________________
ત્રણે યોગની સાધના માટેનું માર્ગદર્શન
બાહ્ય જગતને જોઈને આપણે અંદરમાં, મતિજ્ઞાનમાં ચિતરામણ કરી રહ્યા છીએ, એને બંધ કરવાનું છે. તમારી રુચિ – શક્તિ પ્રમાણે કોઈ પણ શક્ય એક યોગને પકડો. દાનનો, તપનો કોઈપણ એક યોગને પકડો. બીજા યોગ પ્રત્યે અનુમોદન રાખો, વાત્સલ્ય રાખો. બીજા યોગની શ્રદ્ધા રાખો. શ્રદ્ધા જીવને ઘણો આગળ વધારે છે. એક પણ સારો યોગ આત્માને આગળ લઈ જાય છે. બાહ્યતપથી રાગ અંદરમાં પડ્યો પડ્યો શોષાઈ જાય છે. નિમિત્તના અભાવમાં કોઈ વિકલ્પ ઊઠતો નથી માટે નિમિત્તોથી દૂર રહેવું. નક્કી કરો કે મારે પર પદાર્થમાં ઉપયોગને રમાડવો નથી. પરપદાર્થમાં ઉપયોગને રમાડવો તે અનંતાનુબંધી કષાય છે. પરપદાર્થમાં ઉપયોગને રમાડવો તે આત્માના વૈરાગ્યની ખામી છે. પુદ્ગલને પામીને આંતરિક જગત ઊભું ન કરો. આ મારી પત્ની, આ મારો પુત્ર, આ મારું ઘર, હું આવો, હું તેવો આ આંતરિક જગત આપણે ઊભું કર્યું છે આ આંતરિક જગતનો આપણે નાશ કરવો પડશે. નિર્વિકલ્પ સાધના કરવી પડશે.
બાહ્યતાના આલંબનથી રાગનો એક કણ પણ હેરાન ન કરે એવી સ્થિતિ ઊભી કરો. અપ્રશસ્ત બાહ્યયોગના આલંબનથી ઊભા કરેલા આ સંસારને પ્રશસ્ત બાહ્યયોગના આલંબનથી જ ઉખેડવો રહ્યો. પ્રભુએ આ જ પ્રક્રિયા કરી છે.
મૌન દ્વારા, ઊભા રહેવા દ્વારા, ધ્યાન દ્વારા પ્રભુએ ત્રણે યોગથી સંવર કર્યો છે. સંવર આવે એટલે નિર્જરા આવે. સંવર અને નિર્જરા એ બે મોક્ષમાર્ગ છે.
સંસારી જીવો ત્રણે યોગને સંસારમાં વાપરે છે. તેથી આસ્રવ આવે છે. સંવર બાજુ પર રહી જાય છે અને ઉપયોગ બાહ્ય બને છે અને જીવને આસવમાં ટીચાવાનું થાય છે. તમે તમારા જીવનના દ્રવ્ય - ક્ષેત્ર – કાળ - ભાવને આશ્રયીને યોગનું નિયમન કરો. દાખલા તરીકે નક્કી કરો કે મનોયોગ કાર્યમાં વ્યાપૃત ન હોય ત્યારે (૧) ““અરિહંત' “અરિહંત''ના નાદમાં (૨) “વીતરાગ' “વીતરાગ' એ મારું સ્વરૂપ છે અને (૩) “આણા એ ધમ્મો” આ સ્વરૂપ મને પ્રભુની આજ્ઞા પાળવાથી મળશે. આ ત્રણ વસ્તુ મનમાં ઘૂંટ્યા કરો. ૪00 વાર “અરિહંત' બોલવાથી એક ઉપવાસનો લાભ મળે છે. ૩૦૦ વાર “અરિહંત - સિદ્ધ' બોલવાથી એક ઉપવાસનો લાભ મળે છે. વચનનો ઉપયોગ કરો ત્યારે નક્કી રાખો કે હું અસત્ય નહીં બોલું
અસત્ય, અપ્રિય, સ્વપ્રશંસા, પરનિંદા, અને નકામું - વ્યર્થ આ પાંચ વસ્તુ Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org