________________
યોગસાધના – ઉપયોગશુદ્ધિ
૨૬૫
દરેક માતાઓ પોતાના ત્રણ – ચાર મહિનાના બાળકને પોલિયોની રસી મુકાવે છે Prevention is better than Cure એ ન્યાયે Positive thinking થઈ શકે છે.
કોઈ તમારી ભૂલો બતાવે ત્યારે સામો જવાબ ન આપવો પણ એના માર્ગદર્શન ઉપર તટસ્થ ભાવે ચિંતન કરવું. આ બહુ અગત્યની વાત છે. હિતશિક્ષા આપનાર પ્રત્યે ઉદ્ધતાઈ બતાવીશું તો વિકાસનાં બધાં દ્વાર બંધ થઈ જશે. “એને વતાવવા જેવો નથી” એમ માની બધા આપણી ઉપેક્ષા કરશે. એના કરતાં જે કહ્યું તે બરોબર છે. મારા સારા માટે કહ્યું છે તેમ માની તેનું ઉષ્માભર્યું સ્વાગત કરો. તો આપણો ઉત્તરોત્તર વિકાસ શક્ય બનશે. શાસ્ત્રનાં દૃષ્ટાંતો પણ આ જ બતાવે છે. બે સાધુ છે. એકે ચક્રવર્તી કુલમાંથી દીક્ષા લીધી છે. બીજાએ સામાન્ય કુલમાંથી દીક્ષા લીધી છે. આ સાધુપર્યાયમાં મોટા અને ઉત્તમ કુલના હોવા છતાં સામાન્ય કુળવાળો સાધુ એને શીખામણ આપે છે. ત્યારે તમે મને સારી સલાહ આપી, ઊંચી સલાહ આપી એમ બહુત્વ ભાવે સામેથી નમે છે અને તેની વાતનો સ્વીકાર કરે
પ્રશ્ન : આવા સંસ્કારો લઈને આવેલા હોય ત્યારે બને ને ?
ઉત્તર : બધું જ લાવેલું નથી હોતું. નવું પેદા પણ કરવું પડે છે. તમે જન્મ્યા ત્યારે કેટલા પૈસા લાવેલા ? નવા કેટલા પેદા કર્યા ? ક્યારે તો શરૂઆત કરવી પડશે ને ? સાધક હંમેશાં પુરુષાર્થમાં આગળ વધે તો જ ઉત્થાન શક્ય બને.
વિનય વગરનું જીવન નકામું છે. વિનોદ વગરનો દિવસ નકામો છે. વિવેક વગરનો જીવ નકામો છે. 'ત્યાગ વગરનો સંગ્રહ નકામો છે. રાગ વગરનો વિરાગ નકામો છે. વિદ્યા વિનાનો વિચાર નકામો છે. સમજણ વિનાનો આચાર નકામો છે. સદુપયોગ વિનાનું ધન નકામું છે. પુરુષાર્થ વિનાની યુવાની નકામી છે. સંગઠન વિનાનો સમુહ નકામો છે. શાંતિ વિનાનું સ્થાન નકામું છે. સદ્દભાવ વિનાની મૈત્રી નકામી છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org