________________
આઠે દૃષ્ટિના નામને અનુરૂપ સામાન્ય અર્થ
૩૧૭
છે, સ્વાદુવાદ છે, તે સમજવા જેવું છે. તેનાથી મૈત્રીભાવ ક્યાંય ખંડિત થતો નથી. કષાયોથી મૈત્રીભાવ ટકી શકતો નથી. કષાયોના અભાવથી વિરતિનો પરિણામ આવે છે.
જીવો પ્રત્યે દ્વેષ અને ઉપેક્ષા એ અનંતાનુબંધી કષાય છે. પાપધિક્કારથી સમકિત પ્રાપ્ત થાય છે અને જીવધિક્કારથી સમકિત ચાલ્યું જાય છે. માટે જીવો પ્રત્યે અરુચિ, તિરસ્કાર ભાવ ન આવે તે ઉપર સાધકે ખાસ ધ્યાન રાખવું જોઈએ.
અનંતાનુબંધી કષાયનો મુખ્યતયા સંબંધ જીવો સાથે છે. એટલે તે કષાય જવાથી સમક્તિની પ્રાપ્તિ થતાં જીવો પ્રત્યેનો દ્વેષ નીકળી જાય છે અને જીવસૃષ્ટિ સાથે મૈત્રી, પ્રેમ, વાત્સલ્ય ઉભરાય છે. સમ્યકત્વીને ગમે તેવા પ્રસંગોમાં આત્માના પરિણામ ન બગડે એ જ લક્ષ્ય હોય છે. અને જ્યાં ગુણો જુએ ત્યાં પ્રમોદ ભાવ હોય છે. તમે જ માંગો છો કે મને ભવોભવ જિનશાસન મળો. તો જિનશાસન એ શું છે ? વ્યવહારનયે જિનશાસન એટલે ચતુર્વિધ સંઘ છે. જિનશાસન એટલે દ્વાદશાંગી છે નિશ્ચયનયે આત્માનુભૂતિ અને સ્વરૂપ રમણતા એ જ જિનશાસન છે.
બીજામાં ગુણ દેખાય અને પ્રમોદભાવ ન થયો તો સમ્યકત્વમાં આંચ લાગે છે. મતિજ્ઞાનનો ક્ષયોપશમ મુલાયમ રહેવો જોઈએ. સ્વદર્શનમાં ગુણ દેખે ત્યાં ગુણાનુરાગ હોય જ, પ્રમોદભાવ હોય જ અને મિથ્યાત્વીના પણ ગુણોની અનુમોદના હોવી જોઈએ. અમૃતવેલની સજ્ઝાયમાં પૂ. યશોવિજયજી મહારાજે કહ્યું છે કે,
“અન્યમાં પણ જે દયાદિક ગુણા, જે જિનવચન અનુસાર રે,
સર્વ તે ચિત્ત અનુમોદીએ, સમકિત બીજ નિર્ધાર રે.” ગુણનો અદ્વેષ હોવાથી અનુમોદના તો અવશ્ય કરવાની પણ તેની પ્રશંસા કરી ન શકાય. પ્રશંસા કરવાથી બીજા તેનું અનુકરણ કરે તો ઉન્માર્ગના પ્રવર્તનની શક્યતા છે. અન્યલિંગીની પ્રવૃત્તિમાં જે જિનવચનાનુસારી છે તે પ્રશસ્ત છે પણ સ્વમતિકલ્પિત જે છે તેના નુકસાનો ન થાય તે માટે વાચિક પ્રશંસામાં વિવેક જરૂરી બને છે. ક્યારેક પ્રશંસામાં કરવાનો વખત આવે તો તેના ગુણો જિનવચનાનુસારી છે એમ જાણ્યા પછી ઉચિત સ્થાને, ઉચિત રીતિએ, ઉચિત શબ્દોમાં જૈનશાસનનું ગૌરવ હણાય નહીં પણ વધે તે રીતે કરવી એ વિવેક છે.
શ્વાસની ક્રિયા સહજ હોવાથી એમાં જેમ થાક પણ નથી લાગતો અને એનો અહં પણ પેદા નથી થતો, તેમ જે ધર્મ સહજ થઈ જાય છે એમાં થાક પણ નથી લાગતો અને એનો અહં પણ પેદા થતો નથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org