________________
૨૯૨
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
પહેલી ચાર દૃષ્ટિમાં દર્શનભેદ કેમ? પછીની ચાર દૃષ્ટિમાં કેમ નહીં ? –
જેઓ જૈનદર્શન નથી પામ્યા. નયવાદ નથી પામ્યા અને પદાર્થનો સૂક્ષ્મ બોધ પણ નથી પામ્યા અને માટે વિષયને નયવિવક્ષાથી ભલે સ્પષ્ટ ન કરી શકે પણ જો તેને ગ્રન્થિભેદ થઈ ગયો છે તો તેને આત્માની અનુભૂતિ થયેલી સમજવી. તેને સ્પષ્ટપણે સમજાયેલું હોય છે કે પાંચે ઈદ્રિયોના અનુકૂળ કે પ્રતિકૂળ વિષયોમાં સુખ નથી. વિષય અને કષાયમાં તો આત્માની માત્ર વિડંબના ને નાલેશી છે આ બોધથી તેને સમતામાં જ સુખ જણાય છે. સમતાની પરિણતિ આત્મામાં પ્રગટાવવા માટે તે પ્રયત્ન કરતો હોય છે. અન્યદર્શનમાં રહેલાને આ રીતે જિનવચનની શ્રદ્ધા છે અને તેથી નવતત્ત્વોમાં શ્રદ્ધા આવી ગઈ સમજવી. કારણ કે આત્માના ગુણોમાં જ સુખ છે એવી પ્રતીતિ થતાં મોક્ષ = આત્માનું શુદ્ધ સ્વરૂપ એ ઉપાદેય બની ગયું અને તે પ્રાપ્ત કરવા માટે સંવર અને નિર્જરા પણ ઉપાદેય બની ગયાં. સંસારના પદાર્થોમાં અને સંસારી વ્યક્તિઓમાં સુખ નથી, આ માન્યતા નક્કી થવાથી સંસાર સ્વતઃ હેય બની ગયો. આમ હેય - શેય – ઉપાદેયના યથાર્થ વિવેક રૂપ સમકિત તેને પ્રાપ્ત થયું એમ સમજવું જરૂરી છે. નવતત્ત્વ ભણ્યા એટલે સમકિત થયું એમ નથી પણ નવતત્ત્વને આ રીતે આત્મામાં જોડવાથી સમકિત થાય છે. જીવનું શુદ્ધ સ્વરૂપ એ મોક્ષ છે અને એને પ્રાપ્ત કરવા માટેનાં વચલાં સાત તત્ત્વો છે.
- જીવને પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પુણ્યાનુબંધી પુણ્યની મોક્ષના વળાવા તરીકે જરૂર છે. જ્યાં સુધી પાપતત્ત્વ પડ્યું છે ત્યાં સુધી એના પ્રતિપક્ષી બનીને આત્માનું રક્ષણ કરવા માટે પુણ્યાનુબંધી પુણ્યની જરૂર છે. પાપતત્ત્વ ગયા પછી પુણ્યતત્ત્વને કાઢવાની જરૂર નથી. ઓટોમેટીક નીકળી જાય છે. જેમ દિવેલ પીવાથી મળ નીકળી જાય છે; દિવેલને કાઢવા માટે કંઈ લેવાની જરૂર નથી તે મળની સાથે જ કાર્ય પતાવીને નીકળી જાય છે.
શંકા : આમ પુણ્યપાપ બંનેના નાશથી મોક્ષ થાય છે તો પછી શ્રી નમસ્કાર મહામંત્રમાં સવપાવપ્પણાસણો” કેમ લખ્યું ? “સબૂ મૂUTIFસt શા માટે ન લખ્યું ? એના સમાધાનમાં સમજવું કે શ્રી નમસ્કાર મહામંત્ર અને તેમાં બિરાજમાન પંચ પરમેષ્ઠી પદના આલંબનથી સમકિત પ્રગટે છે. મિથ્યાત્વનો નાશ થાય છે અને મિથ્યાત્વ એ આખા સંસારની જડ છે, તેનો નાશ થતાં વધુમાં વધુ અપાઈપુદ્ગલપરાવર્નમાં જીવનો મોક્ષ થાય છે. અને આ રીતે સર્વપાપનો નાશ થાય છે.
વળી પાપની વૃત્તિ અને પ્રવૃત્તિ એ સંસાર છે. જગતની અંદર જીવોની
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org