________________
૨૮૮
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
આત્મા અને પરમાત્માના દર્શનમાં પણ ભેદ પડે છે.
દષ્ટિના ભેદે દર્શનભેદ છે તે માન્યતા ભેદ છે. જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી દર્શનભેદ હોય છે.
જ્યાં સુધી ગ્રન્થિભેદ નથી થયો ત્યાં સુધી પારલૌકિક પદાર્થમાં માન્યતાભેદ, હૂંસાતૂસી, તકરાર, વાદો – વિવાદો, ક્લેશો – સંઘર્ષો રહેવાની શક્યતા છે.
પ્રન્થિભેદ પછી થનારું સમકિત સ્થિરા નામની પાંચમી દૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે. મિથ્યાત્વીને એકથી ચાર દૃષ્ટિ હોય છે. ગુણસંપન્ન અપુનબંધક અવસ્થાથી ધર્મ આવે છે, દૃષ્ટિ આવે છે.
દૃષ્ટિના અસંખ્ય ભેદ છે. પહેલેથી બીજી, ત્રીજી, ચોથી દૃષ્ટિમાં જતાં મિથ્યાત્વની શક્તિ ઘટતી જાય છે. આત્માના પરમાત્માના વિષયમાં પ્રતિપત્તિભેદ, માન્યતા ભેદ, દર્શનભેદ થવામાં મિથ્યાત્વ કારણ છે.
મિથ્યાત્વ એ આત્માનો પરમશત્રુ છે, દુઃખ છે, એ જ સંસાર છે, એ જ દુર્ગતિ છે. મિથ્યાત્વનો પરિણામ આત્માને અવિનાશી સ્વરૂપની શ્રદ્ધા થવા દેતું નથી. આત્મા વાસ્તવમાં અરૂપી, અશરીરી હોવાથી આ જગતમાં એવી કોઈ ચીજ નથી કે જેની આત્માને જરૂર પડે. પણ કર્મસંયોગે દેહધારી આત્માને જડની સહાય હોય છે. પણ જડમાં સુખ તો નથી જ. જીવ જડમાં આનંદનો ઉપચાર કરી, વિનાશીમાં અવિનાશીનો આરોપ કરી દોટ મૂકી રહ્યો છે તેમાં મિથ્યાત્વકારણ છે. સમ્યક્ત્વ ખૂબ જરૂરી છે. તેનાથી જીવની દોટ અટકી જાય છે. સમ્યક્ત્વ આવવાથી જીવ નિયમા મોક્ષે જવાનો એવી મહોરછાપ પડે છે. સમકિતની હાજરીમાં જીવનો ઉત્તરોત્તર વિકાસ થાય છે. માટે આ સમકિતરત્નને જાળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમારી પાસે ખીસામાં હીરાનું પડીકું હોય ને ઊંધી જાવ તો પડીકું જાય કે ન જાય ? જગતમાં જેમ ચીજ કીંમતિ હોય છે તેમ તેને વધુ સાચવવી પડે છે. તેવી જ રીતે સમક્તિ એ આત્માના અનંત ગુણોમાં સૌથી વધુ કીંમતી રત્ન છે કારણ કે સમકિત આવ્યા પછી ગુણોની પ્રાપ્તિ શક્ય બને છે, સમકિત પહેલાંના પ્રામાણિકતા ગંભીરતા, ઉદારતા વગેરે ગુણોને આત્મતત્ત્વનું backing બેકિંગ ઓછું મળે છે. આ જીવનમાં પ્રન્થિભેદ માટે પુરુષાર્થ કરવાનો છે. મિથ્યાત્વ છે ત્યાં સુધી તાત્ત્વિક વિષયમાં વિપર્યાય છે,
જે ક્રિયા કરતાં આત્મા હાજર નથી ત્યાં અહંકાર હાજર હોય છે. અને જે ક્રિયામાં આત્માની હાજરી છે ત્યાં અહંકાર વિલીન થઈ જાય છે. સમ્ય&ત્વની પ્રાપ્તિથી અહંકારની મરણપથારી થાય છે. સમ્યક્ત્વ પામ્યાથી અહંકારના હાથ-પગ કપાઈ જાય છે. સમ્યક્ત્વ ગુણ આવ્યો એટલે આત્મા દેખતો થયો, તેણે પોતાનું ઘર જોઈ લીધું. જીવ સમકિતના અભાવમાં દેહરૂપી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org