________________
૨૫૮
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
શેય પદાર્થો જણાય છે તેમ કેવળજ્ઞાનથી પોતાના અનંત આનંદ સ્વરૂપને વેદવાનું છે.
જ્ઞાનયોગની પ્રચંડ તાકાત છે. જ્ઞાનયોગથી દુ:ખનો અંત આવે છે. પુદ્ગલથી વૈરાગ્ય અને સ્વરૂપની રુચિ થઈ ત્યારથી જ્ઞાનયોગ શરૂ થાય છે. સંસારમાં આવો જ્ઞાનયોગ સ્પર્શી શકતો નથી. ચારિત્રમાં આવો જ્ઞાનયોગ સહેલાઈથી સ્પર્શી શકે છે. જ્ઞાનયોગનો અધિકારી કોણ બની શકે ? જેને આત્માનંદની રુચિ છે. તે જ્ઞાનયોગનો અધિકારી છે. સંસારમાં કાં તો વિષયોનું સુખ છે કાં તો આત્માનો આનંદ પડ્યો છે – આ બેમાંથી કોઈ પણ એક વિના જીવ જીવી શકતો નથી. જ્ઞાનમાંથી આનંદ ક્યારે આવે ? જ્ઞાનમાંથી રાગાદિ પરિણતિ તૂટે તો..રાગાદિ પરિણતિ જ્ઞાનને કલુષિત કરે છે. કલુષિત જ્ઞાનમાંથી કદી આનંદ આવતો નથી. ડહોળાયેલા જ્ઞાનમાંથી આનંદ નથી મેળવી શકાતો એટલે અનન્યગત્યા જીવ વિષયોમાં જાય છે. વિષયોમાંથી આનંદ મેળવવા જાય છે. ચૈતન્ય આત્મા એ સુખનો – આનંદનો પાતાળકૂવો છે. રાગાદિથી કલુષિત થયેલા ચૈતન્યમય આત્માનો આનંદ અવરાયેલો છે. પહેલા ગુણસ્થાનકે જીવ નિર્ણય કરે કે “ક્ષમાધર્મ પામવા માટે મારે આત્માને ક્ષમામય બનાવવો છે,” તો પણ મોક્ષ નિકટ બને.
કૂરગડુ મુનિને સંવત્સરીએ ખાતાં ખાતાં કેવલજ્ઞાન પ્રાપ્ત થયું તેમાં તેના પૂર્વભવની ક્ષમાધર્મની સાધનાનો પ્રભાવ જોવા મળે છે. પૂર્વના ત્રીજા ભવે ચારિત્ર લઈ તેને વિરાધી અંતિમ સમયે આર્તધ્યાનમાં મૃત્યુ પામી એક જંગલમાં જ્યાં બધા નાગ છે ત્યાં પોતે પણ નાગ તરીકે ઉત્પન્ન થાય છે. સાથે ઉત્પન્ન થયેલા નાગોમાં પણ ઘણા બધા આ રીતે સંયમની વિરાધના કરીને આવ્યા છે. હવે એક વખત રાજાના એકના એક પુત્રને નાગ ડસે છે અને રાજપુત્ર મૃત્યુ પામે છે. તે સમાચાર મળતાં રાજાને નાગ ઉપર અત્યંત ગુસ્સો આવે છે અને જંગલમાં રહેલ તમામે તમામ નાગોને મારી નાખવાનો હુકમ કરે છે અને તેના બદલામાં એક એક સોનામહોરનું ઈનામ જાહેર કરે છે.
આના પ્રલોભનથી અનેક લોકો નાગને વશ કરવાની વિદ્યા દ્વારા તેને મારી નાખવા લાગ્યા ત્યારે તેમાંના કેટલાકને પોતાના પૂર્વભવનું જાતિસ્મરણ-જ્ઞાન થયું. તેમાં આ કૂરગડુના જીવને પણ પૂર્વભવનું જાતિસ્મરણશાન થાય છે. પોતાનો પૂર્વભવ, વિરાધિત સંયમ અને અહીંયાં નાગ તરીકેનો જન્મ જોતાં સાવચેત થાય છે અને જ્યારે પોતાને કપાવાનો વખત આવે છે ત્યારે પોતાની દૃષ્ટિથી બીજા મૃત્યુ ન પામે તે માટે પોતાના મુખને દરમાં નાખી દે છે અને પાછળથી પૂંછડીના ભાગને તેઓ કાપે છે, જેમ જેમ પાછળનો ભાગ કપાતો જાય છે તેમતેમ શરીર બહાર કાઢે છે અને અત્યંત સમતાભાવમાં રહીને મૃત્યુની વેદનાને સહન કરે છે. ઉપસર્ગના સમયે પીડા આપનાર પ્રત્યે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org