________________
પ્રવ્રજ્યાનો અધિકારી કોણ ?
૨૫૫
“ખાયા સો ખો ગયા', દીયા સો લે લીયા” બસ આ વાતને યાદ રાખો. જે જમે છે તે જસલોકમાં જાય છે.
જે જમાડે છે તે જગદીશ્વરને જુએ છે.
જે જમા કરે છે તે જમલોકમાં જાય છે. (iv) વિષયા દુઃખહેતવઃ વિષયો એ દુઃખનું કારણ છે. વિષયોમાંથી સુખ મળતું નથી, સુખ મળે છે એ ભ્રાંતિ છે, ભ્રમણા છે illusion છે. દુ:ખ મળ્યા વિના રહેતું નથી. પણ જ્ઞાનીની આ વાતને મોહરાજાની વફાદારીને દૂર કરીને જોશો તો જ દેખાશે. અનાદિકાળથી અંતરાયકર્મનો ક્ષયોપશમ પ્રાપ્ત છે. અંતરાયકર્મ આખું દેશઘાતી છે એટલે ક્ષયોપશમ તો હોય જ છે. હવે ભોગાંતરાયકર્મનો પણ ક્ષયોપશમ છે. સ્વરૂપને નથી પ્રાપ્ત કર્યું તે જીવો પુદ્ગલને પ્રાપ્ત કરીને સુખી થાય છે. પણ એક વખત આ અનુભવને દૂર કરો – પુદ્ગલથી સુખ મળતું જ નથી જ્ઞાનસારમાં તૃપ્તિ અષ્ટકમાં આ વાત કહી છે.
पुद्गलैः पुद्गलास्तृप्तिं यान्त्यात्मा पुनरात्मना ।
પરણિતનારો, જ્ઞાનિનસ્તર પુષ્યતે | (૫). પુદ્ગલોથી પુદ્ગલો તૃપ્તિ (ઉપચય)ને પામે (વધે - પુષ્ટ થાય) અને આત્માથી (ચૈતન્યાદિ ગુણોથી) આત્મા તૃપ્તિને પામે, છતાં પુદ્ગલોની તૃપ્તિને (પુષ્ટિને) આત્માની તૃપ્તિ માનવારૂપ મિથ્યા ઉપચાર કરવો તે જ્ઞાનીને ઘટતું નથી.
આ વિષયોમાં સુખબુદ્ધિ એ જ દુઃખનું કારણ છે. દુર્ગતિનું કારણ છે. પાપ કર્મબંધ કરાવનાર છે. | (iv) સંયોગે વિયોગ : સંયોગમાં જે વિયોગ જુએ તેનો વૈરાગ્ય ઊંચો છે. તમને બંગલા બાંધતાં જ ખંડેર દેખાય છે ? ભાવિ વિયોગ અત્યારે જુઓ તો શું રાગ થાય ? અત્યારની અવસ્થાને સ્મશાનમાં પડેલી રાખ જુઓ તો કયો કુશાગ્રબુદ્ધિ એમાં રાગ કરે ? પહેલી અનિત્ય ભાવના શા માટે મૂકી ? જડત્વ ભાવના કેમ ન મૂકી ? અનિત્ય જ કેમ ? કારણ કે નિત્ય એવો જડ પદાર્થ નુકસાન કરતો નથી. દા.ત. ધર્માસ્તિકાય વગેરે. પદાર્થ જડ હોતે છતે પણ નિત્ય છે. તો તે આત્માને હાનિકર બનતા નથી. કારણ કે જડ અને નિત્ય હોય તે નિયમા અરૂપી હોય અને રાગનું કારણ બને નહીં. અનિત્ય તત્ત્વ રાગનું કારણ બને છે. પરમાણુ, સિદ્ધો, ધર્મ, અધર્મ, આકાશ ત્રણ જીવને રાગાદિ કરાવી શકતા નથી. પરમાણુ અતિ સૂક્ષ્મ છે. પરમાણુ રૂપી છે. પણ નિત્ય છે. ધર્માદિ ૩ નિત્ય છે પણ અરૂપી છે તેથી રાગાદિ કરાવી શકતા નથી. અનિત્ય અને રૂપી હોય તે આત્માને રાગાદિ કરાવવા દ્વારા નુકસાન કરનારા છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org