણમાં ઉત્તમ આત્માઓ આવી જતાં દેખાય તો પણ તેમની મૂળભૂત યોગ્યતા કર્મબંધની અલ્પતા કર્યા સિવાય ન રહે. આવું સર્વત્ર સમજવું.
(૭) કૃતજ્ઞતા - આ પાયાનો ગુણ છે. બીજાના ઉપકારનો સ્વીકાર કરવાથી તેમના પ્રત્યે સેવા કરવાની વૃત્તિ સહજ રીતે બની રહે છે. આ ગુણથી ઉપકારી દ્વારા પ્રતિકૂળતાનું આચરણ થઈ જાય તો પણ ઉદાર ભાવે સહન કરવાની વૃત્તિ ઉપસ્થિત થાય છે. આત્મોન્નતિના અવકાશ માટે આ ગુણ અત્યંત જરરી છે.
(૮) અનુપહત ચિત્ત એટલે અભગ્ન ચિત્ત. ચિત્ત ભાંગી પડે તો કાર્યસૂઝ અટકી જાય છે. એટલે પ્રસંગે તૂટી ન પડતાં સ્થિતપ્રજ્ઞ બનીને તેમાંથી બહાર નીકળવું જોઈએ.
• (૯) દેવ-ગુરુ બહુમાન. સ્વયં દેવપદમાં આવનારા આત્મા, છેલ્લા ભવમાં સ્વયંસંબુદ્ધ હોવા છતાં આ ગુણથી હંમેશા ઉત્તમ તત્ત્વો અને વ્યક્તિનો આદર કરનારા હોય છે.
(૧૦) ગંભીરાશય એટલે કોઈ પણ પદાર્થ કે પ્રસંગ ઉપર ઉપરછલ્લો નહિ પણ ઊંડો વિચાર કરવો. તત્ત્વદ્રષ્ટિ અને વિવેકના બળે આ ગુણ આવી શકે છે. આ ગુણથી દર્શન અને શ્રવણને પચાવવાની શક્તિ પ્રાપ્તિ થાય છે અને અનર્થોની પરંપરા અટકે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org