________________
સ્વરૂપ સત્ય ને સાધના સત્ય
૨૯૩
પાપવૃત્તિ એ નિશ્ચયથી સંસાર છે અને જીવોની પાપની પ્રવૃત્તિ એ વ્યવહારથી સંસાર છે.
આ પાપની પરિણતિને દૂર કરવા માટે શુભ પ્રવૃત્તિ કરવી પડે છે, પાપની પ્રવૃત્તિને દૂર કરવા માટે શુભવૃત્તિ પરિણામ કરવા પડે છે. એ જો ન કરે તો જીવ મોક્ષના બદલે નીચે ઊતરતો જાય છે. આ પાપની પરિણતિ એ પાપનો બંધ કરાવે છે અને દુઃખ આપે છે. પાપની પરિણતિ સામે પુણ્યની પરિણતિ અને પ્રવૃત્તિ ઊભી કરવી જ પડે. જ્યાં સુધી યોગ છે
ત્યાં સુધી પ્રવૃત્તિ છે અને કર્મબંધ છે. માટે જ યોગનો વિવેક આવકાર્ય બને છે. સંપૂર્ણ ક્રિયા રહિત અયોગી અવસ્થા તો ચૌદમા ગુણસ્થાનકે પાંચ હૃસ્વાર, “અ, ઇ, 6, , લૂ' બોલવા જેટલા કાળવાળી અવસ્થા છે તે પહેલાં મન, વચન, કાયાના યોગો છે જ. અને માટે જ યોગોનો વિવેક જરૂરી છે. ઉપયોગાશ્રિત એકલો નિશ્ચયધર્મ જૈનદર્શનને માન્ય નથી.
કૃતજ્ઞતાની સરવાણી ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહિ, અગણિત છે ઉપકાર એના એ કદી વીસરશો નહિ. અસહ્ય વેઠી વેદના, ત્યારે દીઠું તમ મુખડું. એ પુનિત જનનાં કાળજાં, પત્થર બની છુંદશો નહિ. કાઢી મુખેથી કોળિયો, મોંમા દઈ મોટા કર્યા, અમૃત તણા દેનાર સામે ઝેર કદી ઉછાળશો નહિ ખૂબ લડાવ્યા લાડ તમને, કોડ સૌ પુરા કર્યા, એ કોડના પુરનારના, કોડ પુરવા ભૂલશો નહિ. લાખો કમાતા હો ભલે, પણ મા-બાપ જેના ના ઠર્યા, એ લાખ નહિ, પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ. સંતાનથી સેવા ચહો, તો સંતાન છો સેવા કરો, જેવું કરો, તેવું ભરો, એ ભાવના ભુલશો નહિ. ભીને સૂઈ પોતે અને સુકે સુવાડ્યા આપને, એવી અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ. પુષ્પો બીછાવ્યા પ્રેમથી, જેણે તમારા રાહ પર, આ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ. ધન ખરચતાં મળશે બધું, પણ માતપિતા મળશે નહિ. એના પુનિત ચરણોતણી, ચાહના કદી ચૂકશો નહિ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org