________________
જ્ઞાનયોગથી ચારિત્ર મહાન છે
૨૪૯
તપથી આત્મા ખડતલ બને છે, જિતેંદ્રિય બનાય છે, નિર્વિકલ્પદશા આવે છે, કષાયો કૃશ થાય છે. તપના આટલા બધા ફાયદા હોવા છતાં આજે આત્મા તપ કરવામાં ઉત્સુક બનતો નથી, તપ કરવાથી ખચકાય છે. ખાવાનું સૂઝે છે. ખાવા – પીવાવાળાને છેલ્લે રોગ આવશે ત્યારે અસમાધિ બહુ થશે. આજના રોગો પણ વિચિત્ર છે. ભૂખ્યા રહેવાની ટેવ પાડી હશે તે ફાવી જશે. કર્મોને કોઈની શરમ નથી; સાધુ હશે, ભગવાન હશે તો પણ સત્તાગત કર્મ એનો અબાધાકાળ પૂરો થતાં ઉદયમાં આવશે ત્યારે સહિષ્ણુ વ્યક્તિ જીતી શકશે. બીજાને તો અવશ્ય અસમાધિ થશે, મરણ વખતની સમાધિ જો ઇષ્ટ હોય તો જીવનને સમાધિમાં રાખતાં શીખો.
એક વખતનો અમેરિકાનો વિદેશ મંત્રી ડલેશ, તેને કેન્સર થયું. ચીસો પાડે છે. હાયવોય કરે છે. મારું કેન્સર મટાડે તેને લાખ ડોલર ઈનામ આપું કર્મસત્તા કહે છે, “તારા લાખ ડૉલર ચૂલામાં નાખ” તે આર્સ – રૌદ્ર ધ્યાનમાં મર્યો. પૂ.પાદ ભુવનભાનુસૂરિજી મ.સા.ના લઘુબંધુ પદ્મવિજયજી મ.સા.ને પણ તેના સમકાલમાંજ કેન્સર થયું હતું. કેન્સરના રોગમાં તેમણે ૧૬ ઉપવાસ, ૩૦ ઉપવાસ કર્યા અને કર્મનું દેવું ચૂકવીને સમાધિમરણમાં મર્યા.
આત્માની મનઃસ્થિતિ ક્યારે બગડે છે ? તે ખબર નથી. માટે નિયમકની જરૂર છે, કલ્યાણમિત્રની જરૂર છે. ધર્મ જીવનમાં નહીં કર્યો હોય તો છેલ્લે કોઈ નવકાર સંભળાવશે તો પણ તે ના પાડશે. આવું ન થાય તે માટે રાગમાંથી ઉપયોગને બહાર કાઢો. અરિહંતમાં ઉપયોગને જોડો. પૂ. પદ્મવિજયજી મહારાજ જીવનભર આરાધના કરી હતી. જીવનભર અરિહંતનું, સિદ્ધનું, સાધુ અને ધર્મનું શરણ અંગીકાર કર્યું હતું, તો ધર્મો રક્ષતિ રક્ષિતઃ એ ન્યાયે ધર્મે તેમનું રક્ષણ કર્યું. સમાધિમરણ, સદ્ગતિની ભેટ આપી અને પરલોકની સાધનામાં અવિરત પ્રયાણ ઊભું રાખ્યું.
તમને આજે પાંચ ટાઈમ ખાવા માટે ઓછા પડે છે. એકાસણા - બેસણાનો પણ આજે તપ થતો નથી. માનવભવમાં વિરતિધર્મ છે, તપ ધર્મ છે. તપ દ્વારા કાયાને કસી નાખવાની છે. સંકલ્પ કરો, “ઢેઢું પાતયામિ વા હાઈ સાધવામિ '' આવા દઢ સંકલ્પથી સિદ્ધિ થાય છે. અને આત્માનો શુદ્ધ આનંદ પ્રાપ્ત થાય છે. જ્ઞાનયોગથી મોક્ષ છે. જ્ઞાનયોગથી ક્ષપકશ્રેણી મંડાય
છે.
આત્મા જ્યારે ઈદ્રિયોના વિષયોમાંથી મનને ખેંચી લે છે, અને અંદરમાંથી ગુણનો આનંદ મેળવે છે - તે જ્ઞાનયોગ છે. આજે ચારિત્ર ગમે નહીં, ચારિત્ર લેવાનું જે ઇચ્છે નહીં તેનામાં શું જૈનત્વ છે ? તે જૈન કહેવાય ? જૈનત્વ એ મોહનીય કર્મના ક્ષયોપશમમાંથી છે. અને સમ્યક્ત્વની પ્રાપ્તિથી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org