________________
પરમાત્મા ક્યારે મળે?
૩૦૫
હશે જ નહિ, માત્ર આત્મા - તેનાં પુણ્ય-પાપદિ કર્મો, અને તેના સંસ્કારો વગેરે હશે. જીવની ઓઘદૃષ્ટિ જીવને અવિવેકી બનાવે છે, જે સાથે આવવાનું છે એની ધરાર ઉપેક્ષા કરે છે અને જે મૂકીને અવશ્ય મરી જવાનું છે એની સાથે પ્રીતિ જમાવે છે. યોગદષ્ટિ આવ્યા પછી જીવને વિવેક મળે છે, સ્વ અને પરનો આંશિક ભેદ મળતાં જીવનો વિકાસ થાય છે. યોગદષ્ટિ સમજવા માટે ઓઘદૃષ્ટિ સમજવી પડે.
ઓઘદૃષ્ટિ તીવ્ર હોય ત્યારે યોગદષ્ટિના શ્રી ગણેશ પણ મંડાતા નથી. અધ્યાત્મ આવ્યા વિના, માર્ગાનુસારી અપુનબંધકાવસ્થા વિના, યોગદૃષ્ટિના શ્રીગણેશ પણ મંડાતા નથી.
તમે અત્યારે જે કાંઈ કરી રહ્યા છો તે કર્મસત્તાનો મોટો અપરાધ છે. કર્મસત્તાએ તમને દીર્ઘકાલિકી સંજ્ઞા આપી છે એટલે ભૂત-ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળના હિત માટે પ્રવર્તવાની શક્તિ આપી છે પણ તમે આત્માને તો તદ્દન ભૂલી ગયા છો અને દેહને કેન્દ્રસ્થાને બેસાડી દીધો છે એમાં પણ વર્તમાન વ્યસનોની આસક્તિથી દેહના ભાવી પ્રત્યે પણ ઉપેક્ષિત છો. માત્ર મોંમાં મસાલો નાખીને મજા માણવી - જડબાનું કેન્સર થવું હોય તો ભલે થાય. આમ વર્તમાન આસક્તિથી અવિવેકી જીવન જીવનારની દીર્ઘકાલીન સંજ્ઞાને આંચકી લેતાં કર્મસત્તાને જરા પણ વાર લાગતી નથી. પછી માત્ર વર્તમાનવિષયક હેતુવાદોપદેશિકી સંજ્ઞામાં જીવન વિતાવવું પડશે. જેમ કીડીને હાઈ વે રસ્તા ઉપરના ગોળના ટુકડાને ખાવાનું મન થાય છે અને દોડીને ખાવા જતાં ટ્રકની અડફેટમાં મરવાનું થાય છે. તેમ તમે પણ વિષયાસક્તિથી પ્રતિક્ષણ ભાવમરણથી મરી રહ્યા છો. જૈનશાસન પામ્યા પછી પણ મોહરાજાની વફાદારી છોડશો નહીં તો ભવાંતરમાં આ શાસનની પ્રાપ્તિ દુર્લભ બનશે.
આજે પરમાત્માને લેશમાત્ર પણ ઓળખતા નથી. હા, કુલાચારથી ધર્મ કરો છો પણ તમારી રુચિ સંસારાભિમુખ છે કે પરમાત્માભિમુખ ? તેને તપાસો.
અધ્યાત્મ શાસ્ત્ર જ દુઃખથી મુક્તિ અપાવે છે અધ્યાત્મ શાસ્ત્ર સિવાયનાં અર્થ-કામને લગતાં બધાં શાસ્ત્રો પાપશાસ્ત્ર છે. એ શાસ્ત્રો આરંભ-સમારંભ કરાવી પાપ બંધાવે છે, એની આસક્તિથી . જીવ સંસારમાં રખડે છે, અને જીવને દુઃખી કરે છે. અધ્યાત્મશાસ્ત્ર જીવને દુ:ખથી મુક્ત કરવામાં મદદગાર બને છે. ઓઘદૃષ્ટિના પ્રભાવે અનાદિની ઘરેડ ચાલુ રહે છે, ખાવું-પીવું, એશ-આરામ, રાજ્યકથાદિ પ્રમાદની આધીનતા રહે છે. અધ્યાત્મ સિવાયના શાસ્ત્રો ભણવાથી સંજ્ઞાનું જ પોષણ થવાનું છે.
સંજ્ઞાનું શોષણ કરનાર અધ્યાત્મ જ છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org