________________
૩૦૪
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
હતા. મૃત્યુ પછી કેટલાક ભવો પછી એનો જન્મ પર્વતની ટોચ ઉપર નાળિયેરીના વૃક્ષ તરીકે થયો અને પછી પૂર્વભવની પરિગ્રહની ઓઘસંજ્ઞાના બળે તેણે પોતાનાં મૂળિયાં ઠેઠ જ્યાં ધન દાટ્યું હતું ત્યાં તળેટી સુધી લંબાવ્યાં હતાં. આજે મનથી તે વસ્તુનો જરાપણ ખ્યાલ નથી. એકેન્દ્રિય છે, માટે દ્રવ્યમાન નથી. છતાં તે મનુષ્યના ભવમાં પરિગ્રહ સંજ્ઞાના સંસ્કાર કેવા દઢ કર્યા હશે કે, આજે વ્યક્તરૂપે મન ન હોવા છતાં પણ ત્યાં તળેટી સુધી પોતાનાં મૂળિયાંને લંબાવીને તૃપ્તિનો અનુભવ કરે છે.
કૂવામાં પારો હોય છે, તેના ઉપર સોહાગણ સ્ત્રી જ્યારે પાનની પિચકારી નાખે છે, ત્યારે પારો ઊછળે છે અને તે વખતે તે અવ્યક્ત આનંદ પામે છે.
મૈથુનસંજ્ઞાના પ્રભાવે અશોક, બકુલ વગેરે વૃક્ષો સ્ત્રીની લાત ખાતાં પુષ્પિત થાય છે. સૌમ્ય સંગીત સાંભળવાથી દૂઝણાં ઢોરો વધુ દૂધ આપે છે એવું આજે વિજ્ઞાને પુરવાર કર્યું છે.
પુદ્ગલમાં જ સર્વસ્વ જોનારી દષ્ટિ તે ઓઘદૃષ્ટિ છે. ચરમાવર્તિમાં ધર્મ ન પામે તે પહેલાં આ ઓઘદૃષ્ટિ હોય છે. ધર્મ સાંભળે, ધર્મ બીજાને સમજાવે તો પણ જો આત્માને ધર્મ સ્પર્શતો નથી તો તે મિથ્યાત્વી છે. મિથ્યાત્વીને સતત કર્મબંધ ચાલુ હોય છે કારણકે પાંચ ઈન્દ્રિયોના વિષયો, દેહ, દેહના ભોગ સિવાય તેને બીજું કંઈ દેખાતું નથી. તે સ્ત્રીનું, કુટુંબનું પાલન કરે પણ આત્માને-ચેતનને ખ્યાલમાં નથી રાખતો. પોતાના અને આશ્રિતના દેહનું જ સતત લક્ષ હોવાથી તેની દૃષ્ટિ ઓઘદૃષ્ટિમાં આવે છે. અનંતકાળના સંસ્કારોથી પુષ્ટ થયેલી આ ઓઘદૃષ્ટિ જીવને કર્મ બંધાવનારી છે. આહારસંજ્ઞા કેવી ખરાબ છે. ઉત્પત્તિના પ્રથમ સમયે જીવ કામણ કાયયોગથી ઓજહાર કરે છે. એમાંથી શરીર બનાવે છે. પછી નાનું કુટુંબ ઊભું કરે છે એને ખાતર જીવન પૂરું કરે છે. દેહદષ્ટિ એ જ સંસાર છે એનાથી અનંતા જન્મ – મરણો થાય છે.
આત્મા પરલોક અનુયાયી છે આત્મદૃષ્ટિ આત્મસ્વરૂપની રુચિ એ મોક્ષમાર્ગ છે. આખા જગતને ચર્મચક્ષુથી જોતાં દેહભાવ પુષ્ટ થાય છે અને પોતાના નામ, રૂપને અમર કરવા માટે જીવ પુરુષાર્થ કરે છે. હું વક્તા બનીશ તો નામના કીર્તિ થશે.
હું જ્ઞાની બનીશ તો સમાજમાં status ઊભું થશે. હું વિદ્વાન બનીશ તો મારાં પૂતળાં ચોમેર મુકાશે.
પણ તારે એની જોડે શું સંબંધ છે ? તું મૃત્યુ પામ્યા પછી જોવા માટે ઊભો રહેવાનો નથી કે, લોકો મારા નામે શું કામ કરે છે ? તું આજે જે વાતાવરણ ઊભું કરી રહ્યો છે તે કેટલા વખત માટે છે ? સ્ટ્રક્ટર નાશ પામે છે પછી બીજી દુનિયામાં ચાલ્યા જવું પડે છે. ત્યાં આમાંનું કશું
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org