________________
૨૬૪
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
ભોગની અતિરેકતા રોગજનક છે. સંસારમાં પોષણની ખામીથી મરનારા જૂજ છે પણ ભોગની અમર્યાદ પ્રવૃત્તિથી રોગી, દુઃખી થનારા ને મરનારા ઘણા છે. કુળની - ખાનદાનીની ખ્યાતિને નાશનો ભય છે. ચક્રવર્તી પણ
જ્યારે શિલા ઉપર પોતાનું નામ લખવા જાય છે ત્યારે કોઈકનું નામ ભૂંસીને, છેકીને પોતાનું નામ લખે છે એટલે નામી અને રૂપી વસ્તુ ક્યારે પણ શાશ્વત નથી. નામ તેનો નાશ - રૂપ તેનો નાશ. અનામી અને અરૂપી વસ્તુ શાશ્વત હોઈ શકે છે. પૈસામાં રાજાથી, સરકારથી ભય છે. કરના માધ્યમથી રાજા પૈસા લઈ જાય છે. અભિમાનમાં દીનતાનો ભય છે. જ્ઞાન, ઐશ્વર્ય, રૂપ આદિ કોઈનો ગર્વ કર્યો અને કર્મોદયની વિચિત્રતા – જ્ઞાનાદિની હાનિ થતાં ફિયાસ્કો થાય છે. સનત કુમાર ચક્રવર્તી પોતાની સ્નાનાગરની અવસ્થાથી ચકિત થયેલા બ્રાહ્મણો પાસે રૂપનું અભિમાન કરે છે કે આ તો કાંઈ નથી. જોવું હોય તો રાજસભામાં સિંહાસન ઉપર આરૂઢ હોઉં ત્યારે મારું રૂપ જોજો. પણ તે વખતે અશાતાવેદનીયનો ઉદય થતાં સોળ મહાવ્યાધિ લાગુ પડી જતાં બ્રાહ્મણના વેશે આવેલા દેવો આશ્ચર્યચકિત થઈ જાય છે. એટલે આ પૌગલિક કોઈ ચીજનું અભિમાન કરવા જેવું નથી. રૂપની અંદર તરુણી - સ્ત્રીઓનો ભય છે. ક્યારે કોણ કોનો શિકાર બની જાય છે ? તેની કાંઈ ખબર પડતી નથી. શાસ્ત્રમાં વાદ - વિવાદનો ભય છે. ગુણોને દુર્જનનો ભય છે. દુર્જનો ગુણોની અંદર બાકોરું પાડી દે છે. કુસંગ જેવો આત્માનો કોઈ દુશ્મન નથી, શરીરને મૃત્યુનો ભય છે. જગતમાં બધી જ વસ્તુ ભયયુક્ત છે. માત્ર વૈરાગ્ય એ જ અભયપ્રદ હોય છે. સંસારનું આવું સ્વરૂપ સાંભળીને મુમુક્ષુ ભવવિરક્ત બને છે.
(૭) પ્રતનું કષાય : મુમુક્ષુના કષાયો પાતળા પડી ગયા હોય છે. તે ચારિત્રમાં કોઈ ગમે તેવી પોતાની ભૂલો બતાવે તો પણ કષાય કરે નહીં પણ સમ્યફ વિચારણા કરે કે મારે મારી ભૂલોને શોધવાની હતી ને કાઢવાની હતી એમાં આમણે મારી ભૂલ બતાવી ને અડધું કામ તો કરી જ આપ્યું છે હવે માત્ર મારે મારી ભૂલો કાઢવી જ રહી. ડોક્ટરો પાસે નિદાન અને દવા બે હોય છે. નિદાન માટે આપણે મોટા ડોક્ટરોની appiontment લઈએ છીએ. આ સજ્જને વગર સૂચને મારી ભૂલ બતાવી મને કૃતાર્થ કર્યો છે હવે તેનાથી હું મારા આત્માને બચાવી લઉં. આવું વિધેયાત્મક ચિંતવન કરવાથી જીવ કષાય કરવાથી અટકી જાય છે તમારી બુદ્ધિજીવિતા કદાચ પ્રશ્ન કરે કે ભૂલ હોય તે બતાવે તો તો સ્વીકારીએ, પણ ભૂલ ન હોય અને આપણી ધોલાઈ થઈ જતી હોય તો શી રીતે સમાધાન કરી શકાય ? ' અરે, ત્યારે પણ વિચારી શકાય કે ભલે આજની આ ભૂલ નથી પણ આ ભૂલ તો મારામાં ચોક્કસ સંભવી તો શકે છે, તો આ મહાનુભાવે પહેલેથી vaccination રસી મૂકીને મારા આત્માનું દોષથી વારણ કર્યું છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org