________________
માન મૂકીને મહાન બનો
૨૬૭
અંદરમાં ઠરેલો નથી એની નિશાની છે.
શોક = વારંવાર શોક થયા કરે તો તે આત્મા વિષયોની આસક્તિવાળો છે. ભયમાં પણ પરપદાર્થની મમતા આસક્તિ હોય છે. આવા જીવો ચારિત્ર માટે અયોગ્ય છે.
મુનિને કાઉસગ્ગમાં એકાગ્રતા વધતાં અવધિજ્ઞાન થયું છે. જ્ઞાનનો ઉપયોગ મૂકીને દેવલોક જુએ છે. ત્યાં ઈન્દ્રાણી રિસાઈ ગઈ છે, ઈન્દ્ર તેને મનાવે છે, આ દશ્ય જોઈ હસવું આવ્યું અને મુનિનું અવધિજ્ઞાન જતું રહ્યું. હસવાથી અવધિજ્ઞાન જાય તો ચારિત્ર રહે ખરું ? ગુણોને લાવવા માટે, ટકાવવા માટે, ગુણોની પૂર્ણતા પ્રગટાવવા માટે એટલે કે ક્ષાયિક ગુણોની પ્રાપ્તિ માટે ઉત્તમતા જરૂરી છે. ગુણસેનમાં ટીખળ વૃત્તિ હતી તો તે ભવમાં અને ભવોભવમાં કેટલું સહન કરવું પડ્યું ? કોઈને દુઃખી કરીને હસવાની વૃત્તિ, કુતૂહલ વૃત્તિથી ચીકણાં કર્મો બંધાય છે. આત્મગુણોની ભૂમિકા સર્જાતી નથી. સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ ચારિત્ર પામવાની ઇચ્છાવાળાએ હાસ્યાદિ નોકષાયને અંકુશિત રાખવા જોઈએ. હાસ્યાદિ વૃત્તિવાળો કોઈ પણ વસ્તુના હાર્દને પામી ન શકે. વસ્તુના ઊંડાણને પામવા જેટલી ધીરતાનો તેનામાં અભાવ હોવાથી વસ્તુના ઐદંપર્યને તે પામી શકતો નથી.
(૯) કતજ્ઞ : કરેલા ઉપકારને જાણનારો. બ્રિાં નાનતિ તિ કૃતજ્ઞઃ ] અને અવસરે એને અનુરૂપ બદલો વાળવાનો પ્રયત્ન કરે છે. જીવ અનંતકાળથી સંસારમાં રખડે છે તેમાં કારણ આ કૃતજ્ઞતાનો અભાવ છે. અહંકારી કૃતજ્ઞ બની શકતો નથી. નમસ્કાર એ અહંકારનો વિરોધી પરિણામ છે. માન મૂક્યા વિના મહાન નથી બનાતું. મહાન બન્યા વિના મોક્ષે જવાતું નથી. માટે જ શ્રીનમસ્કાર મહામંત્રમાં પાંચ પદોમાં “નમો’ મૂક્યું છે. પાંચને બદલે એક વાર જ મૂક્ત તો શું ન ચાલત ? નમો અરિહંતાણં, સિદ્ધાણે એમ ભેગું લખીએ તો ન ચાલે ? ના, “નમો'ની આરાધના એ ઉપાદાનની શુદ્ધિ છે. પંચ પરમેષ્ઠી નિમિત્તકારણ રૂપે અનાદિકાળથી વિદ્યમાન છે તેને નમસ્કાર ન કર્યો માટે આપણું કલ્યાણ ન થયું. સૂરજ તો ઊગી ગયો છે. પણ આંખો. ખોલી નથી તેને કંઈ દેખાતું નથી. આમ પંચ પરમેષ્ઠિપદના પ્રત્યેક પદ ઉપર અતિશય આદર અને બહુમાન જરૂરી છે. તેના સુચક તરીકે “નમો” પદ પાંચ વાર લખેલું છે. શ્રી અરિહંત અને શ્રી સિદ્ધ ભગવંત સર્વથા અહંકાર વિનાના છે, બાકીના આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ત્રણ અહંકાર કાઢવા માટે મથી રહ્યા છે. અહંકાર એ આત્માનો કઠોર પરિણામ છે. આ કઠોર પરિણામ જ્યાં હોય ત્યાં નમસ્કાર ન આવે. બે હાથ, મસ્તક વગેરેને નમાવવું ને કાયિક નમસ્કાર છે. વાણીથી ઉચ્ચારણ કરો છો તે વાચિક નમસ્કાર છે તે વખતે સ્તુતિ વગેરેમાં આદર – બહુમાન - ભક્તિની છોળો ઊછળે,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org