________________
સમ્યક્ત્વનાં પાંચ લક્ષણો
સહજક્ષમા બને છે ત્યારે સ્વાધીનપણે તેનું અનંત સુખ જીવને મળ્યા કરે છે, અને ક્રોધનું સુખ તો ક્રોધમોહનીયકર્મને આધીન છે. વળી પુણ્યોદય હોય તો તમારા ક્રોધને કોઈ સાંખી લે, દબાઈ જાય અને તમારો પાપોદય હોય અને તમારી સામે થાય, તમારો બાયકોટ કરે તો આ પરાધીન સુખમાં પણ પંક્ચર પડવાની પૂરી શક્યતા છે.
વળી મોક્ષનું સુખ નિરુપચરિત છે. સંસારનું સુખ ઉપરિત છે. આ આરોપ કે ઉપચારને પણ બરોબર સમજવા જેવા છે. અત્યંતમિત્રો: દ્રવ્યયો: गुण- पर्याययोः वा सादृश्यातिशयमहिम्ना भेदप्रतीतिस्थगनमात्रं उपचारो आरोपो वा ।
અત્યંત બે ભિન્ન દ્રવ્યો છે છતાં કંઈક સમાનતાના કારણે હવે ભિન્નતાની પ્રતીતિ થતી નથી, તે બંને જાણે સમાન છે તેવું લાગે છે. આ ઉપચાર છે. એવી રીતે કોઈ ગુણ હોય કે કોઈ ક્રિયા હોય એ બંને ભિન્ન હોવા છતાં કોઈક સમાનતાના કારણે તે બંને જાણે એક જ છે એવી પ્રતીતિને ઉપચાર કહેવામાં આવે છે.
૨૪૧
હવે મોક્ષના સુખમાં કોઈ ઉપચાર નથી. મોક્ષ એટલે આત્માની કર્મરહિત શુદ્ધ અવસ્થા અને તે વખતે કર્મોથી દબાયેલા અનંતા ગુણો કર્મક્ષય પામ્યા હોવાથી પ્રગટ થાય છે. આ તથ્ય સુખ છે. પૌદ્ગલિક સુખ એ આત્માના સુખથી તદ્દન ભિન્ન હોવા છતાં બંનેમાં આહ્લાદકતાનો સમાન પરિણામ હોવાથી જાણે કે બંને સુખ સાચાં છે, એક છે એવી પ્રતીતિ થાય છે. આને ઉપચાર કહેવામાં આવે છે. આ સુખ હકીકતમાં નથી, ઉપચિરત છે. હવે ઉપચાર પણ તો જ હોઈ શકે કે તે ચીજ ક્યાંક તથ્યરૂપે હોય તો ! તથ્ય વિના ઉપચારની સંભાવના નથી. સાચી ગાડી હોય છે તો રમકડાની ગાડી હોઈ શકે છે. એમાં સંસારનું સુખ ઉપરિત છે. તે ક્યાંય સાચું સુખ હોવું જોઈએ તો તે મોક્ષમાં છે.
સુખ છે એટલે
શોક, રતિ
વળી મોક્ષનું સુખ નિર્દે એમાં કોઈ યુગલ couple નથી, સુખ જ છે સંસારનું સુખ દ્વન્દ્વ છે એટલે યુગલ સ્વરૂપ છે. સુખ દુઃખ, હાસ્ય અરતિ, સંયોગ વિયોગ, રાગ દ્વેષ એમ તે અન્યથી મિશ્રિત છે. સંસારમાં વિયોગ વગરના કોઈ સંયોગની કલ્પના કરી શકાતી નથી તેમ રાગ પણ દ્વેષનો જનક બન્યા વિના રહેતો નથી. રાગને સ્વતંત્ર રાખીએ તો પણ રાગની નિષ્ફળતામાં દ્વેષ જન્મે છે. રાગથી અન્યત્ર સ્થળે પણ દ્વેષની સંભાવના છે. આમ સંસાર એ વિચિત્ર યુગલોનો ભંડાર છે અને મોક્ષ એ નિર્દેન્દુ છે. મોક્ષ એ આત્માની પરમ સુખમય અવસ્થા છે કે જેને પામ્યા પછી બીજું કાંઈ પામવાનું બાકી રહેતું નથી. કૃતકૃત્યતાનો અનુભવ થાય છે.
For Private & Personal Use Only
Jain Education International 2010_05
-
-
-
www.jainelibrary.org