________________
પ્રવજ્યાનું ફળ જ્ઞાનયોગ
પ.પૂ.શ્રી ઉપાધ્યાયજી મહારાજ ૧૨૫ ગાથાના સ્તવનમાં જણાવે છે કે,
“જ્ઞાનદશા જેહ આકરી, તેહ ચરણ વિચારો
નિર્વિકલ્પ ઉપયોગમાં નહીં કર્મનો ચારો. પ્રવ્રજ્યાનું ફળ જ્ઞાનયોગ છે. જ્ઞાન અને જ્ઞાનદશા એ જુદી છે. સાકર મીઠી છે એ જ્ઞાન છે, પદાર્થના સ્વરૂપની સમજ છે, ઓળખ છે. પણ તે જીભ ચાખે તે સમયે આત્મસ્વરૂપનું વેદન કરવું તે જ્ઞાનદશા છે. સ્વરૂપની ઓળખાણ, જ્ઞાનના સ્તરે બધાને હોઈ શકે છે પણ સ્વરૂપનું વેદન, મોહવિલયના સ્તરે સાધકને હોઈ શકે છે. જીવ આત્મસ્વરૂપનું વેદન ન કરે, અનુભવે નહીં ત્યાં સુધી દુઃખોનો અંત કેવી રીતે આવે ?
વિષયના રસથી – આસક્તિથી – વેદનથી જો સંસાર હોય છે તો આત્મસ્વરૂપના વેદનથી સંસારનો નાશ કેમ ન હોય ?
ચારિત્ર લઈને વિષયકષાયમાંથી ઉપયોગ પાછો ખેંચી લઈને જ્ઞાનદશામાં આવવાનું છે.
શાનદશા = વેદન છે. જ્ઞાનમાંથી વેદન આવે છે. આપણે જ્ઞાનના ભારને ઊંચકીએ છીએ પણ તે જ્ઞાનને આત્માર્થે મુંજન કરતાં વેદન ચાલુ થાય છે.
જ્ઞાનદશામાં કોઈ પણ પદાર્થની અસર થતી નથી. આત્મા પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં આવે ત્યારે પદાર્થની અસરથી મુક્ત થઈ શકે છે. આકાશને તમે કાપો કે ચંદનનો લેપ કરો એ જડ હોવાથી એને કોઈ ફેર પડતો નથી તેમ આત્મા પણ સાક્ષીભાવમાં આવે તો પદાર્થના ભોક્તાભાવમાંથી સહજપણે બહાર આવી શકે છે.
વળજ્ઞાનમાં જગત જણાય છે. કેવળી જગતને જાણવા જતા નથી. છાઘસ્થિક જ્ઞાનમાં જાણવા જવું પડે છે. આપણો ઉપયોગ જાણવા માટે જાય છે. જાણવા માટે જવું એ તો ક્લંક છે જ પણ જાણવા માટે ગયેલું જ્ઞાન ત્યાં પદાર્થ ઉપર ચોટી જાય છે એ મોટું કલંક છે.
જ્ઞાન શા માટે પદાર્થને જાણવા માટે જાય છે ? કારણ કે તેને જગતના પદાર્થોની જરૂર છે, ખપ છે અને મોહ હોવાથી ઈનિષ્ટની કલ્પના પણ છે.
આત્મા – જ્ઞાન – આનંદ આ આપણું મૌલિક સ્વરૂપ છે. એને છોડીને જ્ઞાન – પદાર્થ – સુખ. જ્ઞાને પદાર્થના માધ્યમથી સુખ મેળવ્યું એ જીવની નબળાઈ છે. અધૂરા જ્ઞાનની આ સ્થિતિ છે. આત્મા દેહથી જકડાયેલા છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org