________________
પરમાત્મા ક્યારે મળે ?
૩૦૭
કામના સમયે, પાંચે ઈદ્રિયોના વિષયોના યથાસમયે, ભોજનાદિ સમયે ૫000 રૂ. નફાને છોડીને, પહેલાં યોગ્ય સમયે ભૂખ લાગી હોય, પાચક રસો વહી રહ્યા હોય તે વખતે ખાવું જોઈએ. એને બદલે તે વખતે ન ખાય અને ધંધો કરવા જાય; પછી ભૂખ મરી ગયા પછી ખાય, પાચકરસના અભાવમાં અજીર્ણ થતાં રોગો થાય, દવા કરવી પડે એ અર્થનું નુકસાન છે ને ? સર્વત્ર વિવેક જરૂરી છે.
ગૃહસ્થજીવનમાં પુત્રાદિની જરૂરિયાત હોય તો આર્યદેશમાં બતાવેલી મર્યાદાને અનુરૂપ વિષય સેવન કરે અને પછી પ્રયોજન પૂર્ણ થતાં બ્રહ્મચર્ય સ્વીકારે. જો પુત્રાદિ વિના જીવન જીવી શકાતું હોય તો શ્રેષ્ઠ. પણ પુત્રના અભાવમાં સંક્લેશ-દુર્બાન રહેતું હોય તો આજ ઉચિત વિવેક છે. અન્યથા મારે દીકરો નહીં – દીકરો નહીં, એમ પાછલી જિંદગીમાં અસમાધિ કરી મરે તો દૂર્ગતિ થાય.
આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, ઓઘ, લોક, હાસ્ય, શોક, મોહ વગેરે સંજ્ઞાઓ ભયંકર છે.
દરમાં ઘણા દાણા પડ્યા હોય તો પણ આહાર સંજ્ઞાથી પ્રેરાયેલી કીડી એક દાણો લેવા માટે પ્રયત્ન કરે છે. દરમાંથી બહાર નીકળી, એકલી પોતાથી લઈ શકાય તેમ ન હોય તો દરમાં રહેલી બધી કીડીઓને જાણ કરે છે. ને બધી ભેગી થઈને તે દાણાને દર ભેગો કરે છે. યોજનગંધા કીડી હોય છે તેઓ ૧ યોજના (= ૮ માઈલ = લગભગ ૧૨ કિ.મી.) સુધીની ગંધને પકડી શકતી હોય છે. અને આ ભેગું કરતાં આર્તધ્યાનથી કચરાઈને મરતાં તિર્યંચનું આયુષ્ય બંધાય છે. રૌદ્રધ્યાનથી નરકનું આયુષ્ય બંધાય છે. .
પહેલાં તો તમે નક્કી કરો કે, તમે આ જીવનમાં જે કરી રહ્યા છો તે પરાક્રમ નથી, પણ નાલેશી છે.
તમે બંગલાના માલિક હો. ચાર મિલના માલિક હો, કે ચાર દીકરાના બાપ હો તો પણ એ પરાક્રમ નથી, નાલેશી છે.
તમને ઓઘદૃષ્ટિ વર્તે છે કે યોગદષ્ટિ ? યોગદૃષ્ટિ આત્માનો સ્વચ્છ પરિણામ છે. ઓઘદૃષ્ટિ આત્માનો પરિણામ છે, પણ મલિન છે.
જેને જે ચીજનો ખપ નહીં, તેને તે મળે નહીં. અને જેને જે ચીજનો ખપ છે, તે ચીજ તેને મળ્યા વગર રહે નહીં. તમારે આત્મવિકાસ સાધવો છે ? તેના પગથિયા સ્વરૂપે આ સાન્વર્થ આઠ દૃષ્ટિઓ છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org