________________
માન મૂકીને મહાન બનો
૨૭૧
આત્માની પ્રાપ્તિ માટે છે. ધર્મનો અવસર બહુ દુષ્કર છે. ધર્મનો પુરુષાર્થ અતિશય દુષ્કર છે જે વાતાવરણમાં ધર્મનો પુરુષાર્થ થાય તેવા વાતાવરણમાં રહેવું જોઈએ. ચોમાસી પ્રતિક્રમણ આવ્યું. પંથક ખોળામાં માથું મૂકીને ખમાવે છે. કોણ છે ? મારી ઊંઘ બગાડે છે ? પંથક કહે, “હું આપશ્રીનો શિષ્ય પંથક છું. ક્ષમા કરશો. આપને દુઃખનું કારણ બન્યો. પણ આજે ચાતુર્માસિક ક્ષમાપનાના અવસરે આપશ્રીની પાસે મિચ્છામિ દુક્કડમ્ દેવા આવ્યો હતો. મને ખ્યાલ ન રહ્યો. આપશ્રી કૃપા કરી મને માફ કરો.”
આત્મા નિમિત્તથી પડે છે તેમ નિમિત્તથી ઉપર પણ ચઢી શકે છે. આજે આ નિમિત્તથી આત્મા જાગ્યો. અહા ! હું આવો પ્રમાદી બન્યો. આખો ચિતાર. ખડો થયો. તરત જ કહે છે કે, “પંથક ! તું મારો ઉપકારી છું. તું આજે ન હોત તો મારું શું થાત ?' ગુરુજી સ્થિર થઈ ગયા. સ્થિરીકરણ, ઉપબૃહણા વગેરે દર્શનાચાર છે. ઉપકારીના ઉપકારનો બદલો આ રીતે વાળ્યો કહેવાય. ઉપકારી જે કંઈ કહે તેનો પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરવો. છે આવી તૈયારી ? ગુરુ કહે છે, “પંથક ! આવતી કાલે સવારે જ વિહાર કરવો છે, હવે અહીં રહેવાય જ નહીં.” ગયા સિદ્ધિગિરિ અને અનશન સ્વીકાર્યું. અને ત્યાં જ ક્ષપકશ્રેણી પામી મોક્ષે ગયા. આ કૃતજ્ઞતા ગુણ છે.
કૃતજ્ઞતા ગુણથી દિવ્યદષ્ટિ મળે છે. આ ગુણવાળો સાધક ગુરુ - શિષ્ય વગેરે તત્ત્વને પકડે છે. વ્યક્તિને નહીં. વીતરાગ સિવાય વ્યક્તિ હંમેશાં અપૂર્ણ છે અને તત્ત્વ હંમેશાં પૂર્ણ છે. તત્ત્વનું આલંબન લેવાથી ઉત્તરોત્તર વિકાસ થાય છે. અહીં પંથકે ગુરુ વ્યક્તિમાં દોષ હોવા છતાં ગુરુતત્ત્વનું આલંબન જ લઈને પોતાની સાધના કરી.
આ બેનો પણ પોતાની સાસુને વ્યક્તિ રૂપે જોશે તો તેના ગુણ – દોષની આલોચના ઊભી થશે પણ સાસુને તત્ત્વ રૂપે જોશે તો તેમનું સમર્પણ ઊભું રહેશે. એ જ રીતે પતિ એ પણ તત્ત્વ છે. સૌભાગ્યની બક્ષિસ આપતું પૂર્ણ તત્ત્વ છે એ અનુકૂળ છે ? કે પ્રતિકૂળ છે ? એ તો આપણાં કર્મોનો ઉદય અને એની પાત્રતાથી સંવલિત છે એ ન જોતાં તમે તત્ત્વ જોશો તો રાગ – ૮ષનો વિલય થશે.
કૃતજ્ઞતા ગુણવાળાની દૃષ્ટિ જ અલૌકિક હોય છે. પોતાના વ્યક્તિત્વના વિકાસ કરતાં અસ્તિત્વદાતાની ઉત્તમતા તેમના જીવનમાં કેન્દ્રસ્થાને રહેતી હોય છે. હિમાલયનો યોગી સ્વામી રામ પોતાના અનુભવના પુસ્તકમાં લખે છે કે ગુરુ લાત મારે તો પણ એમણે લાત મારી એમ ન કહેવાય પણ ગુરુએ તો ચરણસ્પર્શ આપ્યો છે એમ જ કહેવાય.
આજે કૃતજ્ઞતા ગુણની ગેરહાજરીમાં જીવતાં મા-બાપની સેવા કરાતી નથી. એમનું વચન માનતા નથી, એમને હેરાન કરે, એમને ત્રાસ આપો,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org