________________
આયોજ્યકરણ
૨૮૯
પારકા ઘરમાં આત્મત્વની - પોતાપણાની બુદ્ધિ કરીને જીવતો હતો અને પારકા ઘરમાં રહીને બધું કરતો હતો. સમકિત પામતાં પહેલાં દેહાત્મબુદ્ધિ સ્વરૂપ અહંકાર હોવાથી પદાર્થનો બોધ સ્વચ્છ નથી હોતો. અહીં જ્ઞાન અધૂરું હોય છે, માટે અસ્પષ્ટ હોય છે અને અહંકારથી ભળેલું હોય છે માટે અસ્વચ્છ હોય છે. આ જીવે પોતાની બુદ્ધિમાં જે વસ્તુનો જે રીતે સ્વીકાર કર્યો હોય તે રીતે જ વસ્તુને માને છે. પદાર્થના બીજા સ્વરૂપને સ્વીકારવા જેટલી નયષ્ટિનો તેનામાં વિકાસ થયેલો હોતો નથી.
પદાર્થના વિરુદ્ધ ધર્મોના યથાયોગ્ય સમાધાન માટેની નિયષ્ટિ સમ્યક્ત્વીને પ્રાપ્ત થાય છે. પદાર્થના અનંતધર્મો છે તે ગૌણ - મુખ્યભાવે રહેતા હોય છે તે દરેક ધર્મોને જોવાથી પદાર્થનો યથાર્થ બોધ થાય છે. દા.ત. માટીનો ઘડો છે તેમાં આ ઘડો માટીનો છે, શિયાળાનો છે, અમદાવાદનો છે, રામલાલનો છે, કુંભારનો છે એમ જુદી જુદી અપેક્ષાએ તેનું વર્ણન થઈ શકે છે. ઉત્પત્તિની અપેક્ષાએ આ ઘડો માટીનો છે એમ કહ્યું, બનાવનારની અપેક્ષાએ આ ઘડો કુંભારનો છે એમ કહ્યું, વેચી દીધા પછી માલિકીની અપેક્ષાએ રામલાલનો છે એમ કહ્યું, કાળની અપેક્ષાએ શિયાળાનો છે એમ કહ્યું. ક્ષેત્રની અપેક્ષાએ આ ઘડો અમદાવાદનો છે એમ કહ્યું. આ બધી વિવેક્ષાઓ છે. વિપક્ષા ભેદ બધા નો સત્ય છે. અનંતધર્માત્મક પદાર્થના કયા ધર્મની વિવક્ષાએ તમે વાત કરો છો તે સમજી લો. જેને સામા માણસના દૃષ્ટિકોણને સમજવાની તૈયારી નથી તે પોતાની માન્યતાને આગળ કરીને વિસંવાદ ઊભો કરે છે. સંઘર્ષો ઊભા કરે છે, સંક્લેશો ઊભા કરે છે.
એક વ્યક્તિ છે તે પોતાના નોકરની અપેક્ષાઓ શેઠ છે, પણ પોતાના શેઠની અપેક્ષાએ તે નોકર પણ છે. આમ વિરુદ્ધ દેખાતા ધર્મો પણ એક વ્યક્તિમાં ભિન્ન ભિન્ન અપેક્ષાએ હોઈ શકે છે.
સુખી થવાના ઉપાય * લડાઈ થાય તેવું બોલવું નહિ. - દેવું થાય તેવું ખર્ચવું નહિ. . - માંદા થાય તેવું ખાવું નહિ. - પાપ થાય તેવું કરવું નહિ. * બને તે આપવું પણ જામીન થતાં વિચારવું.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org