________________
આઠે દૃષ્ટિના નામને અનુરૂપ સામાન્ય અર્થ
૩૧૫
અહંકાર મોળો પડતો જાય છે. એમ કરતાં ધીરે ધીરે અહંકારએ ઝીરો ‘O' પોઈન્ટ પર આવી જાય.
સમ્યત્વ આવવાથી બોધ સૂક્ષ્મ બને છે, સ્વચ્છ બને છે. જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થવાથી જ્ઞાનમાં સૂક્ષ્મતા આવે છે અને મોહનીય કર્મનો ક્ષયોપશમ થવાથી હૃદયમાં સ્વચ્છતા આવે છે, કલુષિતતા નીકળતી જાય છે. બીજાને ઉપયોગી બનવાની વાત મુખ્યપણે રહે છે. બીજાનું હિત કેમ થાય, એને પોતાના કેમ બનાવી શકાય ? સામી વ્યક્તિનું હૃદય જીતતાં આવડવું જોઈએ તો પરોપકાર ઉચ્ચ કોટિનો થઈ શકે છે. જ્યાં આગ્રહ છે ત્યાં મૈત્રી આદિ ભાવો નથી હોતા. આગ્રહ જતો રહે ત્યાં તરત જ મૈત્રી આદિ ભાવો આવીને ઊભા રહે છે. મૈત્રી આદિ ભાવો વેશ્યા વિશુદ્ધિ માટે ઉપકારક છે. મૈત્રી આદિ ભાવોથી ધર્મવૃક્ષનું મૂળ સીંચાતું રહે છે. મૈત્યાદિના પાતત્યથી ઊંચી કોટીનો પુણ્યબંધ થાય છે. પારતત્ય એટલે મૈત્રી આદિ ભાવનાનો ગુલામ હોય છે એક ક્ષણ પણ એ આત્મા કષાયમાં ભૂલો ન પડે. મોહનીયના કર્મના અપગમથી જીવમાં સમાધાનવૃત્તિ, the art of compromise આવે છે તેનો જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ એવો મધુર હોય છે કે એકાંતદર્શનીને જોઈને દ્વેષ થતો નથી, બલ્બ તેની દયા આવે છે કે બિચારા સર્વજ્ઞના શાસનથી બહાર ચાલ્યા ગયા, એકાંતપ્રતિપાદક દર્શનમાં ચાલ્યા ગયા.
આ અગ્નિશર્માનું પતન કેમ થયું ? તે માટે હરિભદ્રસૂરિજી મહારાજા “સમરાઈએ કહા'માં બે કારણ બતાવે છે. ભવિતવ્યતા ખરાબ હોવાથી તેને જૈન શાસનની પ્રાપ્તિ ન થઈ અને બીજું કારણ તેણે અવળો પુરુષાર્થ આદર્યો. જૈન શાસનનું હાર્દ સમજવા જ ન મળ્યું. આરાધના કરવાના ઉદ્દેશથી અગ્નિશર્માએ નિયમ લીધો કે માસક્ષમણના પારણે માસક્ષમણ કરવું. એક ઘરે જ પારણું કરવા જવું અને ત્યાં ભિક્ષા ન મળે તો ફરી બીજું માસક્ષમણ કરવું. આવો ઉગ્ર અભિગ્રહ = નિયમ લીધો. અગ્નિશર્મા પાસે જ્ઞાન ન હતું, ઉત્સર્ગ અપવાદ શું છે ? એવો માર્ગનો સૂક્ષ્મબોધ ન હતો, આચાર-પરિણતિ શું છે ? નય-પ્રમાણ, ક્રિયાનય, જ્ઞાનનય વગેરેનો બોધ ન હોવાથી ભૂલ કરે છે. અગ્નિશર્માને નિયમની કિંમત સમજાણી હતી, પણ પરિણતિની કિંમત સમજાણી ન હતી. અભિગ્રહ મહાન કહેવાય કે પરિણતિ મહાન કહેવાય ? કોણ ચડે ? એમાં સાધ્ય-સાધન દાવ શું છે ? કોના માટે સાધના છે ? આ બધું જ્ઞાન સાધનામાં ખૂબ જરૂરી છે.
મારે દવા ન લેવી એ સાત્ત્વિકતા છે. આપણા માટે ઉત્સર્ગનો આગ્રહ સારો પણ બીજા માટે આગ્રહ રાખીએ તો તે બરાબર નથી. મને મેલેરિયાનો તાવ આવ્યો. મારે દવા લેવી જ નથી એ ઉત્સર્ગ મારા માટે સાચો છે પણ બીજાને તાવ આવે ત્યારે તેને પણ દવા ન જ લેવા દેવી, ન જ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org