________________
૩૧૬
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
આપવી એ વ્યાજબી નથી. જૈનશાસ્ત્રો ભણીને વિવેક તારવવાનો છે. શાસ્ત્રો ભણ્યા પછી પરિણામ પામવા બહુ કઠિન છે. વિવેક જેને ન મળે તે મર્યો સમજવો. વિવેકથી લાઘવ-ગૌરવ સમજી શકાય છે. વિકટ પરિસ્થિતિમાં શું કરવાથી લાભ થશે અને શું કરવાથી એકંદરે નુકસાન થશે એવો નિર્ણય વિવેકની તીણબુદ્ધિથી જ શક્ય બને છે. કર્મબંધનો આધાર પરિણતિ અને અધ્યવસાય ઉપર છે. અભિગ્રહ કે નિયમપાલન ઉપર એકાંતે નથી. આવા જુદા જુદા અભિગ્રહો પરિણતિને નિર્મળ કરવા માટે છે, ટકાવવા માટે છે. અહીં અગ્નિશમ ભૂલે છે. એણે જીવનમાં એકાંતે નિયમ પકડ્યો. (નિયમનો ભંગ કરાય જ નહીં.) આ સ્પોટ ઉપર તેની વિકાસયાત્રા ઊથલી પડી. આવું ન થાય તે માટે જૈનશાસનમાં દીક્ષા લે ત્યારથી ગુરુની નિશ્રામાં રહેવાનું છે. પરમાત્માની આજ્ઞા ચડે કે ગુરુની આજ્ઞા ? પરમાત્માની આજ્ઞા સામાન્ય છે, સાર્વત્રિક છે. ગુરુની આજ્ઞા દ્રવ્ય, ક્ષેત્ર, કાલાશ્રયી હોવાથી અવશ્ય માનવી જોઈએ. જે પરમાત્માની આજ્ઞા માને અને ગુરુની આજ્ઞા કુકરાવે તે કદી ના ચાલે. પંચસૂત્રમાં ચિરંતનાચાર્ય લખે છે,
નો મગફ, સો મગર જે મને (ભગવાનને) માને છે તે ગુરુને માને છે. વિદેહી બનેલા પરમાત્માની આજ્ઞા પાળવી છે અને જીવતાં ગુરુની આજ્ઞાની જોડે મેળ નથી તો હકીકતમાં પરમાત્માની આજ્ઞા માની જ ન કહેવાય. દીકરો પિતાજીની "આજ્ઞા ન માને અને દેવલોક પામેલા દાદાની આજ્ઞા માને તો તે શું વ્યાજબી છે ? ગુરુ છદ્મસ્થ હોવાથી સારણા, વારણા કરી શકે. તેમની નિશ્રામાં રહેવાથી મોહની પરાધીનતા છૂટે છે અને આત્માનું સ્વાતંત્ર્ય-સિદ્ધતા-મળે છે. અન્યદર્શની પાસે આવો સૂક્ષ્મ વિવેક ન હોવાથી પતન થવાનો સંભવ ઘણો
અગ્નિશમને ત્રીજું પારણું આવ્યું. ભવિતવ્યતાના યોગે તે નિષ્ફળ ગયું. પારણું ન થયું તો કષાય થયો. પણ નિયમને વળગી રહ્યો. ગુરએ અપવાદ - માર્ગ બતાડ્યો. કે, “બીજે જઈને પારણું કરી લો.” પણ શુદ્ધ બોધના અભાવે ગુરુની વાત માનતો નથી, કષાયના રવાડે ચડી ગયો અને જાવજીવનો આહાર ત્યાગ કર્યો. તારો અભિગ્રહ મહાન નથી, પણ ગુરુની આજ્ઞા મહાન છે. એવું તત્ત્વ તેની સમજમાં નથી. અમારે ત્યાં દીક્ષા લે તેને આ સમજણ આપવાની હોય છે. ગુરુ આજે પચ્ચખાણ કરાવે અને કાલે પારણું કરાવે તો પણ તૈયારી હોવી જોઈએ. આમાં વિચારનો આગ્રહ છૂટે છે, સાધનામાં આગળ વધાય છે. આપણી બધી વાત ઉપર ગુરુનો અધિકાર છે. મન મૂકીને શિષ્ય થવાય છે, તન મૂકીને સિદ્ધ થાય છેઅને ઘર મુકીને સાધુ થવાય છે. ગુરુપારન્યથી આગળ વધાય છે. સમકિતી પાસે નયની વિવક્ષા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org