________________
પ્રવ્રજ્યાનો અધિકારી કોણ ?
૨૫૩
ગયાં એટલે કોમળતા ગઈ અને તેથી ધર્મબીજનું વાવેતર ન થાય. નિર્દયતાથી, નઠોરતાથી હૃદયભૂમિ અયોગ્ય બને છે. કઠોરભૂમિમાં વાવેતર ન થાય તેમ નિર્દય હૃદયભૂમિમાં ધર્મબીજનું વાવેતર જ ન થઈ શકે. તમે આ મનુષ્યભવમાં તપ-ત્યાગ વગેરે કંઈ ન કરી શકો તો પણ ખાલી દયા-દાન કરીને જાવ તો ય મનુષ્યજીવન સફળ બની જાય છે.
તિર્યંચો કેટલા સુખી ? ખાવાની-પીવાની-પૈસા કમાવવાની ચિંતા નહીં, ઘર બનાવવાની, કે ઘરમાં રહેવાની ચિંતા નહીં. તમને કેટલી બધી ચિંતા છે ? છતાં મનુષ્યભવ કેમ સારો ? મનુષ્યભવમાં વિવેક મળી શકે છે. પાયાભૂત દાન-સેવા માટે મનુષ્યભવ છે. આપવા માટે આ બે હાથો મળ્યા છે. લેવા માટે નથી મળ્યા. તમે એનો ઉપયોગ આપવા માટે ન કરતાં લેવા માટે કરશો તો આવતા ભવમાં ચાર પગો મળશે. હું તમને શ્રાપ નથી આપતો. પણ જે મળ્યું છે તેનો સદુપયોગ કરીને જાવ એવું સુચન કરું છું. આ ભવમાં ચારિત્ર ન મળે પણ દૈવીગુણોનો વારસો મેળવી શકાય. તિર્યંચોને હાથ અને બુદ્ધિ નથી મળ્યા તેથી તિર્યંચોને પાપકર્મના બહુ બંધ નથી. કેમકે બુદ્ધિના અભાવમાં સંકલ્પ - વિકલ્પ નથી. ગાય - ભેંસ વગેરે જાણે જ્ઞાતા - દ્રષ્ટાભાવમાં આખો ભવ પસાર કરતાં હોય તેવું લાગે છે. માલિક મારે તો સહન કરી લે છે. સહજ રીતે પાપકર્મ બંધાતું નથી. વળી માલિક કહે તેમ કરે છે. એટલે એને માટે મનુષ્યભવ સહેલો છે. પણ આપણને મળ્યું છે છતાં તેનો સદુપયોગ ન કરીએ તો મનુષ્યભવ આપણા માટે દુર્લભ છે. ભવવિરક્ત એ ચારિત્રનો અધિકારી છે.
(ii) જન્મ એ મરણનું નિમિત્ત છે. જન્મ એ મરણમાં સમવતાર પામનારું છે. જન્મથી રાજી થવાનું પણ રહેતું નથી, કારણ કે જન્મે છે તે મરે છે. આથી વૈરાગ્ય સહજ બને છે. જન્મ પરાધીન છે, મરણ પરાધીન છે પણ એ બંને વચ્ચેનું જીવન સ્વાધીન છે તેને મોહની આજ્ઞામાં વેડફવું કે પ્રભુની આજ્ઞામાં વાપરવું એ આત્માની વિવેકશક્તિ ઉપર આધાર રાખે
(iii) સંપત્તિ ચપળ છે - ચંચળ છે. આવે ને જાય, તેથી તે જાય તે પહેલાં તેનો સદુપયોગ કરી લેવો યોગ્ય જણાય છે. કોઈ પણ વસ્તુને બાંધી રખાય નહીં. તમને કોઈ બાંધી રાખે તો છૂટવા પ્રયત્ન કરો ને ? તિજોરીમાં પડેલી, પૂરી રાખેલી સંપત્તિ ગૂંગળાઈ રહી છે, જવા માટેની તક જોઈ રહી છે. સંપત્તિનો કોઈ પણ સંયોગોમાં સદુપયોગ કરો. મોજશોખ અને વ્યસનોમાં વપરાતી લક્ષ્મી વેડફાઈ રહી છે, જીવનવ્યવહાર માટે વપરાતી લક્ષ્મી વપરાઈ રહી છે અને સાત ક્ષેત્ર અને અનુકંપામાં વપરાતી લક્ષ્મીને તમે વાવી રહ્યા છો. અમેરિકા જવાનું હોય તો ભારતીય ચલણને ડોલરમાં
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org