________________
યોગસાધના – ઉપયોગશુદ્ધિ
૨૫૯
લેશમાત્ર પરિણામ બગડતા નથી. મૈત્રી-વાત્સલ્ય વિ ભાવો ટકી રહે છે તો ત્યાંથી મરીને તે જ રાજાને ત્યાં પુત્ર તરીકે જન્મે છે. પોતાને પુત્રની પ્રાપ્તિ થતાં રાજા આનંદમાં આવે છે અને હવે મારું પ્રયોજન સિદ્ધ થઈ ગયું છે માટે હવે નાગને મારવાનું બંધ કરાવે છે. આ આત્મા અહીં લલિતાંગકુમાર તરીકે જન્મે છે. બાલ્યવયમાં જ ચારિત્ર લે છે. આત્મકલ્યાણની બુદ્ધિથી જ ચારિત્ર લીધું હોવા છતાં સુધાવેદનીયનો તીવ્ર ઉદય થાય છે. જે અસહ્ય બને છે. માટે પર્વના દિવસોમાં પણ તપ કરી શકતા નથી. પર્વના દિવસોમાં પણ વાપરવું પડે છે પણ તે અશનની આસક્તિથી નહીં પરંતુ અણસણની અશક્તિથી ખાય છે. અને તેથી આસક્તિથી બચવા અને સુધાવેદનીયને શમાવવા એક ઘડો ભરીને કૂર અર્થાત્ ભાત વાપરે છે. માટે તે કૂરગડુ તરીકે ઓળખાયા..
અણસણની અશક્તિથી વાપરતા હતા પરંતુ અશનની આસક્તિથી નહીં, માટે ખાવા છતાં પણ મહાત્મા હતા.
આ જન્મમાં જેટલા શુભ સંસ્કારો નાખીશું તેટલો આપણો આગામી ભવમાં વિજય છે. ક્ષમા એ જ ધર્મ છે. ઉપશમભાવ એ જ આત્માનું સ્વરૂપ છે. સાચી સમજ આવ્યા પછી સંસારમાં જન્મ-મરણ બહુ ઓછાં થઈ જાય છે અને ફળરૂપે કેવળજ્ઞાન અને મોક્ષ મળે છે. કાષાયિક ભાવોથી જન્મ ઘણા વધી જાય છે અને એનું ફળ સંસારપરિભ્રમણ છે. વિશ્વમાત્રના જીવો પ્રત્યે મૈત્રી, કરુણા, પ્રેમ, વાત્સલ્યભાવ જેમજેમ વધુ કરશો તેમ તેમ ક્ષમા આત્મસાત્ થશે.
જૈનશાસને યોગસાધના પર જે ભાર આપ્યો છે એના કરતાં અનંતગણો ભાર ઉપયોગસાધના પર આપ્યો છે. તમારું ગણિત શું છે ? યોગની સાધના થઈ એટલે શું પૂર્ણવિરામ થઈ જાય છે ? નહિ જ. જીવો પ્રત્યે મૈત્રી આદિ સંસ્કારો આ જન્મમાં બહુ ગાઢ કર્યા હશે તો જ ઉપસર્ગના સમયે ક્ષમા-મૈત્રી ટકી શકશે. જે જીવને મોક્ષે જવું હોય તેણે સામા જીવને દોષિત અપરાધી, જોવાની ભૂલ કરવી નહિ. મૈત્યાદિનું દેઢીકરણ કરશો, એનામાં - સામામાં પરમાત્મભાવ જોતાં શીખશો ત્યારે નિમિત્ત મળે ક્રોધ ન આવતાં ક્ષમા આવશે.
જેને ક્રોધના સમયે ક્ષમા આવી, જેને ક્રોધના નિમિત્તે ક્ષમા આવી તે જલ્દી આગળ વધી શકશે; આ જ માનવભવની સાધના છે.
ભગવાનને અનાયદેશમાં ઉપસર્ગો થયા છે. છતાં લેશમાત્ર ક્રોધ - દ્વેષ નહીં, એનું કારણ શું ? પચ્ચીસમા ભવે વિશ્વના જીવો પ્રત્યે મૈત્રી, કરુણા દઢ કરી છે જે સંસ્કારના કારણે હવે એ જીવોની ભૂલો દેખાતી નથી. એ જીવો અપરાધી લાગતા જ નથી. ભૂલ મારી પોતાની જ છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org