________________
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
લાગે તો સ્વીકારવા માટે સાધકે તૈયાર રહેવું જોઈએ. આ જ સ્યાદ્વાદની ઉપાસના છે.
સંસારમાં પણ તમે તમારા આગ્રહથી ચાલો છો માટે દુઃખી થાવ છો. વિચારોનો આગ્રહ ન રાખતાં સાક્ષીભાવ રાખો.
Be the witness of your thoughts, not the victim of your thoughts.
દષ્ટિની કેળવણી એ અધ્યાત્મ છે.
તમારી માન્યતાથી બીજાની માન્યતા જુદી હોય ત્યાં વિચારો કે તે કોઈક દૃષ્ટિથી સાચો છે કે નહીં ? તે શોધતાં આવડી જાય તો વાદ - વિવાદ – ક્લેશ ઝઘડો બધું બંધ થઈ જાય અને તમે જો તમારી વિચારધારાને વળગી જ રહો તો જીવનમાં અશાંતિ વધી જશે. અને સામો માણસ ધારો કે કોઈ દૃષ્ટિથી સાચો નથી તો પણ વાદ કરવો નહીં, તેને ખોટા કહેવા નહીં, કાળ વિલંબ કરો. તેની ખોટી વાતને કહેવા માટે દ્રવ્ય – ક્ષેત્ર, કાળ, ભાવ બધું જોવું પડે છે. સારી વાત કહેવામાં દ્રવ્ય - ક્ષેત્ર – કાળ - ભાવ જોવા પડતા નથી. તમે બહુ સારા છો, તમે ઉદાર છો, દાનવીર છો, પરગજુ છો, એવું કહેવા માટે દ્રવ્યાદિ જોવા પડતાં નથી. એ તો સૌને ગમે છે. પણ કોઈને ફટ દઈને ખોટા કહેવાથી તેને દુ:ખ થશે, ક્લેશ થશે, સંઘર્ષ થશે. ત્યાં ધીરજ રાખવી જોઈએ. સત્ય એ કહેવાનું નથી હોતું, જીવવાનું હોય છે. યોગ્ય વ્યક્તિને અપેક્ષા હોય તો કહેવાનું હોય છે. મેલેરિયાની સામે ક્વીનાઈન કડવી ચીજ તેના પ્રતિકારરૂપે શોધી પણ એને સુગર કોટેડ કરી આપવી પડે છે. લૂકોઝના બાટલામાં આપવી પડે છે તો જ તે બીજાથી સ્વીકાર્ય બને છે. ડૉક્ટરે પણ કોઈના પેટ ઉપર છરી મૂકવી હોય તો ક્લોરોફોર્મ આપવું પડે છે. બસ, તેવી જ રીતે જ ચીજ જેને ગમતી નથી તેને તે ચીજ આપવી હોય તો દ્રવ્યાદિ જોવા પડે. સામેના દષ્ટિકોણને વિચાર્યા પછી તેના હિત માટે બોલવાનું છે. સોનાની લગડી પણ ધગધગતી ભેટ ન અપાય. તમને સારું લાગે એટલામાત્રથી બોલાય નહીં. આમાં જીવનું હિત થાય માટે બોલવાનું છે. સમ્યકત્વ પહેલાં અહંકાર હોય છે. સમ્યકત્વની ગેરહાજરીમાં આ અહંકાર બીજાના સ્પોટ ઉપર ઘા કર્યા કરે છે અને જ્યારે પોતાના સ્પોટ ઉપર ઘા આવે છે ત્યારે છંછેડાય છે.
બીજાના સ્પોટ ઉપર ઘા કરવામાં અહંકારીને આનંદ આવે છે. પરંતુ એ તામસભાવ છે. એને બીજાને છંછેડવામાં આનંદ આવે છે. સમ્યકત્વી કોઈના સ્પોટ ઉપર ઘા કરતો નથી અને કોઈ તેના સ્પોટ ઉપર ઘા કરે તો સમાધાન કરી, જતું કરી આગળ વધે છે. સાત નો એ આપણું જીવન
Jain Education International 2010_05
F
or Private & Personal Use Only
www.jainelibrary.org