________________
ધર્મનું વિશદ સ્વરૂપ જૈનદર્શન તો વ્યવહાર-નિશ્ચય, પ્રવૃત્તિ-નિવૃત્તિ ઉભય રીતે ધર્મની સાધના બતાવે છે. વ્યવહારથી
નિશ્ચયથી
પ્રવૃત્તિરૂપ નિવૃત્તિરૂપ પ્રવૃત્તિરૂપ
નિવૃત્તિરૂપ પંચાચારનું
પાંચ ચાર સામાયિકમાં વિષય પાલન અવ્રતથી રહેવું
કષાયથી અટકવું
નિવર્તન
પરિણામ પ્રવૃત્તિ રૂપવ્યવહાર ધર્મમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર ને બાહ્ય અને અત્યંતર પ્રક્રિયાથી સમજવા જરૂરી છે.
બાહ્ય જ્ઞાનાચારમાં નવકારમંત્રથી ચૌદપૂર્વ જેટલો અભ્યાસ કરવો અને તે પણ કાલે, વિણયે વગેરે આઠ આચારોને સેવવાપૂર્વક કરવો. ઉપધાન-પૂર્વક ભણવું જોઈએ. આનાથી એ ફલિત થાય છે કે ઉપધાન એ પૈસાનો ધુમાડો નથી પણ જીવમાં પાત્રતા કેળવવા માટેની પ્રક્રિયા છે. જેઓ આ સત્યને સમજતા નથી તેઓ ઉપધાન કરવા - કરાવવા માટે ઉલ્લસિત થતાં નથી. વ્યંજન, અર્થ અને તદુભયના આચાર પણ જીવને અંતર્મુખ બનાવવામાં ઉપકારી છે. જે ક્રિયા કરતા હોઈએ તેમાં આવતાં સૂત્રો ને સ્પષ્ટ બોલવાં જોઈએ, તેના અર્થનું આલંબન લેવું જોઈએ. અર્થાલંબન એ ભાવશુદ્ધિ અને વૃદ્ધિ માટેનો અમોઘ ઉપાય છે અને “તદુભયથી અર્થને અનુરૂપ પરિણતિ ઊભી કરવી જોઈએ. દા.ત. સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર બોલતા હોઈએ ત્યારે, “સિરસા વિંદે મહાવીર” એવો પાઠ આવે ત્યારે સ્પષ્ટપણે સૂત્ર બોલવું એ “વ્યંજન’ નામનો જ્ઞાનાચાર, પછી તેનો અર્થ વિચારવો કે હું મસ્તક વડે શ્રી મહાવીર પ્રભુને નમસ્કાર કરું છું' આ અર્થાલંબન થયું અને નમસ્કારનો ભાવ લાવવો એ તદુભય આચાર થયો. સાચો નમસ્કાર પરાધિક સ્વાપકર્ષ બોધાનુકુળ વ્યાપાર સ્વરૂપ હોય છે. એટલે શ્રી અરિહંત પ્રભુ એ આપણાથી અત્યંત મહાન છે એમના ગુણોના અવલંબનથી પોતાના દોષોનો વિચાર કરી દૂર કરવા એ ભાવ નમસ્કાર છે. આવી પરિણતિ એ “તદુભય' નામનો આચાર છે. વળી ગુરુના નામોને, કામોને ઓળવવા નહિ એ અનિન્દવ નામનો આચાર છે. આ બધો જ્ઞાનાચાર છે. બાહ્ય જ્ઞાનાચારનું માળખું આટલું મોટું છે.
અભ્યતર જ્ઞાનાચાર તો સતત નિર્વાણ પદની ઝંખના સ્વરૂપ છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org