________________
આઠે દૃષ્ટિના નામને અનુરૂપ સામાન્ય અર્થ
एतत्त्रयमनाश्रित्य, विशेषणैतद्भवाः।
योगद्दष्टय उच्यन्त अष्टौ सामान्यस्तु ताः ॥ १२ ॥ અર્થ - આ ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગને વિશેષ કરીને છોડીને તેમાંથી જ ઉત્પન્ન થયેલી તે આઠ યોગદષ્ટિઓને સામાન્યથી કહે છે.
मित्रा तारा बला दीपा, स्थिरा कान्ता प्रभा परा ।
नामानि योगद्दष्टिनां, लक्षणं च निबोधतः ॥ १३ ॥ અર્થ – (૧) મિત્રા, (૨) તારા, (૩) બલા, (૪) દીપા, (૫) સ્થિરા, (૬) કાન્તા, (૭) પ્રભા અને (૮) પરા. એ યોગદષ્ટિનાં નામો છે. એનાં લક્ષણ આગળ કહેવાશે.
(૧) મિત્રા - આ સંસારમાં રખડતા જીવને જે મિત્ર સમાન સહાયક બને છે તે મિત્રાદેષ્ટિ. મિત્રની જેમ કલ્યાણ કરનારી આ દૃષ્ટિ હોય છે.
(૨) તારા – ટમટમિયા પ્રકાશમાં પદાર્થ જેમ ધૂંધળો અને ચપળ દેખાય છે તેમ અહીં દષ્ટિ બરોબર સ્પષ્ટ પદાર્થદર્શન કરાવતી નથી.
(૩) બલા – પૂર્વે કરતાં જેમાં આત્મબોધ બળવાન છે તે બલાદેષ્ટિ (૪) દિપ્રા – જેમાં દીપક જેવો પ્રકાશ છે. અસ્થિરતા રહેલી છે. (૫) સ્થિરા - રત્નની કાન્તિ જેવો જેનો સ્થિર પ્રકાશ હોય છે.
(૬) કાન્તા - સંસારમાં જેમ કાત્તા = સ્ત્રી જે રીતે જીવને સુખનું સાધન ગણાય છે તેમ આ દૃષ્ટિ આત્માને સુખ કરનારી છે.
(૭) પ્રભા - સૂર્યની પ્રભા જેવો આત્મબોધ અહીં હોય છે. (૮) પરા – ચન્દ્રની કાન્તિ જેવો શીતલ -- સૌમ્ય બોધ અહીં હોય છે.
આત્માનો જ્ઞાનપ્રકાશ સૂર્ય જેવો વાજ્વલ્યમાન છે, અને આત્માનું વેદન એ ચંદ્ર જેવું શીતલ છે.
આઠે દૃષ્ટિમાં ક્રમશઃ પ્રકાશ વધે છે, મોહનો અંધકાર નીકળતો જાય છે, એકથી ચાર દૃષ્ટિમાં વિવેકની પ્રધાનતા છે, પણ સૂક્ષ્મબોધ ન હોવાથી પૂર્ણ વિવેક મળ્યો નથી.
પછીની ચાર દષ્ટિમાં વિવેકની સાથે સ્વરૂપનો આનંદ પણ હોય છે. દશ્ય એક જ છે, પણ જોનારા ભિન્ન ભિન્ન છે. માટે ભિન્ન ભિન્ન દેખાય છે. જેમ જોનારા જુદા છે, તેમ જોવાના સાધન રૂપ દેષ્ટિ પણ જુદી જુદી હોય છે.
એકથી ચાર દૃષ્ટિમાં અધ્યાત્મના વિષયમાં, આત્માના વિષયમાં દર્શનભેદ છે. એકથી ચાર દૃષ્ટિ સુધી દર્શનમાં મતભેદ પડે છે. મતભેદનું કારણ પ્રન્યિ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org