________________
સ્વરૂપ સત્ય ને સાધના સત્ય
જેની પાસે નયદષ્ટિ નથી તેને સમાધાન થતું નથી, તેને જલ્દી કષાયો ઉદયમાં આવી શકે છે. આ નદૃષ્ટિ આપણા મતિજ્ઞાનને મુલાયમ રાખે છે. મતિજ્ઞાનને મુલાયમ રાખવું એ મોક્ષમાર્ગ છે. મતિજ્ઞાનમાંથી કર્કશતા કાઢી નાખવાથી જ મોક્ષમાર્ગમાં ઊભા રહી શકાશે.
તમે નોકરની એક નબળી કડી જોઈ. તમારી દૃષ્ટિથી તે વાત સાચી પણ છે પણ તે નોકર બીજી ઘણી રીતે ઉપયોગી પણ છે તે જોતાં આવડે તો તેના પ્રત્યેની કર્કશતા ના આવે. આ રીતે ભિન્ન ભિન્ન દૃષ્ટિથી જોતાં આત્માને મોક્ષમાર્ગમાં ઉપયોગી દૃષ્ટિથી જોતાં શીખવાની જરૂર છે.
સ્વરૂપસત્ય ગમે તે હોય પણ સાધના સત્યને સ્વીકારવાથી આત્માનો વિકાસ શક્ય બને છે. સ્વરૂપ સત્ય પદાર્થની, ઘટનાની, પ્રસંગની વાસ્તવિકતાનું દર્શન કરે છે. જ્યારે સાધના સત્ય સ્વ-પરને કર્મબંધ કેવી રીતે ન થાય તે રીતે પ્રસંગને મૂલવે છે. સીતાજીને પ્રપંચથી રથમાં મોકલી ને ભરજંગલમાં છોડી દેવાયાની ઘટનાને સીતાજીએ કઈ રીતે મૂલવી છે ? આર્યપુત્ર પાછળ રથમાં યાત્રા માટે આવે છે, આપણે આગળ જવાનું છે એમ બહાનું કાઢીને સીતાજીને જંગલમાં લઈ જવાયા છે. ત્યારે સીતાજી આડુંઅવળું કંઈ વિચારતાં નથી પણ આર્યપુત્રને સંદેશો પાઠવે છે કે કોઈની વાત સાંભળીને મારો તિરસ્કાર કર્યો એમાં તો મારા કર્મનો ઉદય કારણ છે પણ મિથ્યાત્વીની વાતો સાંભળીને જૈનધર્મનો ત્યાગ કદી ન કરતા. આમ કર્મબંધને રોકનારા, સ્વ-પરને અશુભ કર્મોની ઉદીરણા ન કરનારા આ સાધના સત્યને જોતાં આવડી જાય તો જીવનો વિકાસ અવિરતપણે થઈ શકે છે. સાધક મોહનીયકર્મના ક્ષયોપશમથી પદાર્થને એવી રીતે જોઈ શકે છે કે ક્યાંય કર્મની પકડમાં ન આવે અને જીવન સડસડાટ આગળ વધે. સાધકનો સાધના દ્વારા અહંકાર નીકળી જાય છે, આત્માનું સ્વરૂપ ઓળખાય છે. આત્માનંદની અનુભૂતિ થાય છે પણ આ બધું જિનશાસનની વફાદારીથી શક્ય છે. મોહરાજાની વફાદારીથી દોષની વૃદ્ધિ થતાં દુ:ખની અનુભૂતિ થાય છે.
બૌદ્ધદર્શને આત્માને ક્ષણિક માન્યો – અનિત્યતાનો આગ્રહ રાખ્યો. વેદાન્ત દર્શને આત્માને એકાન્ત નિત્ય માન્યો - નિત્યતાનો આગ્રહ રાખ્યો. આ માન્યતાભેદ છે. બધાં દર્શન એકાંતવાદના પાયા ઉપર છે. જૈનદર્શન અનેકાંતવાદના પાયા ઉપર છે. આત્માને વૈરાગ્ય પમાડવા માટે જગતની ક્ષણિકતાનો બૌદ્ધદર્શને વિચાર કર્યો હોત તો વાંધો નથી પણ જગતનું સ્વરૂપ એવું બતાવ્યું ત્યાં વાંધો છે, એ એનો એકાંત છે. એવી રીતે વેદાંત-દર્શને
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org