________________
યોગસાધના – ઉપયોગશુદ્ધિ
૨૬૩
v સંયોગે વિયોગ : સંયોગ એ વિયોગને લઈને જ જન્મે છે. એવું જ્ઞાન જેની પાસે છે તે સંયોગનો સદુપયોગ કરી લે છે અને વિયોગકાળે દુ:ખી થતો નથી. માનસશાસ્ત્રના અભ્યાસીઓ એમ કહે છે જે વસ્તુ તમે માનસિક રીતે સ્વીકારેલી હોય તે વસ્તુ ઉપસ્થિત થાય ત્યારે તમને આઘાત લાગતો નથી. સંયોગમાં વિયોગનું દર્શન કરનાર વિયોગ વખતે up-set ન થતાં set-up રહે છે.
VI પ્રતિક્ષvi મvi : પ્રતિક્ષણ આયુષ્યના કર્મદલિકો ઉદયમાં આવી આવીને ભોગવાઈને ખલાસ થાય છે. આને આવિચિ મરણ કહેવાય છે. તમારું મૃત્યુ ક્યારે ? તમારું જીવન ક્યારે ? તમે જીવતાં છો કે મૃત્યુમાં
છો ?
પ્રતિસમય ભાવમરણ ચાલુ જ છે. જ્યારે જીવ રાગાદિ ભાવમાં ગયો, તે સમયે ભાવમરણ છે. અજ્ઞાનીનું સમયે સમયે ભાવમરણ છે. રાગાદિ ભાવ ન કરવા એ જીવન છે. સમ્યક્ત્વભાવમાં રહેવું એ ભાવજીવન છે. અજ્ઞાનદશા કેવી ખરાબ છે. દ્રવ્ય મરણ એક વાર આવે છે. રાગાદિ ભાવમાં જીવે છે. એની સંસારમાં રખડપટ્ટી છે.
VIL RUT વિપતિ: કર્મના વિપાકો ભયંકર છે. સુખમય સંસાર ગમી ગયો છે એની કારમી આસક્તિથી જે કર્મો બંધાય છે તેના વિપાકો આવશે ત્યારે આ કશું નહીં હોય. આ બંગલો નહીં હોય, આ પત્ની નહીં હોય, આ છોકરા નહીં હોય, આ જૈનનગરની ભૂમિ નહીં હોય, પ્રકાશ નહીં હોય તમારી દૃષ્ટિ સમ્યક્ત્વ અને ચારિત્ર સુધી પહોંચતી નથી. તમને આ સંસારમાં બધું દેખાય છે અને આ કેમ ન દેખાય ?
તમે સંસારને તમારા એંગલથી - દૃષ્ટિકોણથી સારો જુઓ છો પણ એ તમારી દષ્ટિનો અંધાપો છે. સંસારમાં એક પાસું સારું નથી. એકબાજુથી સારો નથી. દૃષ્ટિ વિપર્યાસ એ અસાર સંસારમાં સારમયતા દેખાડે છે. જેમ એળિયાને ગમે ત્યાંથી ખાય તો કડવો, કડવો ને કડવો જ લાગે છે. તેના કોઈપણ ભાગમાં મીઠાશ છે જ નહિ તેમ સંસાર દરેક પાસાથી જોતાં સંક્લેશ, સંક્લેશ અને સંક્લેશમય જ છે.
. (૬) સંસારની પ્રકૃતિથી નૈર્ગશ્યતા નિહાળીને જીવ ભવવિરક્ત બને છે. સંસારમાં રાગ કરવાથી ક્યાંક કશું મળતું નથી. વૈરાગ્ય એ ઉત્તમ ચીજ છે. ભર્તુહરિએ કહ્યું છે કે
"भोगे रोगभयं, कुले च्युतिभयं, वित्ते नृपालाद् भयं माने दैन्यभयं, बले रिपुभयं, रुपे तरुण्या भयं शास्त्रे वादभयं, गुणे खलभयं, काये कृतान्तात् भयं सर्वं वस्तु भयान्वितं, भुवि नृणां वैराग्यमेवाभयम् ।।
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org