________________
ધર્મનું વિશદ સ્વરૂપ
૨૯૭
પંચમહત્વજુતો પંચવિહાયારપાલણસમન્થો.”
પાપની જેમ પુણ્ય પણ છોડવાનું છે. અરે કોઈપણ વ્યવહાર તોડવાનો નથી અને બધો વ્યવહાર ક્રમે ક્રમે છોડવાનો છે એનું લક્ષ્ય હોય તો જીવને વિવેક આવ્યા વગર રહે નહિ. પાપને હઠાવવા પુણ્યની જરૂર છે, આના સમર્થનમાં શાસ્ત્રકાર એક પ્રસંગનું બહુ રોમાંચક વર્ણન કરતાં કહે છે, મારવાડની ઉજ્જડ ભૂમિ હોય. લૂંટારુનો બહુ ભય હોય; પૈસા, માલ, મિલકત લૂંટાઈ જાય એવી સંપૂર્ણ સંભાવના હોય, સ્ટેશનથી ગામ દૂર હોય ત્યારે ડાહ્યો માણસ રસ્તામાં સાથે ચોકિયાત રાખે, વળાઉ રાખે, વળાવો કોણ બની શકે ? જે ચોરોની જમાતને બરોબર ઓળખતો હોય તે વળાઉ બની શકે. ચોરોની સામે પ્રત્યાઘાત રૂપે ચોરો જેવો હાકોટો કરે તેવો જ સામો પડઘો આપે એટલે ચોરો સમજે કે આ તો આપણને ઓળખે છે એટલે પેલા ભાગી જાય.
પ્રશ્ન : વળાવો ક્યાં સુધી રાખવાનો ? ઉત્તર : જ્યાં સુધી ભય હોય ત્યાં સુધી વળાવો રાખવો પડે.
પાપ કર્મો લુંટારા છે, પુણ્યકર્મો એ વળાવા છે. તમારે ક્યાં જવું છે ? તમારા ઈષ્ટસ્થાન રૂપ ઘર સમાન મોક્ષ છે.
મોક્ષે જતાં પાપકર્મો, વિષયો, કષાયો એ લૂંટારા મળવાના છે તેને જબ્બે કરવા માટે, જમ્બે ન થાય ત્યાં સુધી આપણને પુણ્યકર્મોની સહાયની જરૂર પડે છે. વળાવાને કોઈ પોતાનું ઘર બતાવે નહીં. મોક્ષ રૂપી ઘરે જવા માટે ક્ષપકશ્રેણી આવે એટલે ઘર દેખાય છે. પુણ્યકર્મ એ પણ છે તો ચોરની જાત. એને ઘર ન બતાવાય. તમે ક્ષપકશ્રેણીમાં આવો એટલે પુણ્યકર્મ કહે, હું જાઉં છું. ક્ષપકશ્રેણી સુધી જ ચોપડેલા પુણ્યની જરૂર છે. લૂખા પુણ્યની જરૂર નથી. પાપનુબંધી પુણ્ય એ લૂખું છે. બહુ ખરાબ છે. મારી નાંખશે. મામૂલી પુણ્યથી રાજી થવા જેવું નથી. શુભભાવોથી પણ રાજી થવા જેવું
નથી.
જ્યાં સુધી ઘર ન મળે ત્યાં સુધી પુણ્યાનુબંધી પુણ્ય સાથે રહે છે. તમને સમ્યગુ તત્ત્વનો રોગ – આદર – બહુમાન પેદા થયો. આ બહુમાનની તાકાત છે કે જીવની બધી નબળી કડીઓને તોડી નાંખે છે.
ક્ષપકશ્રેણી આવી એટલે પરસાળમાં પેઠો પછી પુણ્ય - પાપ બધા કચરા વાળીઝૂડીને સાફ કરવાના રહે છે. ક્ષપકશ્રેણીમાં પુણ્ય બંધાય પણ એને કશું ગમતું જ નથી, એને તો સ્વરૂપની તાલાવેલી છે. પુણ્યની ધરાર ઉપેક્ષા છે શ્રી નવકારમંત્ર સર્વપાપનો નાશ કરે છે. આ વાત વ્યવહારનયે સિદ્ધ કરે છે. દિગંબરો તો પુણ્યને માનતા નથી એમને મતે તો સવક—પણાસણો લખવું જરૂરી હતું !!!
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org