________________
૨૫૬
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
પ'ની પંચાત આપણને રાગાદિ કરાવનાર કોણ છે ?
પુદ્ગલનો “૫', પત્નીનો “પ', પૈસાનો “પ”, પરમાણુ “પ”, પપ્પાનો પ”. પરમાત્માનો “પ”, બધી રામાયણ “પ”ની છે. જેમાંથી પ વર્ગ નીકળી ગયા છે એટલે અપવર્ગ = મોક્ષ = પરમ શાંતિ “પ વર્ગ” એટલે બારાખડી પણ નથી આવડતી ? પ, ફ, બ, ભ, મ,
- પ = પીડા, ફ = ફાઈટ, ફિકર, બ = બીમારી, ભ = ભય; મ = મરણ. - પુદ્ગલનો “પ” છે, અને પરમાત્માનો “પ” છે. બે “પ'માં શું ફરક છે ? પુદ્ગલ બહુરૂપી છે. પરમાત્મા એકરૂપી છે.
પત્ની રોજ નવાનવાં નાટક કરે તો ગમે કે ન ગમે ? તમે કંટાળી જાવ. કલાકે કલાકે રોજ નવાં નવાં રૂપ કરે તો કહો ને કે જા તારે પીયર ! બહુરૂપીને કોઈ પહોંચી શકે નહીં. પુદ્ગલના સંગે અનંતા નાટક કર્યા, છતાં અંત આવ્યો નહીં. પરમાત્મા એકરૂપી છે. સવારે - બપોરે - સાંજે એક સ્વરૂપી છે. એની સાથે પ્રેમ કરવામાં કેવી મજા પડે ? તમે બજારમાં – ઘરમાં – ભાઈબંધમાં જુદા છો. બહુરૂપીની માયાને કોઈ પહોંચી વળ્યું નથી. એકરૂપીને જ પહોંચાય. જેને રૂપ નથી તે અરૂપી કહેવાય એ વ્યાખ્યા બરાબર લાગતી નથી. પણ જે “નિત્યઃ એકરૂપઃ સ અરૂપી -
જે રૂપમાંથી રૂપાંતર થાય તે રૂપી. અને જેવું રૂપ અર્થાત્ સ્વરૂપ નિત્ય એક જ રહે - જેમાં ફેરફાર થાય નહીં તે અરૂપી એવી જ રીતે જ નામમાંથી નામાંતર થાય તે નામી અને જેનું નિત્ય એક જ નામ હોય તે અનામી. સંસારમાં નામમાંથી નામાન્તર, રૂપમાંથી રૂપાન્તર અને કાર્યમાંથી કાર્યાન્તર થયા કરે છે માટે સંસારી જીવો નામી અને રૂપી છે જ્યારે સિદ્ધોમાં આવું થતું નથી માટે સિદ્ધો અનામી, અરૂપી છે. સિદ્ધાત્મા, મુક્તાત્મા, પરમાત્મા બધે એક જ સ્વરૂપને સૂચવનારા છે માટે અનામી છે.
પુદગલને ઓળખવું કઠિન છે. પરમાત્માને ઓળખવા સહેલા છે. અનંતકાળથી પુદ્ગલ સાથે રહ્યા, નાચ્યા છતાં એને ઓળખી શક્યા છો ? હવે ભાંજગડ છોડવી છે ? પરમાત્માને પકડવા છે ?
-
ક્રોધની જ્વાળા હેયે પ્રગટે,
તપી જતાં સૌ અંગ; જીભનો કાબુ જતો રહે તો,
મચાવે મોટો જંગ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org