________________
વ્યવહાર અને નિશ્ચય સંપ્રદાય
૧૯૭
સાથે આંતર સંઘર્ષ પણ ન ગમ્યો. તેથી સદૂગતિમાં - દેવલોકાદિમાં જતાંવેંત જ આંતરશત્રુઓ ઊભા થવાના. આજે તપ – ત્યાગ, સંયમ, જ્ઞાન, ધ્યાનની સાધના અહીં નથી કરતા ને ઘરબાર કુટુંબને સંભાળ્યા કરશો તો તમારા જેવો કોઈ કાયર નહીં. તમને તમારી કાયરતા દેખાય છે ? તમે સત્ત્વહીન છો, તમને હવે સજ્જન પણ કઈ રીતે કહી શકાય ? સાત્વિકતા નથી એને માણસ પણ કહેવાતો નથી. માણસ અને સત્ત્વહીન !
- નેપોલિયનની વાત આવે છે, તેને સાત્ત્વિક માણસો ગમતા. કાયરો પ્રત્યે તેને ગુસ્સો આવતો. પોતે પણ સત્ત્વશીલ છે. એક યુદ્ધ ખેલાયું. તેમાં એક સૈનિકનાં માતા-પિતા યુદ્ધમાં મૃત્યુ પામ્યાં. હવે આ સૈનિક અતિ વ્યથિત છે અને બદલો લેવાની તક શોધી રહ્યો છે. નેપોલિયન રાત્રીના સમયે નગરચર્યા જોવા માટે ચારે બાજુ ફરી રહ્યો છે આ દશ્ય સૈનિકે જોયું અને વિચાર્યું કે આ તક સારામાં સારી છે. તેણે હાક મારી, નેપોલિયન ! સાવચેત થઈ જા. પિસ્તોલ તારી રાહ જુએ છે ! એની સામે નેપોલિયને હાકોટો માર્યો. નેપોલિયન પણ નીડરતાથી બોલે છે. “Shoot me” હું જોઉં છું તું કેમ મને મારે છે ? નેપોલિયનની નીડરતા જોઈ પેલો સૈનિક ત્યાંથી ભાગી ગયો. નેપોલિયનને પોતાની સામે પિસ્તોલ બતાવનાર સૈનિક ઉપર સહેજ પણ ગુસ્સો આવતો નથી. નેપોલિયનની એક વિશેષતા હતી કે તે ક્યારે પણ ભાવાવેશમાં આવતો નહોતો. તે એકજ વિચારે છે કે આવા સાત્ત્વિક સૈનિકની મારે કદર કરવી જોઈએ, એમ વિચારી બીજે દિવસે એને છાવણીમાં બોલાવ્યો, રાતની વાતનો લેશમાત્ર ઉલ્લેખ કર્યા સિવાય એને પોતાના અંગરક્ષક તરીકે નીમ્યો. જગતમાં સફળતા મેળવવી હોય તો કાયરતાથી નહિ મળે સાત્ત્વિકતાથી મળશે. આ સૈનિક જીવનના અંત સુધી વફાદારીપૂર્વક જીવ્યો અને નેપાલિયનને મારી નાખવાના ઇજીપ્તના કાવતરા વખતે પોતાનો ભોગ આપીને પણ નેપોલિયનને બચાવ્યો છે.
ધર્મપરિણતિને ઊભી કરવા માટે ધર્મ કરવો જરૂરી છે. અને તે ધર્મ કરતાં કરતાં આસક્તિ, અહંકાર, નિંદા, ટીકા ટિપ્પણના કોચલામાંથી બહાર નીકળવું પડશે. કર્મ અને મોહનો નાશ કરવા માટે છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ કરવો પડશે.
નિશ્ચય દષ્ટિ હૃદય ધરીજી, પાળે જે વ્યવહાર; પુણ્યવંત તે પામશે જી, ભવસમુદ્રનો પાર. તુરંગ ચડી જેમ પામીએજી, વેગે પુરનો પંથ; મારગ તેમ શીવનો લહે જી, વ્યવહાર નિગ્રન્થ.
સોભાગી જીન સીમંધર સુણો વાત,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org