________________
ઉપબૃહણા એ સમ્યકત્વનો આચાર છે
કોઈ માછીમાર છે, જાળ તૂટી ગઈ છે, બીજી જાળ લાવવી છે. કોઈની પાસે પૈસા માગે છે, કોઈ તેને આપે છે તો આ દાન ગુણ પ્રશંસનીય નથી, અહીં વિવેક કરવાનો છે. આ દયા-દાનની પ્રશંસા જિનવચન અનુસાર નથી માટે અહીંયાં પ્રશંસા કે અનુમોદના કશું જ કરાય નહીં. આ પ્રશંસા સમ્યકત્વનું કારણ ન બને. એ જ માછીમાર ભૂખે મરતો હોય અને અનાજ આપો, ખાવાનું આપો તો અનુકંપાદાનનો ક્યાંય નિષેધ નથી. તત્કાળ દુઃખ દૂર કરવા માટે ભિખારીને પાંચ રૂ. આપવા તે અનુકંપા છે અને ઔચિત્ય છે. આ રીતે કરવાથી આપણા પરિણામ કઠોર થતા નથી અને દેનાર દ્વારા પાછળ કોઈ અહિતકર પ્રવૃત્તિ થતી નથી.
જૈન શાસનમાં જેમ પૈસા, ઘર, કુટુંબ, પરિવારને વોસરાવીને મરવાનું છે તેમ મરતાં પહેલાં બધાં અંગોને વસીરાવીને મરવાનું હોય છે. ચક્ષુદાન કિડની દાન, બોડીદાન... આવા દાનની પ્રશંસા ન થાય. આવા દાનથી સમ્યક્ત્વ ન પામી શકાય. આવું દાન એ સમકિતપ્રાપ્તિનું કારણ બની શકતું નથી.
માનવદેહ અતિ કિંમતી છે, તેના પ્રત્યેક અંગો કિંમતી છે, પ્રત્યેક અંગ દ્વારા વિવેકથી જીવીને ઊંચી ગતિમાં જવાનું છે. મર્યા પછી એના મૃતદેહના કોઈ અવયવોનો દુરુપયોગ ન થવો જોઈએ. આજે દેહનાં અંગોપાંગનાં દાન શરૂ થયાં તેના પરિણામે બંગાળમાં નાના છોકરાને મારી નાખવાનાં કારખાનાં શરૂ થયાં. ડાહ્યા માણસે કોઈના અંગોપાંગ લેવાં નહીં. અહિંયા પણ વિવેક આ છે કે લેવા કે આપવાનો અવસર આવે તો સજ્જનનાં લેવાં અને સજ્જનને આપવાં જેથી દુરુપયોગ થાય નહીં અને પરોપકારાદિ કાર્યો ચાલુ રહે. જૈનશાસનમાં ચતુર્થવ્રત સિવાય ક્યાંય એકાંત નથી. સર્વત્ર લાભ-નુકસાનની તુલના કરીને પ્રવર્તવાનું છે. આ
કન્યાદાનની પણ અનુમોદના ન થાય. એ કન્યા તો અઢાર પાપસ્થાનનો કથલો ચલાવવાની છે. રથી ૯ લાખ ગર્ભજ પર્યાપ્ત પંચેન્દ્રિયનો સંહાર થવાનો છે. તેની અનુમોદના સમક્તિપ્રાપ્તિનું અંગ બની શકતું નથી. હિંસક વ્યાપારમાં દયા-દાન જૈનશાસનને સંમત નથી.
દ્રવ્યથી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક બધું વોસિરાવવું જોઈએ અને ભાવથી મમતાને તોડીએ તો કર્મબંધ ન થાય.
પ્રભુશાસનમાં ગુણની મોનોપોલી કોઈની નથી. ગુરુ કરતાં શિષ્ય સવાયો હોય તો ગુરુ ગુરુના સ્થાને રહીને પણ શિષ્યના ઉચિત ભાવની અનુમોદના-પ્રશંસા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org