________________
૧૮૨
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
ને છેલ્લામાં ભેદ શું ? પહેલામાં સંસારી અવસ્થા બતાવી છે અને છેલ્લે મોક્ષ મૂકીને કહ્યું કે, જીવે આવા જ બનવાનું છે અને શેના દ્વારા બનવાનું છે ? તે બતાવવા માટે વચલાં તત્ત્વો છે. આશ્રવ, બંધ છોડવાના છે. આશ્રવમાં પુણ્ય – પાપ આવી જાય છે. સંવર - નિર્જરા આચરવાના છે અને તેનાથી છેલ્લે મોક્ષ પામવાનો છે. આજે નવતત્ત્વના ભાગા ગણગણ કરે છે. પણ મારો આત્મા નવતત્ત્વના કયા ભેદમાં વર્તે છે ? એ ખબર ન પડે તો નવતત્ત્વ ભણ્યા કેવી રીતે કહેવાઈએ ? નવતત્ત્વમાંથી એક પ્રશ્ન પૂછું ? આશ્રવ હેય લાગ્યો છે ?
મારે આશ્રવમાં સંતોષ માનવાનો નથી, મારે પુણ્ય ઉપર પણ વિશ્વાસ મુકવાનો નથી, અંતે પુણ્યને છોડીને મારે મોક્ષ પામવાનો છે. આવી વિચારસરણી તૈયાર થઈ હોય તેના નવતત્ત્વ ભણેલા સાર્થક છે.
કર્મને આવવાનાં કારો એ આશ્રવ છે
સંસાર આશ્રવથી ચાલે છે. નવતત્ત્વ ભણ્યા પછી આશ્રવનો ભય લાગવો જોઈએ, સંવર - નિર્જરા ગમવાં જોઈએ, હેયોપાદેયનો યથાર્થ વિવેક આપવો જોઈએ.
- નિર્જરા ગમી ક્યારે કહેવાય ? જેને આત્મસ્વરૂપની પ્રાપ્તિની સતત ઝંખના હોય, સમતાભાવ આત્મસાત કર્યો હોય, કષાય ન થાય તેવી સ્થિતિ ઊભી કરી હોય એટલે કે કષાય ન થાય તેની સતત જાગૃતિ રાખતો હોય, સામાયિકમાં આત્મા અંદરમાં ડૂબકી મારીને સમતા - સમાધિ પ્રાપ્ત કરતો હોય, તો નિર્જરા ગમી કહેવાય. બીજું ખાસ એ સાચવવાનું કે સામાયિક તો એક કલાક છે. પણ વિપરીત પરિણામ પછી પણ ન સ્પર્શે તો નિર્જરા થાય છે.
આત્માનો ઉપયોગ જ્યારે ક્ષમાથી ભાવિત બન્યો હોય, ક્ષમામય બન્યો હોય, ત્યારે ક્રોધાદિ કષાયોની નિર્જરા થાય છે. ક્ષમાને સહન કરી લીધી હોય તે જીવને વિપરીત પરિણામ એટલે કે ક્રોધાદિ સ્પર્શે જ નહીં. કોઈ ગાળ દે તોય તેને ક્ષમાનો પરિણામ સતત હોવાથી નિર્જરા થાય છે. સાધક ખાવાપીવાની પ્રવૃત્તિ કરે, પહેરવા - ઓઢવાની પ્રવૃત્તિ કરે, વેપાર - ધંધાની પ્રવૃત્તિ કરે. પણ ક્ષમાને ઉપયોગમાં સ્થાપેલી રાખે છે. અને તો જ નિર્જરા શક્ય બને છે.
ધર્મમાં સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ. અહીં સૂક્ષ્મ બુદ્ધિ લઈને આવ્યા છો ? મારી આ વાતો સમજાય છે ? જીવ બજારમાં, ધંધામાં, સંસારમાં સૂક્ષ્મબુદ્ધિથી આગળ વધે છે અને અહીં આવે ત્યારે કોદાળા જેવી બુદ્ધિ રાખીને આવે છે. અહીં સૂક્ષ્મમાં સૂક્ષ્મ બુદ્ધિ લઈને આવવું જોઈએ. જુઓ આ ક્ષયોપશમ દુર્લભ નથી. જેને જેનો ખપ છે તેને માટે તે દુર્લભ નથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org