________________
કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગની અભેદતા
૨૦૫
જ્ઞાનયોગમાં અહંકાર સ્વરૂપની સાથે ભળી જાય છે અર્થાત્ મિથ્યા અહંકાર સમ્યગૂ અહંકારમાં ભળી જાય છે.
ભક્તિયોગમાં અહંકાર પરમાત્માને આપી દેવાય છે. તાત્પર્ય એ છે કે કર્મયોગમાં અહમ્ શુદ્ધ થાય છે. જ્ઞાનયોગમાં અહમ્ મટી જાય છે. ભક્તિયોગમાં અહમ્ પલટાઈ જાય છે.
અહમૂનું શુદ્ધ થવું, મટવું કે પલટાવું – આ ત્રણે પરિણામે એકરૂપ થઈ જાય છે.
કર્મયોગ ભૌતિક સાધના છે, જ્ઞાનયોગ આધ્યાત્મિક સાધના છે, ભક્તિયોગ એ આસ્તિક સાધના છે. ભૌતિક સાધનમાં અકર્મની, આધ્યાત્મિક સાધનામાં આત્માની અને આસ્તિક સાધનામાં પરમાત્માની મુખ્યતા છે.
અકર્મ, આત્મા અને પરમાત્મા આ ત્રણે તત્ત્વથી એક જ છે. આથી અકર્મમાં આત્મા પણ છે, પરમાત્મા પણ છે.
આત્મામાં અકર્મ પણ છે, પરમાત્મા પણ છે. પરમાત્મામાં અકર્મ પણ છે, આત્મા પણ છે.
અહંકારના કારણે અકર્મ, આત્મા અને પરમાત્મા ત્રણ ભેદ પડે છે. તત્ત્વમાં ત્રણ ભેદ નથી.
તમને ઘણા પૈસા મળ્યા છે તો જગડુશા બનીને મોક્ષે જવું છે ? નરસિંહ બનીને મોક્ષે જવું છે કે ભગવાન મહાવીર પ્રભુ જેવી ઉગ્ર સાધના કરી મોક્ષે જવું છે ?
આજની તમારી પરિસ્થિતિ જોતાં એકલા પૈસા જ પ્રિય છે. બીજી કોઈ ચીજ પ્રિય નથી. બીજી કોઈ ચીજનો રાગ બેસાડ્યો નહી અને પૈસાનો ગાઢ રાગ કાઢ્યો નહી તો સમજી રાખજો કે ભાવિ અંધકારમય છે. શાસ્ત્રમાં કામપુરુષાર્થને અધમ કહ્યો છે અને અર્થપુરુષાર્થને અધમાધમ કહ્યો છે.
તમારામાંથી કષાયો નીકળ્યા, દુર્બુદ્ધિ નીકળી ગઈ, પ્રજ્ઞા આવી, બુદ્ધિ આવી ગઈ એટલે પારમાર્થિક જ્ઞાન આવી ગયું.
ભવોભવની સાધના દ્વારા મેળવાતી ચીજ – પરાકાષ્ઠાનો વૈરાગ્ય, પરાકાષ્ઠાનો વિવેક, ઉત્કૃષ્ટ બળ, ઉપસર્ગો અને પરીષહો સામે ઝઝુમવાની શક્તિ આ બધું મળ્યા પછી હવે બીજો વિકલ્પ કરવાની શું જરૂર છે ? પ્રયોજન સિદ્ધ થઈ ગયા પછી કોઈ આવ્યું કે ન આવ્યું એ વિકલ્પો ટકી શકતા નથી. પ્રભુ મહાવીર ચારિત્ર લીધા પછી સતત આવી નિર્વિકલ્પ સાધના કરે છે. ત્યાં સંગમ પ્રત્યે ક્યાંક આવી કરુણાનો વિકલ્પ સ્પર્શી જાય છે. આ જ વાતને ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા. દીવાળી કલ્પની ઢાળમાં જણાવે છે.” સંગમે પીડીયો, પ્રભુ સજલ લોયણે ચિંતવે છુટથે કેમ એહો,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org