________________
યોગસાધના – ઉપયોગશુદ્ધિ
રાગાદિ ભાવે પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં ઉત્કટ પ્રવર્તન તે સંસારયોગ છે. સંસારમાં જીવ પોતાનું સ્વરૂપ ભૂલી જાય છે. પોતાનું કર્તવ્ય ભૂલી જાય છે. જીવ પોતાની સઘળી શક્તિને એમાં રેડે છે. એમાં પરાકાષ્ઠાનું વીર્ય સ્કુરણ થતાં સાતમી નરકાદિના ભાવો થઈ શકે છે. અને પરાકાષ્ઠાનું વીર્ય સ્કુરણ સ્વરૂપમાં, ચૈતન્યમાં થતાં આ સામર્થ્યયોગની પ્રાપ્તિ થાય છે. પોતાની શક્તિનો, વીર્યનો સંચય કરવાનો છે. જે પદાર્થોની ઇચ્છા, પદાર્થો મેળવવા માટે પ્રયત્ન, પદાર્થો મેળવવાનો સતત વિચાર – એ અત્યંતર સંસાર છે. એનો નાશ કરવા માટે પણ ઇચ્છા - વિચાર જોઈએ. સ્વરૂપની ઇચ્છા તીવ્ર બને, તીવ્ર બનાવ્યા પછી તે કેવી રીતે મળે ? તેના વિચારો કર્યા કરીએ, એમાં એકાકાર બનીએ એ ધ્યાન છે.
સ્વને જેવો જાણ્યો તેવો વેદવો તે ધ્યાન છે.
આનાથી પરપદાર્થમાં જતો આત્મા અટકી જાય છે. અહીં પરપદાર્થની કોઈ પ્રવૃત્તિ નથી. તે અપેક્ષાએ ધ્યાન અક્રિય છે. અને સ્વરૂપની પ્રાપ્તિ માટેની પ્રવૃત્તિ હોવાથી તે અપેક્ષાએ ધ્યાન સક્રિય પણ છે.
સંસાર = ઇચ્છવું, બોલવું, વિચારવું, યાદ કરવું, સ્મૃતિ. જ્યાં ઇચ્છવું, બોલવું, વિચારવું, સ્મરણ કરવું નીકળી જાય તો પછી સંસાર રહે જ ક્યાંથી ?
ઇચ્છા કાઢી નાખો, વિચાર કાઢી નાખો, ક્રિયા કાઢી નાખો તો સંસાર છે જ શું ?
મતિજ્ઞાનના ઉપયોગમાં અવળા પ્રયત્નોથી સંસાર ઊભો કર્યો છે. એની ઇચ્છા, એને અનુરૂપ વિચાર, એને અનુરૂપ ક્રિયા, એનું સ્મરણ, આ જ અત્યંતર સંસાર છે. તમે કાંઈ ઇચ્છો નહીં, બોલો નહીં, વિચારો નહી, યાદ કરો નહીં તો આત્મા એના ઘરમાં રહે છે. - ઘરમાં રહેવું એ મોક્ષમાર્ગ છે.
સમ્યક્ત્વપ્રાપ્તિ થયા પછી કર્મોમાંથી સંખ્યાતા સાગરોપમની સ્થિતિ ઘટે ત્યારે ઉપશમશ્રેણી-ક્ષપકશ્રેણી વગેરે પ્રાપ્ત થાય છે. તેમાં ક્ષયોપશમ ભાવના ધર્મનો સંન્યાસ પ્રાપ્ત થાય જ્યારે ચારિત્રના પ્રાપ્તિકાળે પ્રવૃત્તિ લક્ષણ ધર્મસંન્યાસ યોગ આવે છે. અર્થાત્ પરમાત્મ પૂજા, સાધર્મિક ભક્તિ, સુપાત્ર દાન, આરંભ - સમારંભથી થતાં આ ધર્મોનો – યોગનો - ત્યાગ થાય છે. પ્રવ્રજ્યામાં એકલો જ્ઞાનયોગ સાધવાનો છે. જ્ઞાનયોગ એટલે જેમાં આનંદ લૂંટવાનો છે. જ્ઞાન એ જ્ઞાન માટે નથી. જ્ઞાન એ જ્ઞાન માટે હોય તો એ જ્ઞાન બોજા રૂપ છે. કેવળજ્ઞાન શા માટે પ્રાપ્ત કરવાનું ? કેવળજ્ઞાનથી જેમ જગતના
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org