________________
૨૮o
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
આવરે છે એટલે કેવળજ્ઞાનનાં વિશેષણો રૂપે અરૂપી અગુરુલઘુ અક્ષય સ્થિતિ અને અનંત અવ્યાબાધ સુખ હોવા છતાં કેવળી દેહસ્થ - ભવોપગ્રાહી કર્મયુક્ત – હોવાથી તેનો આત્મા રૂપી છે, ગુરુલઘુ છે, ક્ષયસ્થિતિવાળો છે અને પ્રદેશજન્ય સુખના અભાવવાળો છે. અઘાતી કર્મોનો ક્ષયથી હવે આત્મપ્રદેશો અરૂપી બન્યા, અગુરુલઘુ બન્યા, અક્ષયસ્થિતિવાળા (સાદિ – અનંત ભાગે મોલમાં પહોંચ્યા) અને અનંત અવ્યાબાધ સુખવાળા બન્યા. શાતા, અશાતા બંનેના ઉદયથી રહિત આત્માના પ્રદેશો અનંત અવ્યાબાધ સુખના માલિક બન્યા.
કેવળીને ઉપયોગનું અનંત સુખ છે પણ પ્રદેશનું સુખ નથી. કારણ કે અઘાતી કર્મોનો ઉદય છે. સિદ્ધોને ઉપયોગનું તથા પ્રદેશનું અસંતું સુખ છે. તે આત્મપ્રદેશની સ્થિરતા થવા રૂપ જ પ્રદેશનું અનંતસુખ કહી શકાય. તેરમા ગુણસ્થાનકે અનંત આનંદવેદન હોવા છતાં આત્મપ્રદેશો ઉપર અઘાતી કર્મના ઉદયની અશુદ્ધિ હતી. તે, આત્મા સિદ્ધ થતાં નીકળી જાય છે. આમ અશુદ્ધિ નીકળી જતાં આત્મપ્રદેશોની - સ્થિરતા થતાં, તેરમા ગુણસ્થાનકે શાતા કે અશાતા વેદનીયના ઉદયથી જે શાતા – અશાતા દૃશ્યમાન હતી તે હવે રહેતી નથી. બાકી આનંદવેદન તો તેરમા ગુણસ્થાનકના પહેલા સમયથી માંડીને સાદિ – અનંતકાળ સુધી એક જ સરખું રહે છે.
અઘાતકર્મના નાશથી જે અવ્યાબાધ સુખ કહીએ છીએ તે આત્મપ્રદેશોની વ્યાબાધા = કંપનતા નીકળી ગઈ છે તે જ અવ્યાબાધતા જાણવી અને તે જ અવ્યાબાધ સુખ છે. આનંદવેદનનો અભેદ આધાર જ્ઞાનોપયોગ છે અને જ્ઞાનપયોગ પૂર્ણતાને પામ્યો તો તેમાંથી આનંદવેદન પણ પૂર્ણ જ બને. આયોજયકરણ આવે એટલે બીજો સામર્થ્યયોગ પૂરો થાય છે અને આત્માને આત્માના અનંત ગુણોની અનુભૂતિ થાય છે.
આ બધી સ્થિતિને પામવા માટે સૌ પ્રથમ ભવ્યજીવ યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ કરે છે. આ ત્રણમાંથી અભવ્યને એક જ યથાપ્રવૃત્તકરણ હોય છે. આત્મપરિણામ એ કરણ છે - અધ્યવસાય છે.
જીવ અંતઃ કોડાકોડી સાગરોપમની સ્થિતિ કરે ત્યારે યથાપ્રવૃત્તકરણ થાય છે - મોહનીયકર્મની ૭૦ કો.કો.માંથી ૬૯ કો.કો. ખપાવવાની છે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, અંતરાયકર્મની ૩૦ કો.કો.માંથી ૨૯ ખપાવીને ને નામ, ગોત્ર કર્મની ૨૦ કો.કો.માંથી ૧૯ કો.કો.કમ ખપાવીને માત્ર કોડાકોડી સાગરોપમમાં પણ કંઈક ઓછી સ્થિતિ થવાથી યથાપ્રવૃત્તકરણ પ્રાપ્ત થાય છે. આટલું કરવામાં જીવને બહુ પ્રયત્નવિશેષ કરવો પડતો નથી. જેવી રીતે સહરાના રણમાં પવનના ઝપાટાથી રેતીના ઢગલાને ઉડાડવામાં બહુ તકલીફ પડતી નથી. આ સ્થિતિએ અભવ્ય પણ અનંતીવાર આવે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org