________________
પ્રવ્રજ્યાનું ફળ જ્ઞાનયોગ
૨૭૯
અનંતજ્ઞ કેમ નથી કહેતાં ! અનંતના અનંતભેદ પડે છે જ્યારે સર્વજ્ઞ એ અનંતનો છેલ્લામાં છેલ્લો ભેદ છે. અનંતજ્ઞ એ સર્વજ્ઞ હોય પણ ખરો અને ન પણ હોય. સર્વજ્ઞ એ અનંતજ્ઞ હોય જ.
શુક્લધ્યાનના પ્રથમના બે ભેદો મતિજ્ઞાનના ઉપયોગના કચરાને સાફ કરે છે, મોહજન્ય તથા અજ્ઞાનજન્ય અશુદ્ધિને દૂર કરે છે.
તેરમા ગુણસ્થાનકે આયોજયકરણ પછી બીજા બે પાયા આવે છે એ યોગ સંબંધી છે. પાંચ હૂવાક્ષર મધ્યમગતિએ બોલાય એટલો કાળ ચૌદમા ગુણસ્થાનકનો છે. એટલે કે પહેલા બે પાયા ઉપયોગ સંબંધી છે અને છેલ્લા બે પાયા યોગ સંબંધી છે. શૈલેશી, સર્વસંવર, અલેશી, અબંધક, સક્રિય, નિષ્પકંપતા, અયોગી આ બધા ચૌદમા ગુણસ્થાનકને જણાવનારા શબ્દો છે. પૂર્વે આત્મપ્રદેશો કંપાયમાન હતા તે હવે સ્થિર થાય છે. અઘાતી કર્મો પણ નાશ પામે છે. આત્મા અશરીરી બને છે, સિદ્ધ બને છે, કૃતકૃત્ય બને છે.
ઉપયોગ એ આધેય છે. આત્મપ્રદેશો આધાર છે. આધાર સ્થિર રાખવા માટે પહેલાં આધેય સ્થિર થવો જોઈએ. આધેયની અસ્થિરતા આધારને અસ્થિર બનાવે. આ જ ક્રમથી વિકાસ થાય છે. પહેલાં આધેયને સ્થિર કરો, રહેનારને સ્થિર કરો. ચૈતન્યમય ઉપયોગ આધેય છે. આધેય મલિન બન્યો છે. તેને સ્વચ્છ કરવાનો છે. આ ક્રમે જ થાય છે. એટલે સૌ પહેલાં વીતરાગતા આવે. પછી પૂર્ણતા આવે. પૂર્ણ બનેલો આત્મા દેહના બંધનમાંથી છૂટીને મુક્ત બને છે. ઘાતકર્મના નાશ માટે જ પુરુષાર્થ છે. અઘાતીનો નાશ સહજ રીતે થયા કરે છે. કેવળજ્ઞાનને પૂર્ણાનંદવેદન છે.
પ્રશ્ન : અહીં કોઈ પ્રશ્ન કરે કે ઘાતકર્મના ક્ષયવાળા કેવળજ્ઞાનીને પૂર્ણાનંદવેદન છે પણ વેદનીયકર્મનો ક્ષય તો હજી થયો નથી તેનું શું ? અથવા ચાર અઘાતી કર્મો છે નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય. આ ચાર કર્મોના ક્ષયથી અનુક્રમે અરૂપીપણું, અગુરુલઘુપણું, અક્ષય સ્થિતિ અને અવ્યાબાધ સુખ ઉત્પન્ન થાય છે. હવે જોવા જઈએ તો કેવળજ્ઞાન એ અરૂપી છે, અગુરુલઘુ છે, અક્ષય સ્થિતિવાળું છે અને અવ્યાબાધ સુખવાળું છે.
અઘાતી કર્મના ક્ષયથી ઉત્પન્ન થનારા ચાર ગુણો એ કેવળજ્ઞાનનાં વિશેષણો તો બની જ ગયા છે તો પછી અઘાતી કર્મના નાશથી આત્માને શું મળશે ? અને આવારક હોય તો આવાર્ય પણ કંઈક હોવું જ જોઈએ ?
ઉત્તર : પ્રશ્ન તો સુંદર છે. પણ વસ્તુસ્વરૂપનું યથાર્થદર્શન કરશો. તો આનો સ્પષ્ટ જવાબ મળશે. દરેક વસ્તુ દ્રવ્ય અને ભાવસ્વરૂપ છે. તેમ આત્મા પણ દ્રવ્ય અને ભાવસ્વરૂપ છે આત્માના અસંખ્યપ્રદેશ એ તેનું દ્રવ્યસ્વરૂપ છે અને તેના ગુણપર્યાય એ તેનું ભાવસ્વરૂપ છે. હવે ઘાતી કર્મો
એ આત્માના ભાવ સ્વરૂપને આવરે છે અને અઘાતી કર્મો આત્માના દ્રવ્યસ્વરૂપને Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org