________________
સમ્યકત્વનાં પાંચ લક્ષણો
૨૩૯
તો બહાર - બસ અંદર મોંમાં કોગળો કરી મૂકી રાખવાથી જીવ કંટાળી જાય છે. આમ ક્ષણિક સુખને નિત્ય બનાવવા જતાં વિકૃત બની જાય છે. આની સામે મોક્ષનું સુખ નિત્ય છે, શાશ્વત છે, આદિ અનંત કાળ સુધી રહેવાવાળું છે. કારણ કે કર્મના ક્ષયથી ઉત્પન્ન થતું સુખ છે. સંસારનું સુખ (?) (સુખાભાસ) એ તો કર્મના ઉદયથી પ્રાપ્ત થતું હોય છે આમ બંનેની ગુણવત્તા જ જુદી છે.
વળી સંસારનું સુખ અને કાંતિક છે આત્માનું સુખ એકાંતિક છે. સંસારના સુખમાં સુખ પછી દુઃખ પણ આવી શકે છે. અનેકાંતિક એટલે જેનો એક અંત = છેડો નથી. દા.ત. ઘણાં વર્ષોની ઇચ્છા પછી પુત્ર મળ્યો, પણ તે વ્યભિચારી બન્યો, પાગલ બન્યો, નાસ્તિક મળ્યો તો આ પુત્રસુખ અંતે દુ:ખમાં પરિણામ પામે છે.
એવી જ રીતે ઘણાં વર્ષોની ઇચ્છા, મહેનતને ભાગ્યના સહારે ખૂબ પૈસા મળ્યા. પણ હવે પૈસા મળ્યા પછી પતિ ક્લબ લાઈફમાં જીવે છે, દુરાચારી, વ્યસની બની ગયો તો આ પૈસા ન હોત તો સારું થાત, પતિ તો મળત - આવી અનેકાંતિકતા સંસારના સુખમાં છે. જ્યારે મોક્ષનું સુખ એકાંતિક છે. તેમાંથી સુખ જ નીકળે છે. બીજો કોઈ વિકલ્પ જ તેમાં નથી.
વળી સંસારનું સુખ વધ-ઘટ થયા કરે છે જ્યારે મોક્ષનું સુખ સાદિ – અનંતકાળ સુધી એકસરખું રહે છે. હવે કોઈ એમ કહે કે મોક્ષનું સુખ પ્રતિ સમય અનંતગણું વૃદ્ધિવાળું કહો તો શું વાંધો ? ના, એ પણ વ્યાજબી નથી કારણ કે પ્રતિ સમય વધતું જાય એનો અર્થ એ થયો કે પૂર્વે સુખ ઓછું હતું. અહીં એવું બનતું નથી, પૂર્ણ એટલે પૂર્ણ, એમાં ભેદ ન હોઈ શકે. આત્યંતિક સુખ મોક્ષના પહેલા સમયે જ પ્રાપ્ત થઈ ગયું છે. હવે તેમાં વધઘટની શક્યતા જ નથી. સંસારનું સુખ તો દુઃખના પ્રતિકાર સ્વરૂપ હોવાથી વધ-ઘટ થયા કરે છે. દુ:ખ ઓછું થતાં સુખની અનુભૂતિ પણ પાતળી થતી જાય છે. એટલે કે સંસારનું સુખ અર્થશાસ્ત્રની ભાષા પ્રમાણે “તુષ્ટિ'ગુણને અનુસરે છે. economicsમાં આને “The Law of diminishing returns” કહેવાય છે. એનો ગ્રાફ નીચે પ્રમાણે આવી શકે.
- તરસ્યા માણસને તુષ્ટીગુણ
પહેલો ગ્લાસ પાણી આપો ખૂબ જ આનંદ – ઉપયોગિતા ઘણી, કારણ કે તરસનું દુ:ખ ઘણું હતું. હવે બીજો ગ્લાસ આપતાં તેની ઉપયોગિતા વળાંકમાં ઘણી ઓછી થતી જણાય છે.
ત્રીજા-ચોથા ગ્લાસમાં (પાણીના ગ્લાસની સંખ્યા
જલપાનની ઉપયોગિતા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org