________________
યોગસાધના – ઉપયોગશુદ્ધિ
૨૬૧
બાંધે છે. એટલે કોઈ મનુષ્ય મરીને મનુષ્ય થાય તો ચોક્કસ સમજવું કે આયુબંધકાળે સમકિતની હાજરી ન હતી. સમકિતનો પરિણામ જાય, ચારિત્રનો પરિણામ જાય ત્યારે મનુષ્યભવ મળે છે. સંસ્કારો સોલીડ નાખેલા છે એટલે ભલે મનુષ્ય થાય પણ નવમે વર્ષે એ સંસ્કારો ઊભા થાય છે. ફરી મોહના નાશ માટે ઉદ્યમ કરે. ફરી ચારિત્રના સંસ્કારો ઊભા કરે છે. ફરી મનુષ્ય -- ફરી મોહનાશ માટે ઉદ્યમ કરે, આમ વારંવાર સંસ્કાર દઢ થતાં જીવ કર્મો સામે ઝઝૂમવાનું વીર્ય ફોરવી શકે છે.
* ભવોભવની સાધનાથી કાર્યસિદ્ધિ થાય છે. કરેલું કાંઈ નિષ્ફળ જતું નથી. હેમચંદ્રાચાર્ય પૂર્વભવમાં યશોભદ્રસૂરિ હતા. !
છે. કુમારપાળ પૂર્વભવમાં જયતાક નામનો લૂંટારો હતો. પાછલી જિંદગીમાં આર્ય યશોભદ્રસૂરિ મળ્યા. તેમણે લૂંટારાનો તિરસ્કાર નથી કર્યો, માર્ગસ્થ કર્યો છે, તેના પરિણામે પાછલી જિંદગીમાં ધર્મ પામ્યો છે. કુમારપાળ થયો છે, ૭૦ વર્ષ ધર્મ પામી ૮૪ વર્ષે કાળ કર્યો છે. ૧૪ વર્ષમાં શાસનપ્રભાવના અભુત કાર્યો કરી પરમાહત્ બન્યા છે.
વા વસ્તુપાળ આ ભવમાંથી મહાવિદેહમાં કરચન્દ્ર રાજા થયા. ત્યાં પણ ચારિત્ર લેશે, સારી રીતે પાળશે, ત્યાંથી અનુત્તરમાં જશે. ત્યાંથી મનુષ્ય થઈ ચારિત્ર લઈ મોક્ષે જશે. ઈન – મીન – તીન ભવમાં મોક્ષ થયો.
તમારે આ ભવમાં જે મળ્યું છે તે પકડી પકડીને સંસારમાં ભટકવું છે કે સાધના કરી મોક્ષે જવું છે ?
આસક્તિથી ખાવું એ ઉપયોગની મલિનતા છે.
કુરગડુના સહવર્તી ચાર સાધુઓને માસક્ષમણની સાધના છે. આ યોગસાધના છે. કુરગડુ પાસે ઉપયોગ સાધના છે. યોગસાધના વધે કે ઉપયોગ સાધના ? યોગસાધના ઉપયોગની પૂરક બનવી જોઈએ. સંવત્સરીના દિવસે ચાર મુનિ કુરગડુના વહોરી લાવેલા પાતરામાં = ભાતમાં ચૂંકે છે છતાં કુરગડુ મુનિને ક્રોધ નથી આવતો. કારણકે પૂર્વભવમાં ક્ષમાનાં બીજ નાખ્યાં છે તે ક્ષમાના ગુણાકાર થયા છે. આ ગુણાકાર સીધી ક્ષપકશ્રેણી મંડાવે તેવા થયા. મહાત્માની આ પ્રવૃત્તિને મોક્ષની નિસરણી બનાવી દીધી. મહાત્માનો ઉપકાર માને છે કે આ તપસ્વીઓએ ભોજનમાં ઘી નાખીને ભોજન મિષ્ટ બનાવ્યું. એમના તપનો આદર કરીને ઉપયોગને અંદરમાં વાળ્યો. મહાત્માનો ઉપકાર માને છે. આ મહાત્માએ ઘી નાખ્યું છે બસ, એના આલંબનથી અણાહારી પદની સાધના કરવા માંડી, પોતાના પાપી જીવનને ધિક્કારવા માંડ્યું. સાધનાના પ્રતાપે સામર્થ્યયોગ સાંપડ્યો. એક ભવમાં કરેલી સાધના બીજા ભવમાં કેટલી ઉપયોગી બને છે તે અહીં દેખાય છે. ઉપયોગમાં સ્વરૂપનો ભાવ, ભાન, લક્ષ્ય અને રુચિ વર્તે છે. તે વખતે અંદરમાં આનંદ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org