________________
ધર્મનું વિશદ સ્વરૂપ
૩૦૧
છે, દષ્ટિ છે, સાધના છે. ક્યા સમયે કયા નયનો ઉપયોગ કરવાથી આપણને સમાધિ રહે ને સામાને સમાધિ રહે એ સમ્યક્વીનું જીવન છે. જેણે પરમાત્મસ્વરૂપ આંશિક પણ અનુભવ્યું છે તે બીજા કેવા છે ?' એવી ચર્ચામાં પડતા નથી.
આત્મા, પરમાત્મા ચર્ચાનો વિષય નથી પણ અનુભૂતિનો વિષય છે. જંબુવિજયજી મ.સા.ને ઘણાં વર્ષો પહેલાં મહારાષ્ટ્રમાં એક સાધક આત્માનો પરિચય થયો. ઈશ્વર જગતક્ત નથી વગેરે. કહેતા પેલા સાધકે કહ્યું કે મહારાજશ્રી ઈશ્વર એ ચર્ચા – વિચારણા કે ખંડન - મંડનનો વિષય નથી ઈશ્વર એવી ચીજ છે કે તેનું ખંડન પણ ન થઈ શકે મંડન પણ ન થઈ શકે. તેનો તો માત્ર અનુભવ જ કરવાનો હોય ત્યારથી જંબુવિજય મ.સા.ને એ વાત બેસી ગઈ અને નક્કી કર્યું કે ઈશ્વરના ખંડન - મંડનમાં પડવું નહીં. જે ચીજ અનુભવનો વિષય છે તેમાં ખંડન - મંડન કરી શા માટે શક્તિને વેડફવી ? એ શક્તિને અનુભવવા માટે શા માટે ન વાપરવી. ઉપાધ્યાયજી મ.સા.ને પણ ગ્રંથિભેદ થયો ત્યારે તેમના ઉદ્ગાર ઇતને દીન તુમ નાંહી પિછાન્યો મેરો જનમ ગયો અજાનમેં !
જેમ સાકર એ અનુભૂતિની વસ્તુ છે વાદ વિવાદની વસ્તુ નથી. તેની મીઠાશને અનુભવ કરીને આગળ વધો.
4. પ્રેમની એક વિશેષતા એ છે કે એ કોઈની પણ ભૂલનો ક્યારેય
દસ્તાવેજ રાખતો નથી. - સમર્પણ – સંકલ્પ – સત્ત્વ અને સાધના, આ ચાર પરિબળો સિદ્ધિ
માટે અતિ મહત્ત્વનાં છે. પરમાત્માની ભક્તિનાં બે ફળ છે. પહેલા નંબરમાં દુ:ખ આવે જ નહિ. બીજા નંબરમાં દુ:ખ કદાચ આવે તોય એ દુ:ખરૂપ
લાગે જ નહિ. * આવતી કાલ પહેલી આવશે કે આવતો જન્મ પહેલાં આવશે,
એની કોઈ આગાહી કરી શકાય તેમ નથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org