________________
સમ્યક્ત્વનાં પાંચ લક્ષણો
આયુકર્મની ગુલામીને અલવિદા કરવી હોય તો અક્ષયસ્થિતિ સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ જરૂરી છે. કર્મ બેડી લાગે તો સતત એમ થાય કે ક્યારે બેડી તોડી નાખું ! ક્યારે મુક્ત થાઉં ? અને આત્મઘરમાં સમાઈ જાઉં ! નિર્વેદ વગર મોક્ષમાર્ગમાં પા પા પગલી ભરી શકાતી નથી, માટે જ તો શ્રી ગૌતમસ્વામી ભગવાને જયવીયરાય સૂત્રમાં સૌ પ્રથમ ‘ભવનિવ્વઓ'થી ભવનિર્વેદની માગણી કરી. નારક, ચારક સમ જે ભવથી ઉદ્વિગ્ન થાય છે તે આગળ કલ્યાણની કેડી પકડી શકે છે. તમે તો સુરંગોથી ગર્ભિત માર્ગને જ સલામતી માની છે. માટે નિર્વેદ થતો નથી. સમિતીને સંસારમાં ક્યાંય ઠરીઠામ બેસવાનું બનતું નથી, ગમતું નથી.
પાછળ, કંપ
(૪) અનુકંપા : અનુ ધ્રુજારી....દુઃખીને જોઈને પોતાને પાછળથી દુ:ખનું કંપન થાય તે, દ્રવ્ય થકી દુઃખિયાની દયા. દયા એ અર્ધન્યાય છે. દાન એ પૂર્ણ ન્યાય છે એટલે પછી તે દયાળુ પોતાની શક્તિ મુજબ તેનું દુઃખ દૂર કરે.
સુખ સંપત્તિ પામેલા હોવા છતાં જે ધર્મથી વિમુખ છે, એની દયા આવે કે આ લોકો સુખ-સંપત્તિમાં મહાલે છે, ગાડી-મોટરમાં ફરે છે, પણ આ બિચારા મરીને ક્યાં જશે ? આ ભાવદયા છે. તેને તમારા બંગલા મોટરની ઈર્ષ્યા નથી આવતી, પણ કરુણા આવે છે. આત્મસ્વરૂપ પામે તો સારું એવી ભાવના હોય છે.
-
—
૨૪૩
(૫) આસ્તિક્ય : સમકિતનું પાંચમું લક્ષણ છે. એની માન્યતા છે કે આત્મકલ્યાણ કરવા માટે સર્વજ્ઞનું વચન અતિશય ઉપકારી છે, અતિશય શ્રેષ્ઠ છે. એ રીતે ચાલે તો સમ્યક્ત્વ પામી આગળ વધી શકાય.
પ્રશ્ન : અન્યદર્શનમાં જિનવચન મળ્યું નથી તો ત્યાં કોઈ કદાચ સમ્યક્ત્વ પામે તો ત્યાં આસ્તિક્ય શું ?
ઉત્તર : અન્યદર્શનીની પણ એક શ્રદ્ધા છે કે આત્મામાં જ સુખ છે. વિષયોમાં સુખ નથી. આ તેની શ્રદ્ધા કોઈ ચલાયમાન ન કરી શકે. ગોળ ગળ્યો લાગે છે; હવે લાખ માણસ કહે ગોળ કડવો છે તો માનો ? કેમ નહીં ? જે ચીજ અનુભવથી સિદ્ધ છે તેનો અપલાપ ન કરી શકાય.
-
સર્વજ્ઞનું વચન વ્યવહારનો નિષેધ કરનારું ન હોય અને અનુભવનો અપલાપ કરનારું ન હોય, વ્યવહારમાં પણ અનુભવનો અપલાપ કરી શકાતો નથી તો સર્વજ્ઞનું વચન અનુભવનો અપલાપ કરનારું હોય જ નહીં. એક માણસે સર્વજ્ઞને ખોટા પાડવા માટે હાથમાં જીવતું મચ્છર લીધું અને પૂછે છે કે ભગવાન આ જીવી જશે કે મરી જશે ? એના મનમાં એમ કે જીવી જશે એમ કહેશે તો મારી નાખીશ અને મરી જશે એમ કહેશે તો ઉડાડી દઈશ. પ્રભુએ કહ્યું. ‘અત્યારે એનું જીવન તારા હાથમાં છે.'' પેલાએ તરત
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org