________________
માન મૂકીને મહાન બનો
૨૭૫
દ્રવ્યમન, વગેરે હોય છે. કેવળીને પોતાના માટે મનની જરૂર નથી પોતાના માટે વચનની જરૂર નથી. બધું આપણા માટે છે.
શ્રી તીર્થકર કેવળી ભગવંત રોજ બે પ્રહાર (છ કલાક) જગતના જીવોના ઉપકાર માટે વચનયોગથી દેશના આપે છે અને એ જણાવે છે કે જગતના જીવોનો ઉપકાર થાય તેટલો કરી લેવા જેવો છે. જે ચીજ આપણી નથી તેનાથી ઉપકાર કરીને કૃતાર્થ થવા જેવું છે.
કર્મયોગ એ પાયો છે અને શિખર છે. ધર્મ પામવા માટે જેમ કર્મયોગ જરૂરી છે તેમ ધર્મ પામ્યા પછી પણ કર્મયોગ જરૂરી છે. પાયાથી શિખર સુધી કર્મયોગ રહેલો છે. ભિન્ન ભિન્ન ગુણસ્થાનકે તેની પ્રક્રિયા જુદી જુદી હોય છે. ઉપરના ગુણસ્થાનકે કર્મયોગની પ્રક્રિયા સૂક્ષ્મતર બને છે. આત્મા ચૌદમા શૈલેશી ગુણસ્થાનકે નિપ્રકંપ બને છે. આત્મપ્રદેશો સ્થિર બને છે. પાંચ સ્વાક્ષર પ્રમાણકાળમાં અબંધક અયોગી, સર્વસંવર અલેશી અવસ્થા આવે છે.
કેવળજ્ઞાનથી પ્રયુક્ત ગોઠવણ આયોજયકરણમાં કરે છે. આમાં હાથથી ગોઠવવાનું નથી. આત્મામાં જે થાય છે તે જ્ઞાનના બળે થાય છે આ આયોજયકરણનું ફળ યોગસંન્યાસ છે. પણ આ અવસ્થા પામવા માટે મનને = મતિજ્ઞાન ઉપયોગને = નિર્વિકારી બનાવવાનો છે. તેરમે ગુણસ્થાનકે મતિજ્ઞાન કેવળજ્ઞાન બન્યું છે એટલે ભાવમન નથી પણ સંજ્ઞીપણાની શક્તિ પ્રાપ્ત હોવાથી દ્રવ્યમનને મન વર્ગણાના પુદ્ગલોને અનુત્તરવિમાનવાસી દેવતા વગેરેના પ્રશ્નોના નિરાકરણ રૂપે – ઉત્તરરૂપે ગોઠવી શકે છે અને તે આકૃતિનું અર્થઘટન કરી દેવો વગેરે સંશયરહિત બને છે.
અંદરમાં જેને કેવળજ્ઞાન છે એની બધી પ્રવૃત્તિ કેવળભાવે એટલે કે કેવળજ્ઞાનના ઉપયોગમાં જેમ જોયું હોય તેમ પ્રવર્તે, નિર્વિકલ્પક ઉપયોગ હોવાના કારણે એમને ઇચ્છા, વિકલ્પ, રુચિ વગેરે કાંઈ નથી છતાં જ્ઞાનમાં જોયા પ્રમાણે પ્રવર્તન હોય છે.
પ્રશ્ન : આ કેવળજ્ઞાન અને સમાધિમાં શું ફરક?
ઉત્તર : આ બંને વચ્ચે ઘણું અંતર છે. સંસારમાં આધિ, વ્યાધિ અને ઉપાધિથી કોઈ જીવ બચ્યો નથી. આધિ એટલે મનની ચિંતા, પીડા, અસ્વસ્થતા, સંક્લેશ, તણાવ, કષાયની પરિણતિ આ બધું આધિમાં જાય છે.
વ્યાધિ = શારીરિક અસ્વસ્થતા, રોગો વગેરે.
ઉપાધિ = બાહ્ય પ્રતિકૂળ સંયોગો, જીવ નિકાયજીવનું ઉપમદન, કિલામણા, આરંભ – સમારંભ વગેરે ઉપાધિ છે. આમાં વ્યાધિ અને ઉપાધિ સાપેક્ષપણે કર્મજન્ય છે એમાં તમે કંઈ ન કરી શકો પણ આધિને સમ્ ઉપસર્ગ મૂકીને જ્ઞાની કહે છે કે તારો પુરુષાર્થ આધિને સમાધિમાં ફેરવવાનો
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org