________________
માન મૂકીને મહાન બનો
૨૭૩
એટલે સ્વરૂપનો આનંદ પ્રગટ થયા વિના ન રહે. સ્વાદુવાદ સિદ્ધાંતથી જીવતું જૈન શાસન ઉત્સર્ગ અને અપવાદ બંને બતાવે છે. કારણકે માર્ગમાં ટકવું છે અને સ્વરૂપ મેળવવું છે માટે બંને માર્ગો છે દિગંબરો બધા આગમ માનતા નથી. તેરાપંથીનાં ઠેકાણાં નથી. સ્થાનકવાસી પણ ઘણા આગમો માનતા નથી. જે આગમોમાં પોતાની માન્યતાથી વિરુદ્ધ વાત આવે તે માનવાની વાત તેમણે રાખી જ નથી. સ્થાનકવાસી શ્રીપાળ રાજાનો રાસ વાંચે પણ સ્નાત્રના જવળ જળથી કોઢ રોગ ગયો એ વાતને ઉડાડી દે કારણકે એનાથી સ્થાપના નિક્ષેપો પુરવાર થાય છે અને પોતે તેને માનતા નથી.
શ્વેતાંબર સંપ્રદાયમાં ઉત્સર્ગ બતાવે ત્યારે એવો ઉત્કૃષ્ટ બતાવે કે સાધકને એમાં રહેવાની પ્રેરણા મળે. સાધુનો સત્તાવીસમો ગુણ છે કે પ્રાણાન્ત ઉપસર્ગ - પરીષહોને સહન કરવા. પણ જીવને સમાધિનો પ્રશ્ન વિકટ બનતો હોય તો જીવની સમાધિ ટકાવવા માટે અપવાદની વાત પણ જૈનશાસ્ત્રોમાં મૂકેલી છે. જ્યાં સુધી જીવને બચાવવાની જરૂર હોય ત્યાં સુધી અપવાદ બતાવી શકાય છે. ચારિત્ર લેતાં ઊછળતા ભાવે લીધું છે પછી કોઈક નિમિત્તને પામીને એનું ધૈર્ય ખૂટે ત્યારે સમાધિ ન ગુમાવે તેની વિચારણા શાસ્ત્ર કરીને સાધકો ઉપર અનંત ઉપકાર કરી અપવાદ માર્ગ પણ મૂક્યો છે. અપવાદ આચરણામાં છે. અપવાદ જાણવાના છે અને જરૂર પડે તો ગીતાર્થની નિશ્રામાં આચરવાના છે. અપવાદ પરિણતિમાં, માન્યતામાં ન હોઈ શકે. અપવાદ અવસરે ગુપ્ત રીતે આચરવાના છે, જાહેર રીતે આચરવાના નથી, ઢોલ પીટીને આચરવાના નથી. અપવાદ બોલવાના નથી. પરિણતિમાં સમતા - સમાધિ કેમ ટકે ? બસ, એ માટે અપવાદ શાસ્ત્રો છે. ઉત્સર્ગના રસ્તાને પહોંચવા માટેનો ડાયવર્ઝન માર્ગ – બાજુનો રસ્તો એ અપવાદ છે. ઉત્સર્ગના લક્ષ્ય વગર અપવાદનું અસ્તિત્વ પણ ન હોઈ શકે, જ્ઞાનયોગ સાધ્ય છે. જ્ઞાનયોગ અને જીવવીર્ય નબળું પડે, સત્ત્વ ઘટે, વીર્ય વિપરીત પ્રવર્તે ત્યારે સાધકને જો ગીતાર્થની નિશ્રા ન હોય, જ્ઞાનયોગીની નિશ્રા ન હોય ત્યારે જ્ઞાનયોગ ગુમાવી દેવાનો પ્રસંગ ન આવે તે માટે ઉત્સર્ગને પામવા માટે અપવાદને કામચલાઉ આદરવાનો છે. જ્ઞાનયોગના બળે આત્મરમણતા, આત્માનંદની અનુભૂતિ ટકી રહે છે.
દેવો તીર્થંકરની દેશનાના પ્રભાવે, તીર્થંકરની ભક્તિના પ્રભાવે સમ્યત્વ ટકાવી શકે છે. વળી પૂર્વભવના સંસ્કારો પણ એમાં કાર્યશીલ બને છે. પૂર્વે ચારિત્ર લઈને જ્ઞાનયોગની ઉત્કટ આરાધના કરી હોય, આત્માને ભાવનાથી ભાવિત કર્યો હોય, તત્ત્વનું ચિંતન, મનન, નિદિધ્યાસન કરીને આત્મરમણતાથી સંયમપર્યાયને પસાર કર્યો હોય ત્યારે ચારિત્રના ખૂબ ઊંડા સંસ્કારો પડે છે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org