________________
૨૬૨
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
હોય છે. પ્રેમ અને કરુણાની ભાવનાથી વિષય કષાયનો રસ મંદ પડે છે. તે અંગે તીર્થંકર નામકર્મ બંધાય છે. પૂર્વના ભવમાં જે આત્મા પ્રેમ અને કરુણાનું બીજ વાવે છે તેના પ્રભાવે પછીના ભવે ઉપસર્ગ કાળે ઉપસર્ગ કરનાર જીવ ઉપર દ્વેષ થતો નથી. ભાવભેદ થતો નથી. ઉપસર્ગ કરનાર જીવ પ્રત્યે પણ બ્રહ્મદેષ્ટિ વર્તે છે.
જૈનશાસન ત્યાગ કરવાનું કહે છે. તપમાં આહાર ત્યાગ છે, ભાવમાં કષાયનો ત્યાગ છે. દાનમાં પૈસાનો ત્યાગ છે, શીલમાં ઈદ્રિયોની રમણતાનો ત્યાગ છે, સુખશીલતાનો ત્યાગ છે. આમ દાન - શીલ - તપ - ભાવ સ્પર્શે તેને ત્યાગ પ્રધાન ધર્મ સ્પર્યો કહેવાય. અંદરનું છોડો, બહારનું છોડો, તમારું નથી તેને છોડો. અંદરમાં જે કચરા પડ્યા છે તેને છોડો. કષાયો કચરા છે બહારથી વિષયો છોડો, અંદરથી કષાયો છોડો - આ બંને નહીં છોડો તો કર્મસત્તા કહે છે - તો હું તને નહીં છોડું. જ્ઞાની કહે છે જે છોડાય એવું છે તે છોડો, જે છોડાય એવું નથી તેની મમતાને છોડો - દેહ છોડાય એમ નથી તો તપ ત્યાગ, સંયમ દ્વારા એના રાગને તોડી નાખો. એ ભાવથી છોડ્યું કહેવાય. જે છૂટી શકે તેને દ્રવ્ય - ભાવથી છોડવાનું છે ને જે ન છૂટે એવું હોય તેને ભાવથી છોડવાનું છે.
જેના મૂળમાં વૈરાગ્ય પડ્યો છે તે સાચા અર્થમાં ત્યાગી છે. ભોગોની વાસનાથી વિષયાસક્તિ નહીં છોડી શકો તો પ્રત્યેક સમયે કામણવર્ગણા ચોટ્યા જ કરશે. એનાથી તમારો આત્મા મલિન, મલિનતર બનતો જશે. આપણે તો ઔદયિકભાવોની તાણમાંથી છૂટી ક્ષયોપશમ ભાવોની સાધના કરીને આત્માના ક્ષાયિકભાવોના ધર્મોને પ્રગટાવવાના છે. આમ થતાં સરાગસંયમ વીતરાગસંયમ બને છે. વૈરાગ્યની પરિણતિ વીતરાગ સ્વરૂપ બને છે. પણ આ સ્થિતિ પામવા માટે સમજવું પડશે કે વિષયો વિડંબના કરનાર છે. વિષયોમાં સુખ દેખાય છે એ માન્યતા મિથ્યાત્વ મોહનીયના ઘરની છે. વિષયોમાં સુખની અનુભૂતિ એ ચારિત્રમોહનીયના ઘરની છે.
કર્મના ઉદયે વસ્તુ ગમે, વસ્તુ સારી લાગે તે અવિરતિનો ઉદય છે પણ આ અવિરતિને સારી માને તે મિથ્યાત્વનો ઉદય સમજવો. પદાર્થો ગમવા તે વિરતિનો અભાવ છે, અવિરતિનો ઉદય છે પણ પદાર્થોના ઇષ્ટત્વ ઉપર, ગમા ઉપર અણગમો હોવો જોઈએ. ગમા ઉપર ગમો થાય તે મિથ્યાત્વનો ઉદય સમજવો. અજ્ઞાન દશા સમજવી. કેન્સરનો દર્દી હોય એને સીગરેટ પીવાની ટેવ હોય તેના માટે ધૂમ્રપાન ઝેર હોય, તે જાણતો હોય અને છોડી શકતો ન હોય તો ચારિત્રમોહનો ઉદય સમજવો પણ એ ધૂમ્રપાનને સારું માને તો મિથ્યામોહનો ઉદય છે. અજ્ઞાન છે. એમ મુમુક્ષુ વિષયોને દુઃખનું કારણ માને. છોડી ન શકે એ બીજા નંબરની વાત છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org