________________
૨૫૪
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
ટ્રાન્સફર કરાવવું પડે, લંડન જવું હોય તો ભારતીય ચલણને પાઉન્ડમાં ટ્રાન્સફર કરાવવું પડે તેમ આજની ભૌતિક સંપત્તિને પરલોકમાં લઈ જવી હોય તો પુણ્યમાં ટ્રાન્સફર કરવી પડે. નવ પ્રકારે પુણ્ય બંધાય છે. પાત્રને અન્ન, પાણી, વસ્ત્ર, આસન, શયન આપવાથી, મનના શુભ વિચારથી, વચનના શુભ ઉચ્ચારથી, કાયાની દયા, જયણાપૂર્વકની પ્રવૃત્તિથી અને દેવ-ગુરુ-વડીલ વગેરે ને નમસ્કાર કરવાથી.
પહેલા પાંચ પ્રકારમાં પૈસાનો સદુપયોગ છે, પછીના ત્રણ પ્રકારમાં વિવેકનો સદુપયોગ છે અને છેલ્લો નમ્રતા વગેરે ગુણોનો પ્રાદુર્ભાવ છે. ટૂંકમાં પહેલા પાંચ પ્રકારમાં પૈસાનો ત્યાગ છે, પછીના ત્રણ પ્રકારનાં અવિવેકનો ત્યાગ છે અને છેલ્લા પુણ્યના પ્રકારમાં અભિમાન, આસક્તિ વગેરે દોષોનો ત્યાગ છે. આમ પદાર્થનું સ્વરૂપ ચંચળ છે તો તે જાય તે પહેલાં આપણે તેનો સદુપયોગ કરી લેવો જરૂરી છે.
કોઈ રીઝાઈન થાય તેમાં મજા કે કોઈને ડીસમીસ કરો તેમાં મજા છે ? પૈસા ચાલી જાય તે પહેલાં પરોપકારાદિ કાર્યોમાં તમે વાવણી કરી લો. પુણ્યથી સંપત્તિ મળે છે, પુણ્યથી ટકે છે, પુણ્યાનુબંધી પુણ્યથી તેનો સદુપયોગ થાય છે. આ સત્ય સમજાઈ જાય તો કોઈ ધનનો સંચય ન કરે. રાજા ભોજનું દૃષ્ટાંત આમાં આદર્શ પૂરો પાડે છે.
સાહિત્યપ્રેમી રાજા ભોજ કોઈ કવિ નવો શ્લોક બનાવે તેની કદરદાની કરીને ઘણું દાન આપતા. ગુણીને ગુણની કદર હોય છે. મંત્રીશ્વરને ચિંતા થઈ કે આ રીતે તો ભંડાર ખાલી થઈ જશે, તો શું કરવું ? રાજાને કોણ કહે ? ઉંદરોની સભામાં સર્વાનુમતે ઠરાવ પાસ થયો કે આપણી સલામતી માટે બિલાડીને ગળે ઘંટ બાંધવો. પણ કોણ બાંધે ? આનો અમલ જ શી રીતે થાય ? પણ ગમે તે રીતે રાજાને કહેવું તો ખરું ! એમ વિચારી મંત્રીશ્વરે રાજાના શયનખંડમાં પલંગની સામે શ્લોકનું એક ચરણ લખ્યું,
આપળે ધન રક્ષેત્.” આપત્તિના સમય માટે ધનની રક્ષા કરવી જોઈએ. બુદ્ધિશાળી રાજા ભોજ વાંચીને પોતા માટે કરાયેલી ટકોરનો સહજપણે ઉત્તર આપતું બીજું ચરણ લખે છે, “માયુવતઃ વૈદ્યાપ:' ભાગ્યશાળીને આપત્તિ ક્યાંથી હોય ? મંત્રીશ્વરે પણ ત્રીજું ચરણ લખ્યું.” “વાવવું પિતો હૈવ ક્યારેક ભાગ્ય વીફરી જાય તો ? રાજા ભોજે પણ આ જવાબનો વિજયી ફટકો મારતાં લખ્યું કે, “તાં સંચિતોડપિ વિનશ્યતિ ”
ત્યારે ભેગું કરેલું પણ ચાલી જશે.”
આમ સંપત્તિનો સન્માર્ગે વ્યય કરતાં જ તેની વૃદ્ધિ થાય છે. કૂવામાંથી પાણીની ડોલ ખેંચતાં પાણી નીકળતું જાય છે તેમ નીચેની સરવાણીમાંથી પાણી પુરાતું જાય છે. આપવાથી વધે છે આ સિદ્ધાંતમાં વિશ્વાસ રાખો,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org