________________
સામર્થ્યયોગ અને તેના પ્રકાર
૨૩૭
પ્રન્થિભેદની તાલાવેલી એટલે સંસારની ઇચ્છાઓનો અંત લાવવો. તમને આ તલસાટ જાગ્યો નથી. કારણ કે સંસારના પદાર્થ દુઃખરૂપે છે, દુઃખ આપનારા છે, દુઃખાનુબંધી છે એ સમજી શક્યા નથી. પહેલાં સમજને સીધી કરો, રૂચિને સવળી કરો પછી કર્મો બાધક બની શકતાં નથી અને આત્મરુચિ જગાડવા માટે જ્ઞાનીની દૃષ્ટિએ જગતના પદાર્થોનું અવલોકન કરો. ત્રિકાળવર્તી સ્વરૂપને નિહાળો. માત્ર વર્તમાનકાળની તે દશા જોઈ રાગાદિમાં પડવા જેવું નથી. "
નિકાચિત કર્મોને છોડીને બધાં કર્મો ઉપર overtake ઓવરટેઇક થઈ શકે છે. ઘણાં કર્મો અનિકાચિત છે. પણ કર્મો તોડવાં છે ? કર્મો તોડવાનો પ્રયત્ન કરવો છે ? ચારિત્રનું પાલન એ કર્મોને ખપાવવા માટે છે ને ચય એટલે કર્મનો સંચય અને રિક્ત એટલે ખાલી કરવું - તેનું નામ ચારિત્ર
જ્ઞાન - દર્શનનો ઉપયોગ અંદરથી નીકળ્યો છે, નીકળેલો આ ઉપયોગ હવે અંદર જતો નથી. બહાર ને બહાર જ રહે છે. તે આ ગ્રન્યિ છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયની ઉપસ્થિતિ હોવાથી ઉપયોગ બહાર ને બહાર - વિષયોમાં ફર્યા જ કરે છે. તમે સામાયિક પૂજા કેટલા કર્યા તે જુઓ છો ! હવે વિષયોમાંથી મને કેટલી વાર પાછું વાળ્યું એ જોતાં શીખો.
अप्पा खलु सययं रक्खिअब्बो,
सबिंदिएहिं सुसमाहिएहिं,। अरक्खिओ जाइपहं उवेइ,
सुरक्खिओ सबदुहाण मुबइ ॥ પાંચે ઈદ્રિયો અને નોઈદ્રિયરુપ છઠ મનના વિષય ભોગના વિકારોથી નિવતાવીને પોતાના આત્માને, આત્મભાવમાં (સ્વગુણ – પરિણમનના આસ્વાદન રુપ સમાધિમાં) સ્થિર રાખીને, પ્રત્યેક આત્માએ –- પોતે જ પોતાના આત્માનું કર્મપરિણામથી રક્ષણ કરવું જોઈએ. • જે આત્મા ઉપર જણાવ્યા મુજબ પોતાના આત્માનું રક્ષણ કરે છે, તે સર્વ પ્રકારના દુ:ખોથી મુક્ત થાય છે અને જે પોતાના આત્માનું રક્ષણ કરતો નથી, તે આત્મા આ સંસારમાં ચારે ગતિમાં જન્મ – મરણ કરતો ભટક્યા કરે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org