________________
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
આ જગતમાં દોષોની ગટર સમાન બધા વ્યક્તિઓ જોડે રહેવાનું છે. સમાજમાં ગટરનું ઢાંકણું ખોલવું એ સામાજિક આરોગ્યને માટે નુકસાનકર્તા છે માટે આરોગ્યપ્રધાન બધી ગટરને બંધ રાખે છે. બસ તે જ ન્યાયે પર વ્યક્તિના દોષોનું ગટરનું ઢાંકણું જો ખોલવામાં આવે તો આધ્યાત્મિક આરોગ્યને માટે અત્યંત હાનિકર બને છે. એક જ ટેવ પાડો, બધામાંથી ગુણ જોવાની ટેવ પાડી દો. હું તો બેનોને પણ સલાહ આપું છું કે સાસુનું ચડેલું મોઢું જોવાનો અવસર આવે ત્યારે સાસુ પોંખતી વખતે કેટલી આનંદમાં હતી તે ચહેરાને યાદ કરીને તેના પ્રત્યે સદ્ભાવ કર્યા કરો. જગતના બગીચામાંથી ભંગી બનવું હશે તો તમારો ટોપલો વિષ્ટાથી ભરાઈ જશે અને માળી બનશો તો તમારો ટોપલો કુલોથી ભરાઈ જશે અને મગજ ફુલોની ફોરમથી સુગંધિત બની જશે. તમારે ભંગી બનવું છે કે માળી બનવું છે તે તમારી પસંદગીનો વિષય છે. તમારી ખુરશી ઉકરડા પાસે રાખવી કે બગીચામાં રાખવી એ તમારી પસંદગીની વાત છે. કૃતજ્ઞતા ગુણની ખિલવણીથી વિધેયાત્મક દૃષ્ટિ, સહનશીલતા, સહિષ્ણુતા, ગંભીરતા, ઉદારતા વગેરે ગુણો વિકસે છે. આ તો સામાન્ય સાંસારિક વ્યક્તિના ઉપકારની વાત થઈ, પણ તારક દેવ ગુરુના ઉપકારનો બદલો સામાન્યથી વાળી શકાતો નથી. દેવ પ્રત્યુપકાર્ય બની શકતા નથી કારણકે તેઓ આપણી વચ્ચે છે જ નહીં. માત્ર તેમના સિદ્ધાંતો મુજબ જીવ સ્વ-પ૨ને કલ્યાણનો માર્ગ બતાવી તેમના શાસનને વહેવડાવવાપૂર્વક યત્કિંચિત્ ઋણમુક્તિનો અહેસાસ મેળવી શકે છે. નાક માટે આપણે જેટલું કરીએ છીએ એટલું જો નાથ માટે કરીએ તો જૈનશાસનની કાયાપલટ થઈ જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી. માતા, પિતા, ગુરુ પણ અપ્રત્યુપકાર્ય છે. તેમના ઉપકારનો બદલો વળી શકતો નથી. એમ ધર્મરત્ન પ્રકરણકાર લખે છે. માત્ર તેઓ દર્શન અને સંયમથી ભ્રષ્ટ બને અને તેમને સ્થિર કરવામાં આવે તો ઋણમુક્તિ થઈ શકે છે.
૨૭૦
શેલક અને પંથક બંનેની વાત પણ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. શેલક રાજા છે, પંથક મંત્રી છે. તેઓ દીક્ષામાં ગુરુ શિષ્ય બને છે. રાજાને રોગ થયો. માંદગીના કારણે ઔષધ માટે લીધેલી વિગઈઓથી વિકૃત થઈ ગયા. પ્રતિક્રમણ, પડિલેહણ, જ્ઞાનાભ્યાસ બધું છોડી દીધું. પંથકજી ગીતાર્થ હતા. સાથે રહેવાથી બીજાનું ચારિત્ર સીદાશે. સાધુપણામાં દોષ આવશે માટે બધા સાધુને વિહાર કરાવ્યો. પરંતુ ગુરુના ઉપકારનો બદલો વાળવાની આ તક છે એમ માની પોતે સાથે રહ્યા.
સામાન્યથી ઉત્તરગુણમાં ગુરુ શિથિલ હોય તો છોડાય નહીં. ચોથા સિવાય બીજા વ્રતોમાં સામાન્યથી ખામી હોય તો પણ છોડાય નહીં, ચોથા વ્રતમાં પણ આલોચના લઈ શુદ્ધિ કરતાં હોય તો પણ છોડાય નહીં. ચારિત્ર
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org