________________
સ્વરૂપ સત્ય ને સાધના સત્ય
૨૯૧
મોક્ષની લગની લગાડવા માટે સંવેગની પ્રાપ્તિ માટે આત્માની નિત્યતા બતાવી હોત તો વાંધો ન હતો પણ જગતની વ્યવસ્થા માટે નિયતા લાવ્યા તેથી જગતની નિત્યાનિત્ય વ્યવસ્થાનો અપલાપ થયો. આ ખોટું છે. આત્મા દ્રવ્યાર્થિક નયથી નિત્ય છે અને પર્યાયાર્થિક નયથી અનિત્ય છે. આપણો આત્મા ૮૪ લાખ યોનિમાં રખડી રહ્યો છે તે તેની નિત્યતા છે અને મનુષ્ય વગેરે ભવોમાં સાદિ-અંત પર્યાયવાળો રહે છે. એ તેની અનિત્યતા છે. ચૈતન્ય પોતે નિત્ય છે ચાહે તો સંસારપર્યાયમાં હોય કે ચાહે તો મોક્ષપર્યાયમાં હોય. પણ આત્મા અનાદિ - અનંત – સ્વયંભુ, અનુત્પન્ન, અવિનાશી, અરૂપી ચૈિતન્યદ્રવ્ય છે. કર્મ સંગે જન્મ – મરણ, ઉત્પાદ - વ્યયરૂપી દેહમાં જકડાવાનું બને છે. અને આ જ્ઞાનાવરણીય દ્રવ્યકર્મો પણ રાગાદિ ભાવકર્મોને આધીન છે અને આ ભાવકર્મો પણ નોકર્મ રૂપ દેહની આસક્તિને આધીન છે.
અમારી પાસે નયષ્ટિ છે, સમાધાનદૃષ્ટિ છે એટલે ગમે તેવા પદાર્થો આવે અમે એને ન્યાય આપી શકીએ છીએ. જૈનદર્શનમાં જન્મ્યો હોય છતાં પણ જેને પોતાના જીવનમાં નિયષ્ટિનો ઉઘાડ નથી, આત્માનું મહત્ત્વ સમજાયું નથી, તેને ક્યારે કયા પદાર્થમાં પકડ આવી જશે તે કહેવાય નહીં. એમાં પણ અસતુ તત્ત્વની પકડ આવી તો ભારે મિથ્યાત્વ હોવાનું અને તે જીવ યોગની પહેલી દષ્ટિમાં પણ નથી આવ્યો એમ સમજવું.
આત્મકલ્યાણમાં ઉપયોગી ચીજની પકડ રાખો એ તો સાત્ત્વિકતા છે. આચારનો આગ્રહ રાખી શકાય. મરી જાઉં તો પણ પચ્ચખાણ ન માંગું, મરી જાઉં તો પણ જુઠું ન બોલું, મરી જાઉં તો પણ ચોરી ન કરું. સાધનામાં આગ્રહ રાખી શકાય અને આ રીતે સત્ત્વ ફોરવવાથી જ ક્ષપકશ્રેણી મંડાશે.
જે વિષય સ્પષ્ટ નથી પણ જીવન જીવવામાં સહાયક છે તેમાં માન્યતાભેદ એવો ન રાખવો કે જે ભેદ તમને આત્મકલ્યાણથી નીચે ઉતારી દે.
જેમ જીવનમાં વૈરાગ્યની જરૂર છે તેમ કદાગ્રહનો, આગ્રહનો, પકડનો, અજ્ઞાનનો ત્યાગ પણ અતિશય જરૂરી છે. વૈરાગ્ય હોય અને સાથે કદાગ્રહ - અજ્ઞાન હોય તો પણ આત્મકલ્યાણ સુદૂર છે.
- અજ્ઞાની એવા મિથ્યાત્વીને નયષ્ટિનો ઉઘાડ ન હોવાથી અહંકારથી વાસિત બોધ રહેવાનો અને તે વખતે સ્વરૂપનો આનંદ ક્યાંથી હોય ? મોક્ષમાર્ગમાં આગળ વધવું હોય તો કદાગ્રહને તોડતાં શીખો, સ્થિરાદેષ્ટિ આવી ગઈ, નયવાદ આવી ગયો, ત્યાં આત્મા ઓળખાયો, વિવક્ષા ભેદો ખુલી ગયા, સમાધાનદૃષ્ટિ આવી ગઈ. સમ્યગ્દષ્ટિ સર્વત્ર સમાધાન શોધે. સમાધાનની કળા તેને હસ્તગત હોય. મિથ્યાત્વી પોતાના કદાગ્રહના કારણે સર્વત્ર ક્લેશ અને સંઘર્ષનો માર્ગ પકડે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org