________________
૨૭૨
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
એમના માટે ઘરડાઘરનાં આયોજનો કરાય અને તેમના મર્યા પછી ફોટા મુકે, હાર ચડાવે પછી પોક મૂકીને રડે. આ ન ચાલે. મા-બાપના ઉપકારનું સ્મરણ હોય તો આવું વર્તન તમે કરો જ નહીં. મા-બાપે નાનપણમાં આપણી અસહાય દશામાં આપણને મદદ કરી છે એ વાત ભૂલી શકાય એવી નથી. કુટુંબ વ્યવસ્થા માનવભવમાં જ છે, પશુ વગેરે ત્રણ ગતિમાં ફેમીલી નથી. ફેમીલીનો અર્થ ઘણો ગંભીર છે. એનો સ્પેલીંગ જ આ વાત જણાવે છે.
F - father, A - And, M - Mother, I - i, L - Love, Y - You Father and mother i love you - dl 244 Hal હું તમને ચાહું છું. આ અર્થ પ્રમાણે જીવો છો ? દુનિયા ઊંધી નથી. દુનિયાને ઊંધી દેખાડનાર ચશ્માંના લેન્સ ખોટા છે. દુનિયાને ઊંધી દેખાડનાર તમારું મિથ્યાત્વ છે.
૧૦) કતજ્ઞને ગુર ઠપકો આપે તો ય મારા ઉપકાર માટે છે તેમ વિચારે કારણ કે વિનીત છે. વિનીત હંમેશાં કહ્યાગરો હોય છે. તે હંમેશાં વડીલોની આમન્યામાં રહે, એ કહે તેમ કરે,
(૧૧) એ કારણે જે તે દીક્ષા લીધાં પહેલાં પણ રાજા, પ્રધાન, નગરજનને બહુમાન્ય હોય. લોકપ્રિય હોય. કોઈનું ખરાબ કરનારો ન હોવાથી તે બહુજનસંમત હોય. પ્રાગાપિરાજામાત્યપૌરજન બહુમતઃ હોય. આનો અર્થ એ થયો કે બધા જેનું ખરાબ બોલતાં હોય તેને દીક્ષા ન અપાય.
(૧૨) અદ્રોહકારી હોય તેને દીક્ષા અપાય. દીક્ષાર્થી કદી વિશ્વાસઘાતી ન હોય. કૃતજ્ઞતા અને વિશ્વાસપાત્રતા એ અધ્યાત્મનો પાયો છે. એટલે કૃતજ્ઞતા અને વિશ્વાસઘાતને અધ્યાત્મમાં સ્થાન જ નથી. પ્રવેશ જ નથી.
(૧૩) કલ્યાણાંગ : વળી દીક્ષા લેનારો લૂલો, લંગડો, આંધળો ન જોઈએ. અંગોપાંગ અવિકલ એટલે પરિપૂર્ણ જોઈએ.
(૧૪) વળી દીક્ષાર્થી શ્રાદ્ધ : એટલે શ્રદ્ધાવાળો જોઈએ અશ્રદ્ધાવાળાને ચારિત્રપાલનમાં ઉત્સાહ ન આવે,
(૧૫) સ્થિર ? વળી તે સ્થિર જોઈએ. આપત્તિમાં તે ક્યારે પણ ચલાયમાન ન થાય તો જ ચારિત્ર પાળી શકે. ચારિત્રમાં યાવત જીવન વ્રત અંગીકાર કરવાના છે એટલે સ્થિરતા જરૂરી છે.
(૧૬) સમુપસંપન્ન : એટલે કે દીક્ષાર્થી સામેથી ગુરુ પાસે જાય. આપ જ મારા તારક છો. આપ વિના નિરાધાર છું. આપના શરણે આવ્યો છું એટલે વિનયથી ગુરુની સમીપે ગુણપ્રાપ્તિ માટે જાય.
આ દીક્ષા લેનારના ૧૬ ગુણોનું વર્ણન શાસ્ત્રમાં આવે છે. જે આવા ગુણોવાળો નથી તે ચારિત્ર લે તો ય જ્ઞાનયોગને ન પામે. ચારિત્ર તો સ્વરૂપનો આનંદ પામવા માટે છે. વિષય - કષાયની પરિણતિ તૂટી જાય
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org